ચાઈનીઝ એક્શન મુવી એક્ટર અને ફિલ્મ નિર્માતા જેકી ચાનનો આજે જન્મ દિવસ
આજ કલ ઓર આજ
તા. 07 એપ્રિલ : 07 April
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)
ચાઈનીઝ એક્શન મુવી એક્ટર અને ફિલ્મ નિર્માતા જેકી ચાનનો આજે જન્મદિવસ
ચાઈનીઝ એક્શન મુવી એક્ટર અને ફિલ્મ નિર્માતા જેકી ચાનનો હોંગકોંગ ખાતે જન્મ (1954)
તેઓ માર્શલ આર્ટિસ્ટ અને સ્ટન્ટ આર્ટિસ્ટ હોવા સાથે પોતાની સ્લેપસ્ટિક એક્રોબેટિક ફાઇટિંગ સ્ટાઇલ, કોમિક ટાઈમિંગ અને નવીન સ્ટંટ માટે જાણીતા છે અને તે તમામ 'ખેલ' સામાન્ય રીતે પોતે કરે છે
પૂર્વ અને પશ્ચિમના દેશોમાં વ્યાપક અને વૈશ્વિક ચાહકો સાથે ચાન વિશ્વની સૌથી વધુ લોકપ્રિય અને પ્રભાવશાળી ફિલ્મ વ્યક્તિત્વમાં સૌથી ટોચ પર છે
1980માં આવેલ 'ધ બિગ બ્રાઉલ' તેમની પ્રથમ હોલીવુડ ફિલ્મ હતી જયારે પ્રથમ સફળ ફિલ્મ 'ધ પ્રોટેક્ટર' છે
તેમણે બ્રુસ લી સાથે બે ફિલ્મ 'ફર્સ્ટ ઓફ ફ્યુરી' અને 'એન્ટર ધ ડ્રેગન'માં કામ કર્યું છે
2017માં, એક ચીની-ભારતીય પ્રોજેક્ટ હેઠળ ચાનની નવી ફિલ્મ 'કુંગ ફૂ યોગા' જેમાં બૉલીવુડ કલાકારો સોનુ સૂદ, દિશા પટણી અને અમાયરા દસ્તુર સાથેની આ ફિલ્મે ચાનને દિગ્દર્શક સ્ટેનલી ટોંગ સાથે ફરીથી જોડી દીધા કે જેમણે 1990ના દાયકામાં ચાનની સંખ્યાબંધ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. આ ભારતીય ફિલ્મને બોક્સ ઓફિસ પર મોટી સફળતા મળી અને તે ચીનમાં 5મી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી
ચાને તેના ઓપેરા સ્કૂલના મિત્રો સામ્મો હંગ અને યુએન બિયાઓ સાથે અનેક એક્શન કોમેડી ફિલ્મોનું નિર્માણ કર્યું
ઓસ્કાર ઓનરરી એવોર્ડ દ્વારા તેમનું 2016માં સન્માન કરવામાં આવ્યું છે
તેમની યાદગાર ફિલ્મોમાં પોલીસ સ્ટોરી, પ્રોજેક્ટ એ, આર્મર ઓફ ગોડ, રશ અવર, હું એમ આઈ? વગેરે છે
ચાને તાઈવાનની અભિનેત્રી જોન લિન સાથે લગ્ન કર્યા અને તેમના પુત્ર, ગાયક અને અભિનેતા જેસી ચાનનો જન્મ તે જ વર્ષે 1982માં થયો
* ભારત રત્નથી સન્માનિત ભારતના મહાન સિતાર વાદક પંડિત રવિ શંકરનો વારાણસી ખાતે જન્મ (1920)
શંકરે તેમના સમકાલીન કલાકારોથી અલગ શૈલી વિકસાવી અને કર્ણાટક સંગીતની લય પ્રથાઓમાંથી પ્રભાવનો સમાવેશ કર્યો
તેમનું સંગીત નાટક અકાદમી એવોર્ડ, રોમન મેગસેસે એવોર્ડ, ગ્રેમી લાઈફ ટાઈમ ઇચીવમેન્ટ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે
તેમણે આલાપ માટે સિતારના બેઝ ઓક્ટેવ પર પ્રદર્શન કરીને લોકપ્રિય બનાવ્યું અને તે મધ્ય અને ઉચ્ચ રજિસ્ટરમાં વગાડવાની એક વિશિષ્ટ શૈલી માટે જાણીતું બન્યું
તેમણે ગાંધી, મીરા, નીચા નગર, રાગા, કાબુલીવાલા, અનુરાધા વગેરે હિન્દી અને અનેક અંગ્રેજી ફિલ્મો સાથે બીબીસીની ટીવી શ્રેણી એલિક ઈન વન્ડરલેન્ડ માટે મ્યુઝિક આપ્યું છે
* બૉલીવુડ ફિલ્મોના ખુબ સફળ અને લોકપ્રિય અભિનેતા જીતેન્દ્ર (રવિ કપૂર)નો અમૃતસર ખાતે જન્મ (1942)
તેમની યાદગાર ફિલ્મોમાં ગીત ગાયા પથ્થરોને, ફર્જ, ઓલાદ, પરિચય, નાગિન, જાની દુશ્મન, ધ બર્નિગ ટ્રેન, આશા, ધરમ કાંટા, હિંમતવાલા, અર્પણ, તોહફા, ખુદગરઝ વગેરે છે
તેમનું ઉપનામ જમ્પીંગ જેક છે
તેમની દીકરી એકતા કપૂર ફિલ્મ અને ટીવી નિર્માત્રી છે અને દીકરો તુષાર કપૂર અભિનેતા છે
* સુરતથી સતત છ વખત લોકસભાના સાંસદ રહેલ ભાજપના આગેવાન કાશીરામ રાણાનો જન્મ (1938)
*
* દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત બોલીવુડના સફળ કેમેરામેન - સિનેમેટોગ્રાફર વી.કે.મૂર્તિ (વેંકટરામ પંડિત કૃષ્ણમૂર્તિ)નું બેંગ્લોર ખાતે અવસાન (ર૦૧૪)
*
* ગુજરાતી વિદ્વાન, લેખક, શિક્ષણશાસ્ત્રી અને સંપાદક આનંદશંકર ધ્રુવનું અવસાન (1942)
૧૯૨૦માં તેમની નિમણુક વારાણસીની બનારસ હિંદુ યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે થઇ હતી
* અમેરિકન ઉદ્યોગપતિ, ફોર્ડ મોટર કંપનીના સ્થાપક અને મોટા પાયે ઉત્પાદનની એસેમ્બલી લાઇન તકનીકના મુખ્ય વિકાસકર્તા હેનરી ફોર્ડનું અમેરિકામાં અવસાન (1947)
*
* ભાવનાપ્રધાન અંગ્રેજી કવિ વિલિયમ વર્ડ્ઝવર્થનો ઈંગ્લેન્ડ ખાતે જન્મ (૧૭૭૦)
જેમણે સેમ્યુઅલ ટેલર કોલરિજ સાથે, તેમના સંયુક્ત પ્રકાશન ગીતકાર બાલ્ડાસ (1798) સાથે ઇંગ્લીશ સાહિત્યમાં રોમેન્ટિક એજ લોન્ચ કરવામાં મદદ કરી હતી
* ભારતીય શાસ્ત્રીય નૃત્યના ગુરુ અને ઓડિસી નૃત્યના ઘડવૈયા કેલુચરણ મહાપાત્રનું અવસાન (2004)
પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ, કાલિદાસ સન્માન અને સંગીત નાટક અકાદમી એવોર્ડથી તેમનું સન્માન થયું છે
* ઓસ્ટ્રેલિયાના ફિલ્મ અભિનેતા, નિર્માતા અને સંગીતકાર રસેલ ક્રોવનો ન્યુઝીલેન્ડમાં જન્મ (1964)
*
* હિન્દી ફિલ્મ નિર્માતા નિર્દેશક રાહુલ રવૈલનો મુંબઈ ખાતે જન્મ (1951)
તેમની યાદગાર ફિલ્મોમાં લવ સ્ટોરી, બેતાબ, અર્જુન, સમુંદર, ડકેત, યોદ્ધા, અર્જુન પંડિત વગેરે છે
તેમના પિતા એચ. એસ. રવૈલ ફિલ્મ નિર્માતા નિર્દેશક હતા
* હિન્દી અને દક્ષિણ ભારતની પ્રાદેશીક ફિલ્મોના નિર્માતા નિર્દેશક રામ ગોપાલ વર્માનો હૈદરાબાદ ખાતે જન્મ (1962)
તેમની નોંધપાત્ર હિન્દી ફિલ્મોમાં શિવા, રાત, દોડ, સત્યા, દિલ સે, શૂલ, જંગલ, કંપની, રોડ, ભૂત, ફૂંક, રક્ત ચરિત્ર, ડરના મના હૈ, અબ તક છપ્પન, સરકાર, રંગીલા વગેરે છે
* હિન્દી ફિલ્મ અને ટીવીના અભિનેત્રી શગુફ્તા અલીનો મુંબઈ ખાતે જન્મ (1964)
હિન્દી ફિલ્મોના અભિનેત્રી મુમતાઝ બેગમનો મુંબઈ ખાતે જન્મ (1923)
તેમની દીકરી વહીદા રેહમાન ખુબ સફળ અને લોકપ્રિય અભિનેત્રી છે
* વિશ્વ સ્વાસ્થ્ય દિવસ *
આજના દિવસે યુનાઈટેડ નેશન દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સ્થાપના થઇ (1948)
* આર્ય સમાજની સ્થાપના (1875)
>>>> એક સંશોધન કહે છે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓમાં સાંભળવાની ક્ષમતા વધુ હોય છે. એમાં સ્ત્રી અને પુરુષના મગજની રચનાનો ફરક તો છે જ, પરંતુ સ્ત્રીઓનું સામાજિક કન્ડિશનિંગ પણ એ રીતનું છે કે તેઓ તેમની સખીઓ સાથે જેટલા પ્રમાણમાં અંગત દુઃખ-દર્દની વાતો કરે છે તેટલી પુરુષો નથી કરતા. એકબીજાની તકલીફોનું શેરિંગ કરવાની વૃત્તિના કારણે તેમનામાં આપોઆપ ધીરજથી સાંભળવાની વૃતિ વિકસી છે. પુરુષો એ પ્રકારના શેરિંગને અથવા 'ઓપન' થવાને કમજોરી ગણે છે. સ્ત્રીઓ એટલા માટે ઉત્તમ શ્રોતા હોય છે કારણ કે તેને બોલવાનું ઘણું હોય છે. સ્ત્રીઓ ગોસિપ બહુ કરે છે તેવું મહેણું અહીંથી આવ્યું છે. મોટાભાગની પત્નીઓની સૌથી મોટી ફરિયાદ જ એ હોય છે કે "તમારા ભાઈ તો સાંભળતા જ નથી." સ્ત્રી બોલતી હોય ત્યારે પુરુષના કાન બંધ થઈ જાય છે? પણ જો પુરુષ બહુ વાતોડિયો હોય, તો સ્ત્રી આસાનીથી તેના પ્રેમમાં પડી જાય...
સંકલન : વિજય ઠક્કર (આણંદ)