વર્ષ 1940થી 1970 વચ્ચે સેંકડો ગીતો ગાયા
દેશના સૌથી લોકપ્રિય પ્લેબેક સિંગર મુકેશની આજે પુણ્યતિથિ.
આજે તા. 27 ઓગસ્ટ
Today : 27 AUGUST
આજના દિવસની વિશેષતા
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર
આજે બોલિવૂડના દિવંગત સિંગર મુકેશની પુણ્યતિથિ.
તેમનું અવસાન 27 ઓગસ્ટ 1976ના રોજ અમેરિકા ખાતે થયું હતું. તે સમયે તેઓ માત્ર 53 વર્ષના હતા. મુકેશનું પૂરું નામ મુકેશચંદ માથુર હતું. લોકો તેને પ્રેમથી મુકેશ કહેતા હતા. તેઓ દેશના સૌથી લોકપ્રિય પ્લેબેક સિંગર હતા. તેમના અવાજનો જાદુ આજે પણ લોકોના દિલ પર રાજ કરે છે.
મુકેશે રાજ કપૂર, મનોજ કુમાર, ફિરોઝ ખાન, સુનીલ દત્ત અને દિલીપ કુમાર માટે સૌથી વધુ ગીતો ગાયા હતા. મુકેશ આ બધા કલાકારોનો અવાજ હતા. તેમણે વર્ષ 1940થી 1970 વચ્ચે સેંકડો ગીતો ગાયા હતા. ફિલ્મ પહેલી નઝર (1945)માં તેમને પ્લેબેક સિંગર તરીકે પહેલી નોકરી મળી હતી અને હિન્દી ફિલ્મમાં ગાયેલું પહેલું ગીત હતું દિલ જલતા હૈ તો જલને દે જેમાં મોતીલાલે અભિનય કર્યો હતો
તેમને ફિલ્મ અનારીના ગીત 'સબ કુછ સિચા હમને ના સીખી હોશિયારી' માટે શ્રેષ્ઠ પ્લેબેક સિંગરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો મુકેશને ફિલ્મ રજનીગંધાનાં ગીત “કાઈ બાર યુન ભી દેખા હૈ” માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો તેમણે 'હોંઠો પે સચ્ચાઈ રહતી હૈ', 'દોસ્ત દોસ્ત ના રહા', 'સાવન કા મહિના', 'એક પ્યાર કા નગમા', 'કભી કભી મેરે દિલ મેં', 'સબ કુછ સીખા હમને' જેવા ગીતો ગાયા છે, જે આજે પણ જીવંત છે.
* ‘ધ ગ્રેટ ખલી’ નામથી વધુ જાણીતાં ભારતીય મૂળનાં અમેરિકન વ્યાવસાયિક કુસ્તીબાજ, પ્રમોટર, મોડેલ અને અભિનેતા દલીપસિંહ રાણાનો હિમાચલ પ્રદેશ રાજ્યમાં જન્મ (1972)
તેઓ WWE ઇતિહાસમાં વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પિયનશિપ જીતનાર તે પ્રથમ ભારતીય છે, જેમાં ખલીએ પોતાની એક કિકથી ડેડમેનનાં નામથી જાણીતા અંડરટેકરને રિંગમાં જ ભોય ભેગો કર્યો, અંડરટેકર સિવાય ટ્રિપલ-એચ, શોન માઇકલ, કેન જેવા ખૂંખાર પહેલવાનોને એક ઝટકામાં જ હરાવ્યા હતાં
અમેરિકાનાં એટલાન્ટા શહેરમાં રહેનાર ખલી WWEનો સ્ટાર હોવા ઉપરાંત હોલિવુડ અભિનેતા પણ છે
હોલિવુડ ફિલ્મ ‘ધ લોન્ગેસ્ટ યાર્ડ’, ‘ગ્રેટ સ્માર્ટ’, ‘મેકગ્રબર’ સાથે બોલિવુડ ફિલ્મ ‘કુશ્તી’ અને ‘રામા ધ સેવિયર’માં પણ અભિનય કરી બિગ બોસ-4માં રનર્સ અપ રહ્યાં હતાં
* ભારતીય સિનેમાના મહાન ફિલ્મ નિર્માતા, નિર્દેશક, સંપાદક તથા લેખક હૃષિકેશ મુખર્જીનું મુંબઈમાં અવસાન (2006)
જેમણે ખૂબ જ નાના વિષયો પર ગંભીર ફિલ્મો બનાવવા છતાં, તેમની મનોરંજન બાજુની ક્યારેય અવગણના કરી નથી, તેમાં માનવીય સંબંધોની ઝીણવટભરી બાબતોને ખૂબ સારી રીતે દર્શાવવામાં આવી છે
તેમની યાદગાર ફિલ્મોમાં સત્યકામ, આશીર્વાદ, ચુપકે-ચુપકે, આનંદ, અભિમાન, આશીર્વાદ, ખુબસુરત, નમક હરામ વગેરે છે
* બાંગ્લાદેશમાં જન્મેલ મહાયોગિની શ્રી આનંદમયી માં (નિર્મલા સુંદરી બિપિનબિહારી ભટ્ટાચાર્ય)નું દેહરાદૂન ખાતે અવસાન (1982)
હસતી મુખમુદ્રા, વિનોદપ્રિય સ્વભાવ અને અંત:કરણની પ્રસન્નતા એ એમની આગવી લાક્ષણિકતા અને સાચા સંતોમાં જે સદ્ગુણો હોય એ બધાં એમનામાં મોજૂદ હતાં
* પ્રિન્સ ઓફ બેટનબર્ગ, બ્રિટીશ રોયલ નેવી અધિકારી અને રાજકારણી લૂઇસ માઉન્ટબેટન (લૂઇસ ફ્રાન્સિસ આલ્બર્ટ વિક્ટર નિકોલસ)નું આયરલેન્ડ ખાતે અવસાન (1979)
તેઓ ભારતનાં છેલ્લા વાઈસરોય હતાં અને સ્વતંત્ર ભારતનાં પ્રથમ ગવર્નર જનરલ હતાં
* યુનાઇટેડ સ્ટેટ્સના 36મા પ્રમુખ (1963-69) તરીકે સેવા આપનાર અમેરિકન રાજકારણી લિન્ડન બેઇન્સ જોહ્ન્સનનો જન્મ (1908)
* ફિલ્મ અભિનેત્રી અને લોકસભામાં સાંસદ સુમાલતાનો ચેન્નાઇ ખાતે જન્મ (1963)
* સેબર ફેન્સર - તલવારબાજીના ભારતીય ખેલાડી સી. એ. ભવાની દેવીનો ચેન્નાઇ ખાતે જન્મ (1993)
* હિન્દી, પંજાબી, તેલુગુ, મલયાલમ અને જાપાનીઝ ફિલ્મોમાં અભિનેત્રી અને મોડલ નેહા ધૂપિયાનો કોચી ખાતે જન્મ (1980)
* ગાયિકા, અભિનેત્રી, એન્કર અને મોડલ શિબાની દાંડેકરનો પુના ખાતે જન્મ (1980)
તેમના લગ્ન ફરહાન અખ્તર સાથે 2022માં થયા છે
* ટેલિવિઝન પ્રસ્તુતકર્તા, ઇવેન્ટ હોસ્ટ, હાસ્ય કલાકાર અને મનોરંજનકાર ગિરીશ શર્માનો હરિયાણા રાજ્યમાં જન્મ (1985)
* ફિલ્મ અને સ્ટેજ અભિનેતા જીમ સરભનો મુંબઈ ખાતે જન્મ (1987)
* મુંબઈ સ્થિત અભિનેત્રી, PETA મોડલ અને સ્તન કેન્સર જાગૃતિ પ્રવૃત્તિઓ માટે જાણીતી રોઝલિન ખાનનો મુંબઈ ખાતે જન્મ (1988)