આજ કલ ઓર આજ
બૉલીવુડ ફિલ્મ અભિનેત્રી કાજોલનો આજે જન્મદિવસ
આજ કલ ઓર આજ
તા. 5 ઓગસ્ટ : 5 AUGUST
તારીખ તવારીખ : વિજય એમ. ઠક્કર
બૉલીવુડ ફિલ્મ અભિનેત્રી કાજોલનો આજે જન્મદિવસ
પદ્મશ્રીથી સન્માનિત બૉલીવુડ ફિલ્મ અભિનેત્રી કાજોલનો મુંબઈમાં જન્મ (1974)
તેમની લોકપ્રિય ફિલ્મોમાં બેખૂદી, દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે, ગુપ્ત, પ્યાર તો હોના હી થા, કભી ખુશી કભી ગમ, ફના, યે દિલ્લગી, ઈસ્ક, કુછ કુછ હોતા હૈ વગેરે છે
તેમના માતા તનુજા લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી છે
* ભારતીય શાસ્ત્રીય વાયોલિનના નવા રાજા તરીકે ઓળખાયેલ વાયોલિનવાદક, સંગીતકાર અને શિક્ષક અંબી સુબ્રમણ્યમનો અમેરિકામાં જન્મ (1991)
તેમના માતા લોકપ્રિય ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિ અને પિતા એલ. સુબ્રમણ્યમ વાયોલિન વાદક છે
* ગુજરાતના 11માં મુખ્યમંત્રી (1995-96) સુરેશ મહેતાનો માંડવી ખાતે જન્મ (1936)
*
* ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ નીલ આર્મસ્ટ્રોંગનો અમેરિકામાં જન્મ (1930)
અમેરિકાનાં ફ્લોરિડા પ્રાંતનાં કેપ કેનેડી સ્ટેશનથી 16મી જુલાઈ, 1969નાં રોજ પહેલીવાર માનવીને લઈને ચંદ્ર માટે એક યાન એપોલો-11 અંતરિક્ષ તરફ રવાના થયું હતું. 21મી જુલાઈ, 1969નાં રોજ યાનમાં સવાર અંતરિક્ષયાત્રીઓમાંથી એક નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતાં
* પદ્મ ભૂષણથી સન્માનિત ભારતના ક્રિકેટ ખેલાડી (22 ટેસ્ટ રમનાર) લાલા અમરનાથ (ભારદ્વાજ)નું નવી દિલ્હી ખાતે અવસાન (2000)
ટેસ્ટ મેચમાં ભારત તરફથી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન અને સ્વતંત્ર ભારતની ક્રિકેટ ટીમ ઇન્ડિયાના પ્રથમ કપ્તાન બન્યા હતા
* અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ વિભાગમાં હેનરી સાલ્વાટોરી પ્રોફેસર રહેલ અરવિંદ કૃષ્ણ જોશીનો ભારતમાં પુના ખાતે જન્મ (1929)
જોશીએ વૃક્ષ-સંલગ્ન વ્યાકરણ ઔપચારિકતાની વ્યાખ્યા કરી હતી જેનો ઉપયોગ ઘણીવાર કોમ્પ્યુટેશનલ ભાષાશાસ્ત્ર અને કુદરતી ભાષા પ્રક્રિયામાં થાય છે
* મદ્રાસ શહેરના મેયર તરીકે સેવા આપનાર બેંકર, રાજકારણી, પરોપકારી, સમાજસેવી અને સાંસ્કૃતિક કાર્યકર્તા એમ. એ. મુથૈયા ચેટ્ટિયારનો તામિલનાડુ રાજ્યમાં જન્મ (1905)
*
* ભારતીય ક્રિકેટર (33 ટેસ્ટ અને 161 વનડે રમનાર) વેંકટેશ પ્રસાદનો બેંગલુરું ખાતે જન્મ (1969)
*
* બંગાળી શિક્ષણવિદ, લેખક અને સંપાદક નલિની દાસનો જન્મ (1916)
*
* પદ્મ ભૂષણથી સન્માનિત મહારાષ્ટ્રનાં ભીષ્માચાર્ય ‘દાદાસાહેબ’ દત્તોપંતનો જન્મ (1890)
*
* માઇક્રોવેવ ટેકનોલોજીમાં 180 જેટલી શોધો કરનાર અને એફએમ રેડિયો એન્ટેનાનાં શોધક એલ્ડ્રયું આલ્ફોર્ડનો રશિયામાં જન્મ (1904)
લાંબી રેન્જનાં રડાર અને વિમાનોની સલામતી માટેનાં વિવિધ સંશોધનોમાં તેનું મોટું યોગદાન છે
* મહાન ગણિતશાસ્ત્રી નિલ્સ હેનરિક અબેલનો નોર્વેમાં જન્મ (1802)
* તમિલ ફિલ્મ નિર્માતા અને અભિનેતા કે. બાલાજીનો જન્મ (1934)
*
* હિન્દી ફિલ્મ ફાઇનાન્સર, વીઆઇપી ફિલ્મ્સ હેઠળ વિતરક, ઉદ્યોગપતિ અને વેપારી ભરત શાહનો જન્મ (1944)
*
* હિન્દી ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા, મોડલ અને ઉદ્યોગસાહસિક વત્સલ શેઠનો મુંબઈમાં જન્મ (1980)
*
* બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી અને મોડલ જેનેલિયા ડિસોઝાનો મુંબઈમાં જન્મ (1987)
તેમના લગ્ન અભિનેતા રિતેશ દેશમુખ સાથે 2012માં થયા છે
* ભોજપુરી ફિલ્મોમાં સક્રિય અભિનેતા અવધેશ મિશ્રાનો જન્મ (1969)
*
* હિન્દી ટેલિવિઝન અભિનેત્રી મહિમા મકવાણાનો જન્મ (1999)
*
>>>> મનોરથ માણસને સમર્થ બનાવે છે. જો માણસજાત ઇચ્છાઓ ના કરે તો જગત ઠપ્પ થઇ જાય. ઇચ્છામાં સારી કે ખરાબ હોતી નથી. પણ ઇચ્છા ને રોકવી એ ખરાબ છે. એક બાજુ આપણે એમ કહીએ છીએ કે મન હોય તો માળવે જવાય. અને બીજી તરફ કહીએ છીએ મન ચંગા તો કથરોટમાં ગંગા ! ઇચ્છાના આટાપાટા ખરેખર અટપટા છે. ખ્વાહીશ કયારેય અધુરી ના રાખવી. પણ મજા એ છે કે અતૃપ્તિ એ જ એનો પડછાયો છે. એટલે કે આપણે કરેલી તમામ ખેવનાઓ પરિપુર્ણ થાય એવું બનતું નથી. આ અસંતોષ જ પ્રગતિનો પથ બને છે.
સંકલન : વિજય એમ. ઠક્કર