ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ નારાયણ મહેતાની આજે પુણ્યતિથિ
આજના દિવસની વિશેષતા
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર
આજે તા. 7 નવેમ્બર
Today : 7 NOVEMBER
ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ નારાયણ મહેતાની આજે પુણ્યતિથિ
* ગુજરાત રાજ્યનાં પ્રથમ મુખ્યમંત્રી હતાં. ડૉ.જીવરાજ મહેતાનું અવસાન (1978)
મુંબઈ ધારાસભાનાં સભ્ય (1946-48) રહ્યા, મુંબઈ રાજ્યનાં પ્રધાનમંડળમાં ઉધોગ, નશાબંધી અને જાહેર બાંધકામ વિભાગનાં મંત્રી પદે અને નાણાંપ્રધાન (1952-60) પણ રહ્યા
1 મે 1960નાં રોજ ગુજરાતનું અલગ રાજ્ય થયું ત્યારે તેઓ ગુજરાત રાજ્યનાં પ્રથમ મુખ્યમંત્રી બન્યાં
* તમિલ, મલયાલમ, હિન્દી, તેલુગુ, કન્નડ અને બંગાળી ફિલ્મોમાં અભિનેતા, નૃત્યાંગના, પટકથા લેખક, નિર્માતા, ફિલ્મ નિર્દેશક, પ્લેબેક સિંગર, ગીતકાર અને રાજકારણી કમલ હાસનનો જન્મ (1954)
* ‘ભારત રત્ન’ અને લેનિન શાંતિ પુરસ્કારથી સન્માનિત ભૌતિકશાસ્ત્રી (ચંદ્રશેખર વેંકટ) સી.વી. રામનનો તમિલનાડુ રાજ્યનાં તિરુચિરાપલ્લી ખાતે જન્મ (1888)
પ્રકાશનાં કિરણો કઇ રીતે કાર્ય કરે અને તે પૃથ્વી ઉપર કઇ રીતે આવે છે તે વિશે ઊંડું સંશોધન કરી લોકોને માહિતગાર કરનાર સી.વી.રામને 28 ફેબ્રુઆરી, 1928નાં રોજ પ્રકાશનાં પરાવર્તનની વિસ્મયકારક ઘટના નિહાળી અને જે ઘટનાના વિજ્ઞાન માટે ભૌતિકશાસ્ત્રમાં નોબલ પારિતોષિકથી સન્માનિત થનાર તેઓ સૌપ્રથમ એશિયન છે
જેમણે પ્રકાશના સ્કેટરિંગના ક્ષેત્રમાં સખત મહેનત કરી તેમના વિદ્યાર્થી, કે.એસ. કૃષ્ણન સાથે, સી.વી. રામને શોધ્યું કે જ્યારે પ્રકાશ પારદર્શક પદાર્થને પસાર કરે છે, ત્યારે કેટલાક વિચલિત પ્રકાશ તરંગલંબાઇ અને કંપનવિસ્તારમાં ફેરફાર કરે છે
* ભારતીય ક્રિકેટ ટીમમાં મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં 8 ટેસ્ટ મેચોમાં ભારતીય ટીમનું સુકાન સંભાળનાર (અને કુલ 59 ટેસ્ટ રમનાર) ક્રિકેટર પહેલન રતનજી "પોલી" ઉમરીગરનું અવસાન (2006)
જેમણે બોમ્બે અને ગુજરાત માટે (243) ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમી હતી
* બે વાર નોબેલ વિજેતા બનનારાં તેઓ પ્રથમ વ્યક્તિ અને નોબેલ પારિતોષિક વિજેતા પ્રથમ મહિલા ભૌતિકશાસ્ત્રી - રસાયણશાસ્ત્રી મૅરી સ્ક્લોડોસ્કા ક્યુરી (મારિયા સાલોમીઆ સ્ક્લોડોસ્કા)નો પોલેન્ડનાં વર્સોમાં જન્મ (1867)
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે ક્ષેત્રની હોસ્પિટલોમાં એક્સ-રે સેવાઓ પ્રદાન કરવા માટે મોબાઇલ રેડિયોગ્રાફી એકમો વિકસાવ્યાં હતાં
પોલિશ અને નેચરલાઇઝ્ડ-ફ્રેન્ચ મૅરી ક્યુરીને ઈ.સ.1903માં ફિઝિક્સ માટે એમનાં પતિ પિયેર ક્યુરી સાથે નોબેલ પારિતોષિક મળ્યું અને ઈ.સ.1911માં નોબેલ પારિતોષિક કેમિસ્ટ્રીનાં વિષય માટે માદામ મૅરી ક્યુરીને એમનાં રેડિયમ અને પોલોનિયમની શોધ માટે આપવામાં આવ્યુ
* ગુજરાત વિધાનસભાનાં પહેલા સ્પીકર કલ્યાણજી વિઠ્ઠલભાઈ મહેતાનો સુરત જિલ્લાનાં ચોર્યાસી તાલુકાનાં વાંઝ ગામમાં જન્મ (1890)
તેઓ મુંબઈ વિધાનસભામાં 1937માં ચોયાર્સી ક્ષેત્રમાંથી ચુંટાયાં, 1947માં મુંબઈ રાજ્યનાં સમાજ શિક્ષણ સમિતિનાં મંત્રી અને સ્વતંત્ર ગુજરાત વિધાનસભાનાં પ્રથમ સ્પીકર બન્યાં હતાં
* ભારતીય સ્વતંત્રતા ચળવળનાં કાર્યકર, લેખક, વક્તા, સમાજ સુધારક, ‘લાલ બાલ પાલ’ ત્રિપુટીમાંના એક બિપિનચંદ્ર પાલનો પશ્ચિમ બંગાળ રાજ્યમાં જન્મ (1858)
* બંગાળના શિક્ષણવિદ, પરોપકારી, સમાજ સુધારક અને દેશભક્ત અશ્વિની કુમાર દત્તાનું અવસાન (1923)
* શ્રીલંકાના પત્રકાર, ટ્રેડ યુનિયનના નેતા અને તમિલ મૂળના રાજકારણી કોથંદરમા નટેસા ઐયર (એસ. કે. નટેસા ઐયર)નું અવસાન (1947)
* સ્વતંત્રતા કાર્યકર, કેન્દ્રીય કેબિનેટમાં નાણાં પ્રધાન અને સંરક્ષણ પ્રધાન તરીકે અને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સેવા આપનાર કોંગ્રેસના આગેવાન રાજકારણી ચિદમ્બરમ સુબ્રમણ્યમનું અવસાન (2000)
* પદ્મ ભૂષણથી સન્માનિત સામાજિક કાર્યકર અને મદ્રાસ શહેરના પ્રથમ મહિલા મેયર તારા ચેરિયનનું અવસાન (2000)
* મુંબઈ મહાનગર પાલિકાના કાઉન્સિલર તરીકે (1968થી) 10 વર્ષ માટે સેવા આપનાર જયવંતીબેન મહેતાનું મુંબઈમાં અવસાન (2016)
* ભારતીય પુરાતત્ત્વવિદ્દ અને વિદ્વાન ભગવાનલાલ ઇન્દ્રજીનો જૂનાગઢમાં જન્મ (1839)
* સાહિત્યના નોબેલ પુરસ્કારથી સન્માનિત પ્રસિદ્ધ લેખક અને સાહિત્યકાર આલ્બર કામૂનો ફ્રાન્સમાં જન્મ (1913)
* બ્રિટીશ સંશોધક, નેવિગેટર, કાર્ટગ્રાફર અને બ્રિટીશ રોયલ નેવીમાંના કૅપ્ટન જેમ્સ કૂકનો યુનાઇટેડ કિંગડમનાં માર્ટનમાં જન્મ (1728)
તેમણે પહેલી સાહસિક સમુદ્રની યાત્રામાં ઑસ્ટ્રેલિયાની શોધ કરી અને પ્રશાંત મહાસાગરનો જળમાર્ગ બતાવતો નકશો તૈયાર કર્યો
* ભારતમાં મુઘલ સામ્રાજ્યના અંતિમ બાદશાહ બહાદુર શાહ ઝફરનું મ્યાંમાર (બર્મા)નાં યાંગૂન (રંગૂન)માં અવસાન (1862)
* મલયાલમ સિનેમામાં પ્રશંસા મેળવનારી કલાત્મક અને અર્થપૂર્ણ ફિલ્મોના દિગ્દર્શન માટે જાણીતા નિર્માતા, પટકથા લેખક અને અભિનેતા શ્યામાપ્રસાદનો જન્મ (1960)
* બંગાળી અને હિન્દી સિનેમામાં અભિનેત્રી અને નિર્માતા રિતુપર્ણા સેનગુપ્તાનો જન્મ (1971)
* બોલિવૂડ અભિનેતા આમિર ખાનની પત્ની અને અને ફિલ્મ નિર્માતા, પટકથા લેખક અને દિગ્દર્શક કિરણ રાવનો બેંગલુરું ખાતે જન્મ (1973)
* બંગાળી અને હિન્દી ફિલ્મોમાં કામ કરવા માટે જાણીતી અભિનેત્રી રાયમા સેનનો જન્મ (1979)
* તેલુગુ અને તમિલ ફિલ્મોમાં અભિનેત્રી અને મોડેલ અનુષ્કા (સ્વીટી શેટ્ટી)નો જન્મ (1981)