facebook-logo

ફેસબુકના સ્થાપક અને ચેરમેન - સીઇઓ માર્ક ઝુકેબર્ગનો આજે જન્મદિવસ

આજ કલ ઓર આજ 

તા. 14 મે : 14 May 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

ફેસબુકના સ્થાપક અને ચેરમેન - સીઇઓ માર્ક ઝુકેબર્ગનો આજે જન્મદિવસ

ફેસબુકના સ્થાપક અને ચેરમેન - સીઇઓ માર્ક ઝુકેબર્ગનો અમેરિકામાં જન્મ (1984) 

* કમ્પ્યુટર વૈજ્ઞાનિક અને શોધક પ્રણવ મિસ્ત્રીનો ગુજરાતના પાલનપુર ખાતે જન્મ (1981)
તેઓ STAR લેબ્સના પ્રમુખ અને સીઈઓ હતા અને સિક્થસેન્સ, સેમસંગ ગેલેક્સી ગિયર અને પ્રોજેક્ટ બિયોન્ડ પરના તેમના કામ માટે જાણીતા છે 

* વડોદરાના સાંસદ રહેલ જયાબેન ઠક્કરનો વડોદરા ખાતે જન્મ (1952)

* ભારતીય તબીબી શોધક, ઉદ્યોગસાહસિક અને સાહસ મૂડીવાદી મીર એ. ઈમરાનનો હૈદરાબાદ ખાતે જન્મ (1956)
તેઓ વિશ્વના પ્રથમ ઇમ્પ્લાન્ટેબલ કાર્ડિયાક ડિફિબ્રિલેટર વિકસાવવામાં તેમની ભૂમિકા માટે જાણીતા છે 
તેમણે 20 થી વધુ મેડિકલ ડિવાઇસ કંપનીઓ બનાવી છે અને 400 થી વધુ પેટન્ટ ધરાવે છે

* ઇંગ્લેન્ડના ક્રિકેટ ખેલાડી (19 ટેસ્ટ અને 6 વનડે રમનાર) બોબ વુલમરનો ભારતના કાનપુર ખાતે જન્મ (1948)
તેઓ દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન ટીમના કોચ રહ્યાં હતા 

* દાદા સાહેબ ફાળકે એવોર્ડ અને નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ફિલ્મકાર મૃણાલ સેનનો બાંગ્લાદેશમાં જન્મ (1928)
તેમની યાદગાર ફિલ્મોમાં ભુવન સોમ, મ્રિગયા વગેરે છે .

* મિસ વર્લ્ડ 2017 અને હિન્દી ફિલ્મ અભિનેત્રી માનુષી છીલ્લરનો હરિયાણા રાજ્યમાં જન્મ (1997)

* હિન્દી, મરાઠી, ગુજરાતી સહિત અનેક ભાષાની ફિલ્મોના અભિનેતા સચિન ખેડેકરનો મુંબઈ ખાતે જન્મ (1965) 

* પદ્મશ્રીથી સન્માનિત પ્રોફેસર, આયુર્વેદાચાર્ય વૈદ સુરેશ ચતુર્વેદીનો રાજસ્થાન રાજ્યમાં જન્મ (1928)

* હાલ અમેરિકા નિવાસી સંગીતકાર અને સરોદ વાદક અનુપમ શોભાકરનો કોલકાતા ખાતે જન્મ (1979)

* પાકિસ્તાનમાં જન્મેલા ભારતીય ફિલ્મ નિર્માતા નિર્દેશક કે. અમરનાથનું મુંબઈ ખાતે અવસાન (1983)

>>>> ફ્રાન્સમાં કામ કરતા હિરોકી ઓટા નામના સાઇકિયાટ્રીસ્ટે, પેરિસ સિડ્રોમ નામની ધારણા વિકસાવી હતી. તે મુજબ, જાપાનના લોકોમાં એવો ભ્રમ હતો કે પેરિસ સિનેમામાં બતાવે છે તેવું સ્વર્ગ છે, ત્યાં ચારેબાજુ પ્રેમ છે, બધા જ લોકો ફેશન કરે છે, લટખૂટ ગ્લેમર છે, જ્યાં જાવ ત્યાં સંગીતના સૂર રેલાય છે અને લોકો ખાઈ-પીને મજા કરે છે. આવી કલ્પના લઈને ફ્રાન્સ આવતા જાપાનીઝ પ્રવાસીઓ પેરિસની અસલિયત જોઇને દુઃખી થઈ જતા અને તેમની માનસિક સારવાર કરવી પડતી. તેના માટે જાપાનીઝ એમ્બેસીએ માનસિક સારવાર સેવા પણ શરૂ કરી હતી. પેરિસ ખૂબસૂરત શહેર છે એમાં શક નથી, પણ એ સપનાંનું સ્વર્ગ નથી.

સંકલન : વિજય ઠક્કર (આણંદ)