આઝાદીની લડતમાં સૌથી નાની વયે ફાંસીના માચડે ચડનાર ક્રાંતિકારી ચળવળનાં યોદ્ધા ખુદીરામ બોઝનું અવસાન (1908)
આજે તા. 11 ઓગસ્ટ
Today : 11 AUGUST
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર
ક્રાંતિકારી ખુદીરામ બોઝ ભારતમાં સૌથી નાની વયે ફાંસીના માચડે ચડયા
૧૧ ઓગસ્ટ -૧૯૦૮ના રોજ ૧૮ વર્ષ,૮ મહિના અને ૮ દિવસે ફાંસી મળી
બંગાળમાં યુવકો ખુદીરામનું નામ લખેલી ખાસ ધોતી પહેરતા હતા
* દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત હિન્દી સિનેમા, મરાઠી અને ગુજરાતી ફિલ્મમાં અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા પૈડી જયરાજનું મુંબઈમાં અવસાન (2000)
* ભારતીય ક્રિકેટર (2 ટેસ્ટ મેચ રમનાર) રામનાથ પારકરનું અવસાન (1999)
તેઓ મુંબઈ ટીમમાં લાંબા સમય સુધી સુનિલ ગાવસ્કર સાથે ઓપનિંગ બેટ્સમેન હતા
* ગુજરાત કેડરના IAS અધિકારી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારમાં પ્રિન્સિપાલ સેક્રેટરી રહેલ પ્રમોદ કુમાર મિશ્રાનો ઓડિશા રાજ્યમાં જન્મ (1948)
* ભારતીય રિઝર્વ બેન્કના ચેરમેન (2008-13) અને IAS અધિકારી દુવુરી સુબ્બારાવનો આંધ્રપ્રદેશ રાજ્યમાં જન્મ (1949)
* ભારતીય મૂળના ઈન્ડોનેશિયાના અબજોપતિ ઉદ્યોગપતિ શ્રી પ્રકાશ લોહિયાનો કોલકાતા ખાતે જન્મ (1952)
* અર્જુન એવોર્ડથી સન્માનિત ભારતીય વ્યાવસાયિક શૂટર ભગીરથ સમાઈનો અસાનસોલ ખાતે જન્મ (1957)
* બોલિવૂડ ફિલ્મોમાં અભિનેતા, નિર્માતા અને ઉદ્યોગસાહસિક સુનીલ શેટ્ટીનો મેંગ્લોર પંથકમાં જન્મ (1961)
* દક્ષિણ ભારતીય ફિલ્મોમાં અભિનેતા અને નિર્માતા સૌંદરરાજાનો જન્મ (1983)
* ભારતીય મહિલા ક્રિકેટર (5 વનડે અને 2 ટી -20 રમનાર) નેહા તંવરનો દિલ્હી ખાતે જન્મ (1986)
* સ્થાનિક ક્રિકેટમાં સેન્ટ્રલ ઝોન માટે રમતા ભારતીય ક્રિકેટર હરપ્રીત સિંહ ભાટિયાનો છત્તીસગઢ રાજ્યમાં જન્મ (1991)
* કેમેસ્ટ્રીનું નોબેલ ઇનામથી સન્માનિત બ્રિટિશ વિજ્ઞાની એરોન કલગનો જન્મ (1926)
* ‘ધ જંગલ બુક’નાં બલ્લું અને ‘રૉબિન હુડ’નાં લિટ્લ જૉનનો અવાજ આપનારા અમેરિકન ગાયક, અભિનેતા અને હાસ્ય કલાકાર ફિલ હૈરિસનું અવસાન (1995)
* 'જિમનાસ્ટિક્સનાં પિતા’ તરીકે ઓળખાતા જર્મન શિક્ષક ફ્રેડરિક લુડવિગનો જન્મ (1778)
* મચ્છુ નદી પર આવેલો મચ્છુ-2 ડેમ તૂટતાં મોરબી અને આસપાસનાં ગામોમાં ભારે જાનહાનિ થઇ (1979)
આ હોનારતમાં લગભગ 6158 મકાન, 1800 ઝુપડા સાવ નાશ પામ્યા તો 3900 જેટલા મકાનને નુકસાન થયું, 1439 માનવ અને 12,849 પશુઓના જીવ ગયા હોવાનો અંદાજ છે
* દાદરા નગર હવેલીનું ભારત સાથે જોડાણ થયું અને તેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો (1961)
ગોવાની જેમ આ પ્રદેશ પણ ઘણા લાંબા સમય સુધી પોર્ટુગલનાં કબજામાં રહ્યો હતો, નગર હવેલી મહારાષ્ટ્ર અને ગુજરાતની વચ્ચે વસેલું છે, જ્યારે દાદરા ગુજરાતનો આંતરિક વિસ્તાર છે
આ કેન્દ્રશાસિત પ્રદેશની રાજધાની સેલવાસ છે, જ્યાં 1779 સુધી મરાઠાઓનું સામ્રાજ્ય હતું અને તે પછી 1954 સુધી પોર્ટુગલનું સામ્રાજ્ય હતું