પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સમર્થ વહીવટકર્તા એચ.એમ.પટેલની આજે પુણ્યતિથિ
આજ કલ ઓર આજ
તારીખ તવારીખ : વિજય એમ. ઠક્કર
તા. 30 NOVEMBER : તા. 30 નવેમ્બર
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સમર્થ વહીવટકર્તા એચ.એમ.પટેલની આજે પુણ્યતિથિ
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સમર્થ વહીવટકર્તા એચ.એમ.પટેલ (હીરુભાઇ મૂળજીભાઈ પટેલ)નું વલ્લભ વિદ્યાનગર ખાતે અવસાન (1993)
એચ. એમ. પટેલનું મૂળ ગામ આણંદ જિલ્લાનું ધર્મજ અને જન્મ અને ભણતર મુંબઈમાં થવા સાથે પેટલાદમાં મોતીભાઈ અમીન પાસે થયું, 1920માં ડૉક્ટરનો અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ ગયાં અને 1926માં આઈ.સી.એસ. થઇ ભારત આવ્યા અને સિંધનાં લારખાનામાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે કારકિર્દી શરૂ કરી તે પછી મુંબઈ સરકારમાં નાયબ નાણા સચિવ, ભારત સરકારનાં ટ્રેડ કમિશનર, પુરવઠા ખાતાનાં જોઈન્ટ સેક્રેટરી, 1946માં વચગાળાની સરકારમાં સેક્રેટરી વગેરે તેઓની વ્યવસાયી પ્રગતિ હતી
1959માં નિવૃત થયા પછી તેઓ 1962માં વિદ્યાનગરનાં સરપંચ બન્યાં તથા ગુજરાત વિધાનસભામાં ધ્રાંગધ્રા બેઠક પરથી ચૂંટાયા બાદ 1975માં કટોકટી વખતે વિરોધ પક્ષને સંગઠિત કર્યો ને સમયે સાબરકાંઠાથી લોકસભાની ચૂંટણી જીત્યાં બાદ લોકસભામાં ચૂંટાઈ નાણામંત્રી અને ગૃહમંત્રી બન્યાં અને મોરારજી સરકારમાં ફુગાવો નાથવા અને ભાવ નિયંત્રણમાં નાણા પ્રધાન તરીકે તેમની મહત્ત્વની ભૂમિકા રહી
* બ્રિટનનાં પૂર્વ પ્રધાનમંત્રી અને લડાયક બ્રિટિશ યુદ્ધનેતા વિન્સ્ટન લિયોનાર્ડ સ્પેન્સર ચર્ચિલનો લંડનમાં જન્મ (1874)
પ્રેરણાદાયી રાજકારણી, લેખક, વક્તા અને નેતા વિન્સ્ટન ચર્ચિલ બે વાર કન્ઝર્વેટિવ વડાપ્રધાન તરીકે 1940 થી 1945 સુધી અને 1951 થી 1955 સુધી સેવા આપી
યુદ્ધની કટોકટી સમયે વિજય માટે દેશને તેમણે આપેલો સંકેત 'V' for victory ઇંગ્લેન્ડના રાષ્ટ્રીય ખમીરનું પ્રતીક બની ગયો હતો. તેમણે “ધી સેકન્ડ વર્લ્ડ વોર’ નામનાં છ ભાગનાં પુસ્તકમાં વિશ્વયુદ્ધનાં સંસ્મરણો લખ્યાં છે, ચર્ચિલ સાહિત્યનું નોબેલ ઇનામ જીતનારા ત્રીજા ગદ્યલેખક હતાં અને ક્વીન એલિઝાબેથ દ્વિતીયે ચર્ચિલને નાઈટહૂડથી અને ઑર્ડર ઑફ ગાર્ટરનાં ઇન્સિગ્નાથી સન્માનિત કર્યા હતાં
* તમિલનાડુના પ્રથમ મહિલા મુખ્યમંત્રી જાનકી રામચંદ્રનનો જન્મ (1923)
* ભારતીય સામાજિક કાર્યકર, જાહેર વક્તા અને આયુર્વેદના પ્રચારક રાજીવ દીક્ષિતનો જન્મ (1967)
* ભારતીય વાંસળીવાદક, સંગીતકાર, કોરિયોગ્રાફર, સંગીતશાસ્ત્રી, કવિ અને સાહિત્યકાર પંડિત વિજય રાઘવ રાવનું અવસાન (2011)
* ભારતીય નાટ્યકાર, નવલકથાકાર, બાળકો માટે પુસ્તકોના લેખક, ટીકાકાર, અભિનેતા અને યુનાઇટેડ કિંગડમના દસ્તાવેજી ફિલ્મ નિર્માતા પ્રતાપ શર્માનું અવસાન (2011)
* પ્રાચીન ભારત ક્ષેત્રના ભારતીય ઇતિહાસકાર રોમિલા થાપરનો જન્મ (1931)
* ભારતીય અબજોપતિ મીડિયા બેરોન સુભાષ ચંદ્ર ગોએન્કાનો જન્મ (1950)
* ભારતીય નાગરિક સેવક, આર્થિક ઇતિહાસકાર, રામાયણ અને મહાભારતના લેખક અને અનુવાદક રોમેશ ચુંદર દત્તનું અવસાન (1909)
* પ્રથમ ભારતીય વ્યાવસાયિક વોલીબોલ ખેલાડી અને ઈટાલીમાં ક્લબ વોલીબોલ રમનાર જિમી જ્યોર્જનું અવસાન (1987)
* હિન્દી એકેડમી, દિલ્હીના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપનાર અને ગ્રામીણ ભારતને વાસ્તવિક બનાવનાર હિન્દી સાહિત્યકાર મૈત્રેયી પુષ્પાનો ઉત્તર પ્રદેશના અલીગઢમાં જન્મ (1944)
* વિશ્વભરનાં હાસ્યકારોમાં શ્રેષ્ઠતમ હાસ્યકાર, લેખક, પ્રકાશક, પ્રયોજક અને વક્તા માર્ક ટ્વેઇન (સેમ્યુઅલ લેંગહોર્ન ક્લેમેંસ)નો અમેરિકાનાં ફ્લોરિડામાં જન્મ (1835)
* સાધુ અને કુંડલિની: એન અનટોલ્ડ સ્ટોરી અને અ મિલિયન થોટ્સ જેવા બેસ્ટ-સેલર સહિત પંદર પુસ્તકોના લેખક ઓમ સ્વામીનો જન્મ (1979)
* પદ્મશ્રીથી સન્માનિત હિન્દી અને મરાઠી ફિલ્મોમાં પ્લેબેક સિંગર સુધા મલ્હોત્રાનો દિલ્હીમાં જન્મ (1936)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં 'આરઝૂ', 'ધૂલ કા ફૂલ', 'દીદી', 'કાલા પાની', 'બરસાત કી રાત', 'અબ દિલ્લી દૂર નહીં' અને 'અબ દિલ્લી દૂર નહીં', 'દેખ કબીરા રોયા', 'પ્રેમ રોગ' વગેરે છે
* રેડિયો વિજ્ઞાન તેમજ બંગાળી વિજ્ઞાનકથા- સાહિત્યનાં પણ પિતા ગણાતા ભૌતિકશાસ્ત્રી, જીવવિજ્ઞાની, વનસ્પતિ-વિજ્ઞાની, પુરાતત્વવિદ્ અને વૈજ્ઞાનિક કથાઓ લખનારા ભારતીય લેખક તરીકે વિશ્વભરમાં નામના પામેલા જગદીશચંદ્ર બોઝનો બાંગ્લાદેશમાં જન્મ (1858)
જગદીશચંદ્ર બોઝને રેડિયો વિજ્ઞાનનાં પિતામહ ગણવામાં આવે છે. માર્કોનીની શોધનાં બે વર્ષ અગાઉ તેમણે રેડિયો તરંગો અને સંચારની પદ્ધતિ શોધી કાઢી હતી
* અભિનેત્રી અને આર્મી બેકગ્રાઉન્ડમાંથી આવતા નિર્માતા દીપા સાહીનો જન્મ (1962)
* બોલીવુડ, તેલુગુ, તમિલ અને કન્નડ ફિલ્મોમાં અભિનેત્રી અને મોડેલ પ્રિયંકા કોઠારી (નિશા કોઠારી / અમોહા) નો કોલકાતામાં જન્મ (1983)
* હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં અભિનેતા ગિરીશ કુમાર તૌરાનીનો જન્મ (1989)
* તેલુગુ અને તમિલ ફિલ્મોમાં અભિનેત્રી અને ગાયિકા રાશિ ખન્નાનો જન્મ (1990)
* મલયાલમ સિનેમામાં ફિલ્મ અભિનેતા લાલુ એલેક્સનો જન્મ (1954)
* તમિલ અને તેલુગુ ફિલ્મોમાં અભિનેત્રી અને મોડેલ નિવેથા પેથુરાજનો જન્મ (1991)
* પંજાબી સંગીતની દુર્લભ શૈલી ગાવા માટે જાણીતા ગાયક કુલદીપ માણકનું અવસાન (2011)