20220829_083319

ગુજરાત રાજ્યનાં પ્રથમ મુખ્યમંત્રી ડૉ.જીવરાજ નારાયણભાઈ મહેતાનો અમરેલી ખાતે જન્મ (1887)

આજે તા. 29 ઓગસ્ટ 

Today : 29 AUGUST

આજના દિવસની વિશેષતા

તારીખ તવારીખ

 સંકલન : વિજય એમ. ઠક્કર

* ગાંધી (1882) ફિલ્મના નિર્માતા - નિર્દેશક રિચાર્ડ સેમ્યુઅલ એટનબરોનો ઇંગ્લેન્ડમાં જન્મ (1923)
તેઓ અંગ્રેજી ફિલ્મ અભિનેતા, ફિલ્મ નિર્માતા અને ઉદ્યોગસાહસિક હોવા સાથે રોયલ એકેડેમી ઓફ ડ્રામેટિક આર્ટ અને બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સના પ્રમુખ તેમજ ચેલ્સિયા એફસીના આજીવન પ્રમુખ હતા
20મી સદી દરમિયાન બ્રિટિશ સામ્રાજ્ય સામે અહિંસક અ-સહકારાત્મક ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા મહાત્મા ગાંધીના જીવન પર આધારિત ગાંધી (1982) જીવનચરિત્રાત્મક ફિલ્મ તેમણે બનાવેલ અને જે જ્હોન બ્રિલી દ્વારા લખાયેલી પટકથા આધારિત છે અને ગાંધીજીની મુખ્ય ભૂમિકા બેન કિંગ્સલે એ ભજવી છે

* પદ્મ ભૂષણથી સન્માનિત હોકીના જાદૂગર તરીકે ફેમસ થયેલા મેજર ધ્યાનચંદનો પ્રયાગરાજ (અલ્હાબાદ)માં જન્મ (1905)
3 ઓલિમ્પિક ગોલ્ડ મેડલ અને 400થી વધારે આતંરાષ્ટ્રીય ગોલ કરનાર મહાન આ ખેલાડી 1932 અને 1936 ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું
તેમનું નામ પહેલા ધ્યાન સિંહ હતું અને તેઓ ચાંદની રોશનીમાં પણ હોકીની પ્રેક્ટિસ કરતા રહેતા હોવાના કારણે તેમના નામ પાછળ ચાંદ જોડાઈ ગયું
16 વર્ષની ઉંમરે ધ્યાનચંદ લશ્કરમાં બ્રાહ્મણ રેજીમેન્ટમાં જોડાયા અને 1922-26 સુધી સેનાની હોકી પ્રતિયોગીતામાં રમતા 
34 વર્ષની સેવા બાદ ધ્યાનચંદ 29 ઑગસ્ટ, 1956માં લેફ્ટનન્ટ (કાર્યકારી કેપ્ટન) તરીકે ભારતીય સૈન્યમાંથી નિવૃત્ત થયાં
ભારતમાં તેમના જન્મદિવસને જ રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે
આ દિવસે રાષ્ટ્રપતિ રમતગમત સંબંધિત એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્ન, અર્જુન એવોર્ડ અને દ્રોણાચાર્ય એવોર્ડ  આપે છે અને રમતગમતની આજીવન સિદ્ધિ માટેનો ‘ધ્યાનચંદ એવોર્ડ’ છે, જે 2002થી આપવામાં આવે છે

* ગુજરાત રાજ્યનાં પ્રથમ મુખ્યમંત્રી ડૉ.જીવરાજ નારાયણભાઈ મહેતાનો અમરેલી ખાતે જન્મ (1887)
તેમણે ગુજરાત, મુંબઈ અને ભારતનાં અનેક જાહેર સંસ્થાઓમાં અને સમિતિઓમાં અધ્યક્ષપદે રહીને મહત્વની કામગીરી કરી અને વડોદરા રાજયનાં ચીફ મેડીકલ ઑફિસર તરીકે પણ હતાં
તેઓ મુંબઈ ધારાસભા (1946)નાં સભ્ય રહ્યા અને મુંબઈ રાજ્યનાં પ્રધાનમંડળમાં સેવાઓ આપનાર નાણાંપ્રધાન રહ્યા હતા
પહેલી મે 1960નાં રોજ ગુજરાતનું અલગ રાજ્ય થયું ત્યારે તેઓ ગુજરાત રાજ્યનાં પ્રથમ મુખ્યમંત્રી બન્યાં હતા 

* વિશ્વ વિખ્યાત પોપ ગાયક અને ડાન્સર માઈકલ જેક્સનનો જન્મ (1958)
તેમને 13 ગ્રેમી એવોર્ડ, સેમી ગ્રેમી એવોર્ડ, ગ્રેમી લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ તેમજ 26 અમેરિકન મ્યુઝિક એવોર્ડ મળેલા
એક વિડિયો સ્મૂથ ક્રિમીનલ (1987)માં માઇકલ જેકસન જે ડાન્સ સ્ટેપ કર્યા તે રોબોટ તેમજ મુન-વોક જેવા ખાસ ડાન્સિંગ સ્ટેપ તરીકે ઓળખાય છે

* પદ્મ ભૂષણથી સન્માનિત ભારતીય પત્રકાર અને લેખક તુષાર કાંતિ ઘોષનું અવસાન (1994)
ઘોષને દેશના મુક્ત પ્રેસમાં તેમના યોગદાન માટે "ભારતીય પત્રકારત્વના મહાન વ્યક્તિ" અને "ભારતીય પત્રકારત્વના ડીન" તરીકે ઓળખવામાં આવ્યા છે
ઘોષ કોલકાતામાં અંગ્રેજી ભાષાના અમૃતા બજાર પત્રિકા અખબારના 60 વર્ષ સુધી સંપાદક હતા
તેમણે આંતરરાષ્ટ્રીય પ્રેસ ઇન્સ્ટિટ્યૂટ અને કોમનવેલ્થ પ્રેસ યુનિયન જેવી અગ્રણી પત્રકારત્વ સંસ્થાઓના નેતા તરીકે પણ સેવા આપી હતી

* વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરમાં એવિઓનિક્સ એન્જિનિયર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી સ્પેસ લોન્ચ સિસ્ટમ્સ, સ્પેસ એપ્લીકેશન અને સ્પેસ પ્રોગ્રામ મેનેજમેન્ટના ડોમેન્સમાં ઇસરોમાં ઘણા નિર્ણાયક પદ સંભાળ્યાં. તેમણે ઇસરોમાં વાહન ટેકનોલોજીનાં પ્રક્ષેપણ માટેનું મુખ્ય કેન્દ્ર અને રાષ્ટ્રીય દૂરસ્થ સંવેદના એજન્સીના ડિરેક્ટર, વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરના નિયામક પદની પ્રશંસાપૂર્વક જવાબદારી સંભાળનાર અને પદ્મભૂષણથી સમ્માનિત ભારતીય વૈજ્ઞાનિક ડૉક્ટર (કોપ્પિલિલ) કે. રાધાકૃષ્ણનનો કેરળ રાજયમાં જન્મ (1949)

* ભારતના ઓલિમ્પિક સ્વિમર વીરધવલ વિક્રમ ખાડેનો કોલ્હાપુર ખાતે જન્મ (1991)

* તમિલ ફિલ્મ "શ્રી વલ્લી" સાથે બાળ કલાકાર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરનાર અભિનેતા અને રાજકારણી વિજયકુમાર (પંચાક્ષરામ રંગાસામી પિલ્લઈ)નો જન્મ (1943)

* બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી લીના ચંદાવરકરનો કર્ણાટક રાજ્યમાં જન્મ (1950)
તેમના લગ્ન કિશોર કુમાર સાથે 1980માં થયા હતા 

* તેલુગુ-ભાષાની ફિલ્મોમાં અભિનેતા, નિર્માતા, ટીવી પ્રસ્તુતકર્તા અને ઉદ્યોગસાહસિક અક્કીનેની નાગાર્જુનનો ચેન્નાઇ ખાતે જન્મ (1959)

* બૉલવૂડ ફિલ્મ પ્લેબેક અને ભક્તિ ગાયિકા રિચા શર્માનો ફરિદાબાદ ખાતે જન્મ (1974)

* પંજાબી સિનેમામાં તેમની કોમિક અને અન્ય ભૂમિકાઓ માટે જાણીતા અભિનેતા બિન્નુ ધિલ્લોનનો પંજાબમાં જન્મ (1975)

* તમિલ સિનેમાની એક્શન ફિલ્મોમાં ભૂમિકાઓ માટે જાણીતા અભિનેતા અને વિશાલ ફિલ્મ ફેક્ટરી હેઠળ ફિલ્મોનું નિર્માણ કરતા નિર્માતા વિશાલ કૃષ્ણ રેડ્ડીનો ચેન્નાઇ ખાતે જન્મ (1977)