tiger-tiger-burning-bright-0001

બોલીવૂડ ફિલ્મ અભિનેતા ટાઈગર શ્રોફ (જય હેમંત) નોઆજે જન્મદિવસ

આજના દિવસની વિશેષતા

તા. 2 માર્ચ : તારીખ તવારીખ
સંકલન : વિજય ઠક્કર (આણંદ)

બોલીવૂડ ફિલ્મ અભિનેતા ટાઈગર શ્રોફ (જય હેમંત) નો આજે જન્મદિવસ 

બોલીવૂડ ફિલ્મ અભિનેતા ટાઈગર શ્રોફ (જય હેમંત)નો મુંબઈ ખાતે જન્મ (1990)
તેની લોકપ્રિય ફિલ્મોમાં બાગી, હીરોપંતી, વૉર વગેરે છે 
તેના પિતા અભિનેતા જેકી શ્રોફ બૉલીવૂડના વિખ્યાત અભિનેતા છે

* હિન્દી ફિલ્મ સંગીતકાર કલ્યાણજી - આનંદજી પૈકીના અને 'પદ્મશ્રી'થી સન્માનિત સંગીતકાર આનંદજી વિરજી શાહનો કચ્છ જિલ્લામાં જન્મ (1933)
આ સંગીતકાર જોડી હિન્દી ફિલ્મોના સંગીત માટે નેશનલ એવોર્ડ અને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત થઈ છે.
તેમની યાદગાર ફિલ્મોમાં સરસ્વતી ચંદ્ર, કોરા કાગઝ, મુકદર કા સિકંદર, કુરબાની, ડૉન, સુહાગ, પૂરબ ઔર પશ્ચિમ, જોની મેરા નામ, ઉપકાર, ધર્માત્મા, ત્રિદેવ વગેરે છે 

* સ્વાતંત્ર્ય સેનાની, પ્રથમ મહિલા રાજ્યપાલ, કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ સરોજીની નાયડુનું અવસાન (1949)

* પદ્મ ભૂષણથી સન્માનિત જ્યોતિષ સુર્ય નારાયણ વ્યાસનો મધ્ય પ્રદેશના ઉજૈન ખાતે જન્મ (1902)

* જેમ્સ બોન્ડની ભૂમિકા ભજવનાર હોલિવૂડ ફિલ્મોના અભિનેતા ડેનિયલ ક્રેગનો ઈંગ્લેન્ડ ખાતે જન્મ (1968)

* હિન્દી ફિલ્મ નિર્માતા અને વિતરક ગુલશન રાયનો લાહોર ખાતે જન્મ (1924)
નિર્માતા તરીકે તેમની યાદગાર ફિલ્મોમાં દિવાર, ડ્રિમગર્લ, ત્રિશુલ, વિધાતા, યુધ્ધ, મોહરા, ગુપ્ત વગેરે છે 

* રશિયાના રાષ્ટ્રપતિ રહેલા મિખાઈલ ગોર્બાચોવનો જન્મ (1931)

* અમેરિકામાં ભારતીય મૂળના રાજકીય આગેવાન (કોંગ્રેસમેન) અને ડૉક્ટર અમી બેરા (અમરીશ બાબુલાલ બેરા)નો અમેરિકામાં જન્મ (1965)

* હિન્દી ફિલ્મોના અભિનેત્રી પૂર્ણિમા (પૂર્ણિમાદાસ વર્મા)નો મુંબઈ ખાતે જન્મ (1932)
તેમના પરિવારના દિગ્દર્શક મહેશ ભટ્ટ (ભત્રીજો) અને અભિનેતા ઈમરાન હાશમી (પૌત્ર) સહિત અનેક વ્યક્તિઓ ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા છે 

* નેશનલ અને ફિલ્મફેર સહિત અનેક એવોર્ડ દ્વારા સન્માનિત હિન્દી અને દક્ષિણ ભારતની ચાર પ્રાદેશિક ભાષાની ફિલ્મોના સંગીતકાર વિદ્યાસાગરનો આંધ્ર પ્રદેશ રાજ્યમાં જન્મ (1963)

* હિન્દી અને દક્ષિણ ભારતની પ્રાદેશિક ભાષાની ફિલ્મોના અભિનેતા, ગાયક, લેખક અને પત્રકાર રાજનનો ચેનૈઈ ખાતે જન્મ (1963)

* ભારતના ક્રિકેટ ખેલાડી અજીત વાડેકર એ (ન્યૂઝીલેન્ડ સામે) 143 રન નોંધાવ્યા, જે કોઈ ડાબોડી બેટ્સમેન દ્વારા કરવામાં આવેલ સૌથી મોટો સ્કોર હોવાનો રેકોર્ડ બન્યો (1968)
જે 24 વર્ષ બાદ વિનોદ કામ્બલીએ 224 રન કરતા તુટ્યો હતો
કરાંચીમાં જન્મેલ પાકિસ્તાનની ટેસ્ટ ક્રિકેટ ટીમના પ્રથમ હિન્દુ ખેલાડી (વિકેટકીપર) અનિલ દલપત સોનાવારીયા પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ મેચ (ઈંગ્લેન્ડ સામે) રમ્યા (1984) 

* ઈરફાન ખાન, વિપિન શર્મા, નવાઝુદીન સિદકી અને માહી ગિલ અભિનિત 'પાનસિંગ તોમર' ફિલ્મ રજૂ થઈ (2012)
દિગ્દર્શક : તિગ્માંશુ ધુલિયા 
સંગીત : અભિષેક રાય
ઈન્ડિયન આર્મીના સૈનિક અને એથલીટ, જે પછી બળવાખોર બન્યાની રિયલ સ્ટોરી સાથેની આ એક બાયોપીક ફિલ્મ છે 

* ભારત દેશની પ્રથમ સરકારી કંપનીનો ઔપચારિક આરંભ થયો (1952)Page Break