1 (5)

દેશનું સૌથી મોટું સારસ પક્ષીઓનું નિવાસ સ્થાન-પરીએજ

આજના સમયમાં પ્રેમના સાચા પર્યાય પક્ષી એટલે સારસ પક્ષી 

ખેડા જિલ્લાનું પરીએજ ટુરિઝમ ઇકો સિસ્ટમ જ્યાં ગુજરાતના 60% સારસ પક્ષીઓ કરે છે વસવાટ 

ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલું પરીએજ ટુરિઝમ ઇકો સિસ્ટમ જે છે સારસ પક્ષીઓનું એક માત્ર સમગ્ર ભારતમાં લોકપ્રિય સરનામું                   

 માતર        

ખેડા જિલ્લાના નડિયાદથી આશરે 30 કી.મી  દૂર આવેલું પરીએજ ટુરિઝમ ઇકો સિસ્ટમ દેશનું સૌથી મોટું સારસ પક્ષીઓનું નિવાસ સ્થાન તરીકે ઓળખાય છે. 

 જળપક્ષી અભ્યારણ અને છીછરા પાણીના સરોવર પૈકીનું એક છે. પરીએજ સરોવર અંદાજે ૧૨ ચો કિ.મી  જેટલા વિશાળ વિસ્તારમાં પથરાયેલો મોટો જળ ભંડાર છે. પરીએજના મુખ્ય તળાવનો વિસ્તાર 12 ચો.કિ.મી.માં ફેલાયેલો છે. તેની સામાન્ય ઊંડાઈ 8 ફૂટ અને મહત્તમ ઊંડાઈ 10.5 ફૂટ છે. અહિંકલ અને નર્મદા કેનાલનું પાણી તળાવ ભરવા માટેના મુખ્ય સ્ત્રોત છે. પરીએજ તળાવમાં વિવિધ પક્ષીઓ જોવા મળે છે અને ખાસ કરીને સારસ બેલડી આ તળાવમાં જોવા મળે છે. પ્રવાસીઓ અને પક્ષી પ્રેમીઓ આ તળાવોની અવારનવાર મુલાકાત લેતા હોય છે. જેથી રાજ્ય સરકારે આ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો નિર્ણય લીધો છે.

પરીએજ તળાવનું સુંદર શાંત પાણી, રંગબેરંગી ઉડતા પક્ષીઓ અને સુંદર સૂર્યાસ્તનો નજારો આકર્ષક છે. પરીએજ બાળકો સાથે અને પરિવાર સાથે પીકનીક પોઇન્ટ છે. પરંતુ મોટાભાગના પક્ષીઓની વસ્તી અને વિવિધ પ્રકારના પક્ષીઓ ખાસ કરીને શિયાળામાં જોઈ શકાય છે. વહેલી સવારે પક્ષીઓ વ્યાપકપણે જોઈ શકાય છે.