IMG_20230531_101929

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, રાજ્યનું 73.27 ટકા આવ્યું પરિણામ.

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, રાજ્યનું 73.27 ટકા આવ્યું પરિણામ.

રાજ્યમાં સૌથી વધુ પરીણામ વાગધ્રા કેન્દ્રનું 95.85 ટકા  જ્યારે સૌથી ઓછુ પરીણામ દેવગઢ બારિયા કેન્દ્રનું 36.28 ટકા 

રાજ્યમાં કચ્છ જિલ્લાનુ સૌથી વધુ 84.67 ટકા પરીણામ આવ્યુ છે જ્યારે સૌથી ઓછુ દાહોદ જિલ્લાનું 54.67 ટકા પરીણામ 

આણંદ જિલ્લાનું 71.05 અને ખેડા જિલ્લાનું 67.75 ટકા પરિણામ જાહેર

આણંદ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023 માં લેવાયલ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે સવારે બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યુ હતુ. રાજ્યમા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 73.27 આવ્યુ છે. ગત વર્ષની સરખામણીમાં13.64 ટકા પરિણામ ઓછુ આવ્યુ છે. 

રાજ્યમાં સૌથી વધુ પરીણામ વાગધ્રા કેન્દ્રનું 95.85 ટકા  જ્યારે સૌથી ઓછુ પરીણામ દેવગઢ બારિયા કેન્દ્રનું 36.28 ટકા પરીણામ જાહેર કરાયું છે.જ્યારે રાજ્યમાં કચ્છ જિલ્લાનુ સૌથી વધુ 84.67 ટકા પરીણામ આવ્યુ છે જ્યારે સૌથી ઓછુ પરિણામ દાહોદ જિલ્લાનું 54.67 ટકા આવ્યું છે.
ગુજરાત રાજ્યમાં 311 જેટલી શાળાઓનું 100 ટકા પરિણામ જાહેર થયું છે જ્યારે 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 44 છે. બોર્ડની પરીક્ષામાં ગેરરીતીના કેસ 357 નોંધાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માર્ચ ૨૦૨૩ ની સામાન્ય પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા રાજ્યના 482 કેન્દ્રો ઉપર લેવામાં આવેલ હતી.આ પરીક્ષામાં 4,79,298 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી 4,77,392 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 3,49,792 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 73.27 % ટકા આવેલ છે. જયારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 29,974 ઉમેદવારો નોધાયેલા હતા તે પૈકી 28,321 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 11,205 ઉમેદવાર સફળ થયા છે. આમ પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 39.56 % ટકા આવેલ છે. આ પરીક્ષામાં 34,533 ખાનગી નિયમિત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકી 31,988 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 10,830 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. ખાનગી નિયમિત ઉમેદવારોનું પરિણામ 33.86% ટકા આવેલ છે. અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ખાનગી પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 12,849 ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી 11,833 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 3,425 ઉમેદવાર સફળ થયા છે. આમ ખાનગી પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 28.94 % ટકા આવેલ છે.

આણંદ જિલ્લાનું 71.05 અને ખેડા જિલ્લાનું 67.75 ટકા પરિણામ જાહેર

જિલ્લામાં સૌથી વધુ વાસદ કેન્દ્રનું 89.20 ટકા જ્યારે સૌથી ઓછું પેટલાદ કેન્દ્રનું 61.97 ટકા પરિણામ 

રાજ્યમાં આણંદ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ 71.05 અને ખેડા જિલ્લાનું 67.75 ટકા પરિણામ જાહેર કરાયું છે
આણંદ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના કેન્દ્ર પ્રમાણે પરિણામ જોઈએ તો આણંદ કેન્દ્ર નું 68.76 ટકા પરિણામ જાહેર થયું છે. બોરસદ કેન્દ્રનું 78.87 ટકા, ખંભાત કેન્દ્રનું 71.42, પેટલાદ કેન્દ્રનું 61.97, વલ્લભ વિદ્યાનગર કેન્દ્રનું 82.90 ,સામરખા કેન્દ્ર 64.85, વાસદ કેન્દ્રનું 89.20 બોરીઆવી કેન્દ્રનું 67.66 આંકલાવ 71.82 અલારસા 81.07 ખંભાત 69.59 ઉમરેઠ 66.32 ભાદરણ 70.57 દહેવાણ 75.41 બિલપાડ 76.27 નાર કેન્દ્રનું 66.18 સોજીત્રા 66.81 તારાપુર 63.10 સારસા 86.32 અને ઓડ શીલી કેન્દ્રનું 64.84 ટકાપરિણામ જાહેર કરાયું છે.  જિલ્લામાં સૌથી વધુ વાસદ કેન્દ્રનું 89.20 ટકા પરિણામ જાહેર થયું છે. જ્યારે સૌથી ઓછું પેટલાદ કેન્દ્રનું 61.97 ટકા પરિણામ આવ્યું છે.આજે ધોરણ12 સામાન્ય પ્રવાહની પરીક્ષા
નું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો.

(નોંધ પ્રતિકાત્મક તસ્વીર સોર્સ બાય google)