શ્રેષ્ઠ અભિનેત્રીનો એકેડેમી - ઓસ્કાર એવોર્ડ બે વખત જીતનાર બ્રિટિશ અભિનેત્રી વિવિયન લેઈ (વિવિયન મેરી હાર્ટલી)નો ભારતમાં દાર્જિલિંગ ખાતે જન્મ (1913)
આજના દિવસની વિશેષતા
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર
આજે તા. 5 નવેમ્બર
Today : 5 NOVEMBER
* શ્રેષ્ઠ અભિનેત્રીનો એકેડેમી - ઓસ્કાર એવોર્ડ બે વખત જીતનાર બ્રિટિશ અભિનેત્રી વિવિયન લેઈ (વિવિયન મેરી હાર્ટલી)નો ભારતમાં દાર્જિલિંગ ખાતે જન્મ (1913)
ગોન વિથ ધ વિન્ડ (1939)માં સ્કારલેટ ઓ'હારા અને અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર (1951) ના ફિલ્મ વર્ઝનમાં બ્લેન્ચે ડુબોઈસ તરીકેના નિર્ણાયક અભિનય માટે તેણીએ બે વખત શ્રેષ્ઠ અભિનેત્રીનો એકેડેમી એવોર્ડ જીત્યો
અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટ્યુટે લેઈને ક્લાસિક હોલીવુડ સિનેમાની 16મી મહાન મહિલા મૂવી સ્ટાર તરીકે સ્થાન આપ્યું હતું
* એકેડેમી - ઓસ્કાર પુરસ્કાર જીતનારી અત્યાર સુધીની સૌથી નાની વ્યક્તિ (10 વર્ષની ઉંમરે) અમેરિકન અભિનેત્રી ટાટમ બીટ્રિસ ઓ'નીલનો જન્મ (1963)
ટેનિસ ખેલાડી જ્હોન મેકએનરો સાથે ઓ'નીલનો સંબંધ 1984માં શરૂ થયો અને 1986માં લગ્ન કર્યા ને આ દંપતીને ત્રણ બાળકો છે
તેણે તેના પિતા રાયન ઓ'નીલની સામે પેપર મૂન (1973)માં એડી લોગિન્સ તરીકેના તેના અભિનય માટે ઓસ્કાર મેળવ્યો હતો
ઓ'નીલના પ્રથમ જાહેર બોયફ્રેન્ડમાંના એક પોપ સ્ટાર માઈકલ જેક્સન હતો, જેક્સને ઓ'નીલને તેનો પ્રથમ પ્રેમ ગણાવ્યો હતો
* પદ્મશ્રી, અર્જુન એવોર્ડ અને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત ભારતીય ક્રિકેટ ટીમનાં શ્રેષ્ઠ જમણેરી બેટ્સમેન અને કપ્તાન રહેલ વિરાટ કોહલીનો દિલ્હીમાં જન્મ (1988)
* ભારતીય સ્વતંત્રતા સંગ્રામનાં કાર્યકર્તા વકીલ અને સ્વરાજ પાર્ટીનાં સંસ્થાપક નેતા ચિત્તરંજનદાસ (દેશબંધુ)નો કોલકાતામાં જન્મ (1870)
* મરણોપરાંત ‘ભારતરત્ન’થી સન્માનિત આસામનાં ગીતકાર, સંગીતકાર, ગાયક, કવિ અને ફિલ્મ નિર્માતા ભૂપેન હજારિકાનું અવસાન (2011)
તેમનાં ગીતો કોમી એકતા, વૈશ્વિક ન્યાય અને માનવતાભર્યાં રહ્યા અને ભૂપેન હજારિકાએ ફિલ્મો અને સંગીત દ્વારા સમાજનાં તમામ ગંભીર પ્રશ્નોનો પરિચય કરાવ્યો હોઈ તેમનું દાદા સાહેબ ફાળકે એવોર્ડ, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ, સંગીત નાટક અકાદમી એવોર્ડથી સન્માન થયું
'ઓ ગંગા તુ બહતિ કયો હૈ’ અને 'દિલ હૂમ હૂમ કરે' જેવાં ગીતોએ ભૂપેન હજારિકાને જાદુઈ અવાજ આપ્યો અને કાયમ માટે ચાહકોના દિલોમાં સ્થાન પામ્યા છે
* ભારતીય વૈજ્ઞાનિક (જ્હોન બર્ડન સેન્ડરસન) જેબીએસ હેલ્ડેનનો યુનાઇટેડ કિંગડમમાં ઓક્સફોર્ડ ખાતે જન્મ (1892)
જેમણે ફિઝિયોલોજી, જીનેટિક્સ, ઇવોલ્યુશનરી બાયોલોજી અને ગણિતમાં કામ કર્યું અને જીવવિજ્ઞાનમાં આંકડાઓના નવીન ઉપયોગ સાથે, તેઓ નિયો-ડાર્વિનવાદના સ્થાપકોમાંના એક હતા
* ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા અને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે બે વાર તથા મનમોહન સિંહ અને પી.વી. નરસિમ્હા રાવ મંત્રાલયોમાં બે વખત કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી તરીકે સેવા આપનાર અર્જુન સિંહનો જન્મ (1930)
* શાસ્ત્રીય ગાયન ઉપરાંત ધ્રુપદ, ધામર, ખયાલ, તારાણા અને ઠુમરી શૈલીઓ ગાવામાં નિપુણ ફૈયાઝખાનનું વડોદરા ખાતે અવસાન (1950)
મહારાજા સયાજીરાવે તેઓને રાજ્યના ‘દરબારી ગાયક તરીકે નિમણૂક આપી ‘જ્ઞાનરત્ન’ની પદવી પણ આપી હતી.
બુલંદ કંઠ સાથે તે ગઝલ અને કવ્વાલી અનોખા મિજાજથી ગાતા અને પવિત્ર ભક્તિ અને શૃંગાર રસોની છોળો ઉડાડતાં
* બોલિવૂડ મૂવીઝ અને ટેલિવિઝન સિરિયલોના ભારતીય નિર્દેશક અને નિર્માતા બલદેવ રાજ ચોપરાનું મુંબઈમાં અવસાન (2008)
* ભારતીય ક્રિકેટર (4 ટેસ્ટ રમનાર) સુબ્રત ગુહાનું મુંબઈમાં અવસાન (2003)
* હિન્દી પત્રકાર, લેખક અને રાજકીય વિશ્લેષક પ્રભાષ જોશીનું નવી દિલ્હી ખાતે અવસાન (2009)
* ગઝલ ગાયક નિર્મલ ઉધાસનો જેતપુરમાં જન્મ (1944)
બૉલીવૂંડ ફિલ્મોના પ્લેબેક સિંગર - ગઝલ ગાયક મનહર ઉધાસ અને પંકજ ઉધાસના તેઓ ભાઈ છે
* અભિનેતા, ફિટનેસ ઉદ્યોગસાહસિક, વોટર બ્રાન્ડ હંક વોટર સાથે પણ સંકળાયેલ અને ફિટનેસ જાગૃતિ વધારવા માટે જાણીતા (2.8 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ સાથેના) 'YouTuber' સાહિલ ખાનનો કોલકાતા ખાતે જન્મ (1976)
* ભારતીય વિદ્વાન, પર્યાવરણ કાર્યકર્તા, ખાદ્ય સાર્વભૌમત્વના હિમાયતી વંદના શિવાનો દેહરાદૂન ખાતે જન્મ (1952)
* ભારતીય પત્રકાર અને ટેલિવિઝન કોમેન્ટેટર અને ઇન્ટરવ્યુઅર કરણ થાપરનો શ્રીનગર ખાતે જન્મ (1955)
* બોલિવૂડ ફિલ્મોમાં અભિનેત્રી અને સુનિલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટીનો મુંબઈમાં જન્મ (1992)
* હિન્દી ટેલિવિઝન અભિનેતા રિત્વિક ધનજાનીનો જન્મ (1988)
* તેલુગુ અને તમિલ ફિલ્મોમાં અભિનેત્રી અને મોડલ મેહરીન પીરઝાદાનો જન્મ (1995)