IMG_20230603_120749

ગુજરાત રાજ્યના ભોઈ સમાજના ઉત્થાન હેતુ શ્રી ભોઈ સમાજ સેવા ફાઉન્ડેશનની કરાઈ સ્થાપના 

શ્રી ભોઈ સમાજ સેવા ફાઉન્ડેશનની કરાઈ સ્થાપના 

સંગઠનના પ્રમુખ તરીકે ડૉ હર્ષદભાઈ મહેરા અને ઉપપ્રમુખ તરીકે જયેન્દ્ર ભોઈ તેમજ યોગેશ મહેરાની કરાઇ વરણી 

આણંદ જિલ્લાના સુરેશભાઈ ભોઈ  મહામંત્રી તરીકે , રાજેશભાઈ ભોઈ  ઉપપ્રમુખ તરીકે અને સંજયભાઈ ભોઈ અને ભુપેન્દ્રભાઈ ભોઈની સહમંત્રી તરીકે વરણી 

આણંદ
ગુજરાત રાજ્યના ભોઈ સમાજ ના ઉત્થાન હેતુ  શ્રી ભોઈ સમાજ સેવા ફાઉન્ડેશનની સ્થાપના કરવામા આવી છે. 
ગોધરાના ડૉ હર્ષદ મહેરાની શ્રી ભોઈ સમાજ સેવા ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે વરણી કરવામા આવી છે. તેમજ મહામંત્રી તરીકે ઉમરેઠના સુરેશભાઈ ભોઈ સાથે સાથે  ગોધરાના જ મુકેશભાઈ મહેરા, રાજેશભાઈ ભોઈ (ઉમરેઠ )યોગેશ મહેરા(વડોદરા ), સંજયભાઈ ભોઈ(ઢેસીઆ), ભરત ભાઈ ભોઈ (પોયચા ), જયેન્દ્ર ભાઈ ભોઈ (ધનતેજ) ની ઉપ પ્રમુખ તરીકે અને સહમંત્રી તરીકે ઉમંગભાઈ ભોઈ અને વ્રજ મહેરા, મિતુલ ભોઈ અને વિમલ ભોઈ, ભુપેન્દ્રભાઈ ભોઈ ની વરણી કરવા મા આવી છે.

આ સાથે સમગ્ર ગુજરાતમા ભોઈ સમાજ માટે વિવિધ કામો કરવા માટે 11જેટલી કમિટીઓ બનાવીને ભોઈ સમાજના નવયુવાન ચહેરાઓને જવાબદારીઓ સોંપવામા આવી હતી.
 જેમાં દિલીપભાઈ ભોઈ, પપ્પુભાઈ ભોઈ, ભરત ભાઈ ભોઈ,જીગ્નેશ ભોઈ, નિરપેક્ષ ભોઈ જેવા ઉત્સાહી યુવાનો ને વિવિધ જવાબદારીઓ સોંપવામા આવી હતી 
  આણંદ ખાતે યોજાયેલ શ્રી ભોઈ સમાજ સેવા ફાઉન્ડેશનની મિટિંગ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્ય મા ભોઈ જ્ઞાતિ ના ઉત્કૃષ માટે શિક્ષિત અને નવયુવા ચહેરાઓને જવાબદારીઓ આપી સાચા અર્થમા સમાજ સેવા અને પાયાના મૂળભૂત કામો કરવા પ્રમુખ ડૉ હર્ષદભાઈ મહેરા તેમજ મહામંત્રી સુરેશભાઈ ભોઈએ  નવ નિયુક્ત ટીમને હાકલ કરી આજથી કામે લાગવા અનુરોધ કર્યો હતો.