જાણીતા ટીવી અભિનેત્રી દિશા વાકાણીનો અમદાવાદ ખાતે જન્મ (1978)
આજે તા. 17 ઓગસ્ટ
Today : 17 AUGUST
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર
* ભારતીય રિઝર્વ બેંકનાં વીસમાં ગવર્નર (1997- 2003) અને રાજ્યસભાનાં નામાંકિત સભ્ય (2003-09) બિમલ જલાનનો રાજસ્થાનમાં જન્મ (1941)
* હડપ્પા અને મોહેંજોદડો સંસ્કૃતિના ખોદકામની દેખરેખ રાખનાર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના ડિરેક્ટર જનરલ (1902-28) સર જ્હોન હુબર્ટ માર્શલનું ઇંગ્લેન્ડ ખાતે અવસાન (1958)
* ભારતીય આઝાદીનાં જંગની ક્રાંતિકારી વિચારધારાનાં સીમાસ્તંભ સમા મદનલાલ ઢીંગરાને પેન્ટનવિલે જેલમાં ફાંસી આપવામાં આવતા અવસાન (1909)
તેમણે ઈંગ્લેન્ડમાં અભ્યાસ કરતી વખતે બ્રિટિશ અધિકારી વિલિયમ હટ કર્ઝન વાઈલીની હત્યા કરી હતી
* બેલ્જિયનમાં જન્મેલ અને ભારતના સૌથી પ્રખ્યાત ખ્રિસ્તી હિન્દી વિદ્વાન તરીકે ઓળખાયેલ જેસ્યુટ મિશનરી કેમિલ બુલ્કેનું ભારતમાં દિલ્હી ખાતે અવસાન (1982)
* આરબીઆઈના ગવર્નર તરીકે (2003-08) સેવા આપનાર અર્થશાસ્ત્રી અને IAS અધિકારી યાગા વેણુગોપાલ રેડ્ડીનો આંધ્ર પ્રદેશમાં જન્મ (1941)
* ભારતીય ક્રાંતિકારી અને ઢાકા અનુશીલન સમિતિના સ્થાપક-પ્રમુખ પુલિન બિહારી દાસનું કોલકાતા ખાતે અવસાન (1949)
* હિન્દી અને મરાઠી ફિલ્મ - ટીવી અભિનેતા, દિગ્દર્શક, ગાયક અને નિર્માતા સચિન પિલગાંવકરનો મુંબઈ ખાતે જન્મ (1957)
લોકપ્રિય દૈનિક સિટકોમ, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં 'દયા જેઠાલાલ ગડા'ની ભૂમિકા ભજવવા માટે જાણીતા ટીવી અભિનેત્રી દિશા વાકાણીનો અમદાવાદ ખાતે જન્મ (1978)
* હિન્દી/મરાઠી ફિલ્મ અને ટીવી અભિનેત્રી સુપ્રિયા પિલગાંવકરનો મુંબઈમાં જન્મ (1967)
તે સચિન પિલગાંવકરની પત્ની છે
* બોલિવૂડ, તેલુગુ, મલયાલમ અને તમિલ ફિલ્મોના અભિનેતા શરત સક્સેનાનો મધ્ય પ્રદેશ રાજ્યમાં જન્મ (1950)
તેમણે 1970 ના દાયકાની શરૂઆતમાં કારકિર્દીની શરૂઆત કરી 250 થી વધુ બોલિવૂડ ફિલ્મોમાં અભિનય કર્યો છે
* એડ માટે મોડેલ તથા હિન્દી ફિલ્મ અને ટીવી અભિનેત્રી શ્રદ્ધા આર્યાનો નવી દિલ્હી ખાતે જન્મ (1987)
* હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં અભિનેત્રી અને નૃત્યાંગના નિધિ અગ્રવાલનો હૈદરાબાદ ખાતે જન્મ (1993)
* બાંગ્લાદેશ બૉમ્બ ધમાકાથી હચમચી ગયું (2005)
63 જિલ્લામાં લગભગ 400 વિસ્ફોટ થયાં હતાં.
* નેધરલેન્ડ્ઝથી ઇન્ડોનેશિયાની સ્વતંત્રતાની ઘોષણા કરવામાં આવી (1945)