બોલિવૂડ ફિલ્મોના દિગ્દર્શક અને નિર્માતા રોહિત શેટ્ટીનો આજે જન્મદિવસ
આજ કલ ઓર આજ
તા. 14 માર્ચ : 14 March
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)
બોલિવૂડ ફિલ્મોના દિગ્દર્શક અને નિર્માતા રોહિત શેટ્ટીનો આજે જન્મદિવસ
બોલિવૂડ ફિલ્મોના દિગ્દર્શક અને નિર્માતા રોહિત શેટ્ટીનો મુંબઈ ખાતે જન્મ (1973)
ફિલ્મી દુનિયા અને રોહિત શેટ્ટી નાનપણથી જ જોડાયેલો હતો. તેની માતા રત્ના શેટ્ટી બોલિવૂડમાં જુનિયર આર્ટિસ્ટ હતી, જ્યારે પિતા એમબી શેટ્ટી સ્ટંટમેન હતા. રોહિત જ્યારે માત્ર પાંચ વર્ષનો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. રોહિત જ્યારે માત્ર 17 વર્ષનો હતો ત્યારે તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. તે 'ફૂલ ઔર કાંટે' ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર બન્યો હતો. આ પછી તેણે ફિલ્મ 'સુહાગ'માં અક્ષય કુમારની બોડી ડબલની ભૂમિકા ભજવી હતી.
તેમની યાદગાર ફિલ્મોમાં ગોલમાલ, સિંઘમ, બોલ બચ્ચન, સિમ્બા, ચેનૈઈ એક્સપ્રેસ, સૂર્યવંશી વગેરે છે
* જર્મનીમાં જન્મેલ ક્રાંતિકારી વિચારક અને આર્થિક સિદ્ધાંતોના ઘડવૈયા કાર્લ માર્કસનું ઈંગ્લેન્ડ ખાતે અવસાન (1883)
માર્કસની વિચારસરણી માર્કસવાદ તરીકે વિશ્વમાં વિખ્યાત છે
* ભૌતિક વૈજ્ઞાનિક સ્ટિફન હૉંકિંગનું ઈંગ્લેન્ડ ખાતે અવસાન (2018)
વર્ષ 2001માં તે ભારતમાં 16 દિવસ માટે મહેમાન બન્યા હતા
તેમને 21 વર્ષની વયે ઈલાજ ન થઈ શકે એવી એમિઓટ્રોફિક લેટરલ સ્વલેરોસિસ નામક બિમારી થતા શરીરના અંગો ધીમે ધીમે કામ કરવાનું બંધ કરી દે છે
* બોલિવૂડ ફિલ્મોના અભિનેતા આમીર ખાનનો મુંબઈ ખાતે જન્મ (1965)
તેમનું પદ્મશ્રી અને પદ્મ ભૂષણ એવોર્ડ, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને ૯ વખત ફિલ્મફેર એવોર્ડથી સન્માન થયું છે
તેમની યાદગાર ફિલ્મોમાં કયામત સે કયામત તક, રાખ, દિલ, રાજા હિન્દુસ્તાની, સરફરોસ, લગાન, રંગ દે બસંતી, તારે ઝમીન પર, ગજની, ધૂમ, થ્રી ઈડિયટ, દંગલ અને પીકે વગેરે છે
તેમના પિતા તાહીર હુસેન ફિલ્મ નિર્માતા - દિગ્દર્શક હતા
* નોબેલ પુરસ્કારથી સન્માનિત પદાર્થ વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સટાઈનનો જર્મનીમાં જન્મ (1879)
તેઓ સાપેક્ષવાદ અને સામૂહિક ઊર્જાની સમાનતાના સિદ્ધાંત માટે જાણીતા છે
તેમને ફોટોઈલેક્ટ્રીક અસરના કાયદાના સંશોધન માટે 1921માં ફિઝિક્સનું નોબેલ પારિતોષિક મળ્યું હતું
*
* પૂર્વ કેન્દ્રીય મંત્રી અને આંધ્રપ્રદેશના માજી રાજ્યપાલ કુમુદબેન જોષીનું નિધન દુઃખદ (2022)
તેઓ ભારતીય રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસના પ્રમુખ, ખાદી ગ્રામોદ્યોગના ચેરમેન, ત્રણ ટર્મ સુધી સાંસદ, કેન્દ્ર સરકારમાં મંત્રી અને આંધ્રપ્રદેશના રાજ્યપાલ જેવા ઉચ્ચ હોદ્દાઓ ઉપર રહ્યા હતા
* ભારતના ક્રિકેટ ખેલાડી (1 ટેસ્ટ અને 19 વન ડે રમનાર) વિજય યાદવનો ઉત્તર પ્રદેશમાં જન્મ (1967)
*
* ફિલ્મફેર એવોર્ડ દ્વારા સન્માનિત હિન્દી ફિલ્મ અભિનેત્રી ફરિદા જલાલનો મુંબઈ ખાતે જન્મ (1949)
*
* અશોક કુમાર અને કિશોર કુમાર પરિવારના અભિનેત્રી અનુરાધા પટેલનો મુંબઈ ખાતે જન્મ (1965)
*
* હિન્દી ફિલ્મોના ગાયક, અભિનેતા, સંગીતકાર અને દિગ્દર્શક એસ. એન. ત્રિપાઠીનો વારાણસી ખાતે જન્મ (1913)
*
* ભારતની પ્રથમ બોલતી ફિલ્મ 'આલમઆરા' રજુ થઈ (1913)
આ દિવસને બોલિવૂડ ફિલ્મ ઉદ્યોગનો સ્થાપના દિવસ મનાવવામાં આવે છે
>>>> માણસ બુધ્ધિને તો સારી રીતે સમજી શકે છે પણ કમબખ્ત દિલ અજાયબ ચીજ છે! એ ઘણીવાર એકતરફી પણ ધબકતું રહે છે. એક શાયર કહે છે એમ 'જે નથી મારાં કદી એનો બનાવ્યો છે મને..' પોતાની લાગણીનો કયાંક પ્રતિઘોષ સંભળાય એ આપણા સહુની તલાશ બની જાય છે. એવું નથી થતું એની વિહવળતા પણ ગજબ હોય છે.
સંકલન : વિજય ઠક્કર (આણંદ)