બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટનો આજે જન્મદિવસ
આજ કલ ઓર આજ
તા. 15 માર્ચ : 15 March
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટનો આજે જન્મદિવસ
બોલિવૂડના આજના સૌથી વધુ રકમ લેતા અભિનેત્રી આલિયા ભટ્ટનો મુંબઈ ખાતે જન્મ (1993)
તેમના પિતા દિગ્દર્શક મહેશ ભટ્ટ અને માતા સોની રાઝદાન છે
તેમની યાદગાર ફિલ્મોમાં સ્ટુડન્ટ ઓફ ધ યર, 2 સ્ટેટ્સ, બદરીનાથ કી દુલ્હનિયા, હાઈવે, રાઝી, ગંગુબાઈ કાઠિયાવાડી વગેરે છે
* ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર અને સાહિત્ય અકાદમી એવૉર્ડથી સન્માનિત લેખિકા સુનેત્રા ગુપ્તાનો કોલકાતા ખાતે જન્મ (1965)
*
* ડૉ. રેડ્ડી લેબોરેટરી કંપનીના સ્થાપક અને ભારતના ઉદ્યોગપતિ કે. એ. રેડ્ડીનું હૈદરાબાદ ખાતે અવસાન (2013)
*
* ભારતીય બેન્કર અને કોટક મહિન્દ્રા બેંકના એક્ઝિક્યુટિવ વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ઉદય કોટકનો મુંબઈ ખાતે જન્મ (1959)
ઇન્ડિયા ટુડે એ સૌથી શક્તિશાળી ભારતીય વ્યક્તિઓની યાદીમાં ૨૦૧૭માં તેમને ૮મે ક્રમાંકે મુક્યા હતા
* ભારતીય ગાંધીવાદી અને લેખક નારાયણ દેસાઈનું સુરત ખાતે અવસાન (2015)
ગુજરાતી સાહિત્યમાં યોગદાન માટે તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો
ભારતીય જ્ઞાનપીઠ દ્વારા અપાતો ૧૮મો મૂર્તીદેવી પુરસ્કાર તેમને તેમના લોકપ્રિય સર્જન ‘મારું જીવન એજ મારી વાણી’ માટે મળ્યો હતો, જે મહાત્મા ગાંધીના જીવન, ફિલસૂફી અને કાર્યો પર આધારીત છે
તેમના પુસ્તક અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ માટે નર્મદ સુવર્ણ ચંદ્રક અને તેમના પિતા મહાદેવ દેસાઈના જીવનવૃત્તાંત માટે તેમને ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.
* બોલિવૂડ અને પંજાબી ફિલ્મોના ખૂબ સફળ સંગીતકાર, લેખક અને ગાયક યો યો હની સિંગ (હિરદેશ સિંગ)નો જન્મ (1983)
*
* ફિલ્મફેર એવોર્ડ દ્વારા સન્માનિત સંવાદ લેખક અને સાહિત્યકાર રાહી માસુમ રઝાનું મુુંબઈ ખાતે અવસાન (1992)
તેમણે દુરદર્શનની બી. આર. ચોપરાની મહાભારત શ્રેણી માટે સંવાદ લખ્યા હતા
* ભારતના પ્રથમ મહિલા પાયલોટ સરલા ઠકરાલનું અવસાન (2009)
1936માં 21 વર્ષની વયે લાયસન્સ મેળવ્યું હતું
* દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી (1996-98) અને કેન્દ્રીય મંત્રી રહેલા સાહેબસિંગ વર્માનોનો જન્મ (1943)
*
* ગુજરાતી ટૂંકી વાર્તા લેખક, નવલકથાકાર અને વિવેચક મોહન પરમારનો મહેેેસાણા જિલ્લામાં જન્મ (1948)
તેમણે સાહિત્ય અકાદમી એવોર્ડ, ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર, સંત કબીર એવોર્ડ અને પ્રેમાનંદ સુવર્ણ ચંદ્રક મેળવેલ છે
* બહુજન સમાજ પાર્ટીના સ્થાપક કાંશીરામનો જન્મ (1934)
*
* ફિલ્મફેર એવોર્ડ દ્વારા સન્માનિત હિન્દી અને પંજાબી ફિલ્મોના ગીતકાર વર્મા મલિકનું મુંબઈ ખાતે અવસાન (2009)
તેમની યાદગાર ફિલ્મોમાં પહેચાન, બેઈમાન, યાદગાર, શોર, રોટી કપડા ઔર મકાન, જાની દુશ્મન, નાગીન, હુકુમત વગેરે છે
* પાકિસ્તાનના શ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેન સાબિત થયેલા (48 ટેસ્ટ અને 75 વન ડે રમનાર) મોહસીન ખાનનો જન્મ (1955)
*
* હિન્દી, મરાઠી અને કન્નડ ફિલ્મોના ગાયિકા ક્રિષ્ના કાલ્લેનું મુંબઈ ખાતે અવસાન (2015)
*
* પદ્મશ્રી અને દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત ભારતના મહાન પહેલવાન અને કોચ ગુરુ હનુમાનનો જન્મ (1901)
*
* પ્રોફેશનલ બોક્સિંગના ખેલાડી કવિતા દેવીનો હરિયાણા રાજ્યમાં જન્મ (1983)
*
* બોલિવૂડ ફિલ્મોના અભિનેતા અને નિર્માતા અભય દેઓલનો મુંબઈ ખાતે જન્મ (1976)
*
* બંગાળી અને હિન્દી ફિલ્મો અને ટીવી અભિનેતા જીસુ સેનગુપ્તાનો કોલકાતા ખાતે જન્મ (1977)
*
* 300 જેટલી મલયાલમ ફિલ્મો માટે સંગીત આપનાર જી. દેવરાજનનું ચેનૈઈ ખાતે અવસાન (2006)
*
* ક્રિકેટ વર્લ્ડકપની મેચમાં દક્ષિણ આફ્રિકા એ ભારતને ૬ વિકેટથી હરાવ્યુ (1992)
મેચ વરસાદના કારણે 30 ઓવરની થઈ અને ભારતના 180 રનના જવાબમાં દક્ષિણ આફ્રિકા એ ૫ બોલ વહેલા 181 કરી મેચ જીતી લીધી હતી
* વિશ્ચ ગ્રાહક અધિકાર દિવસ *
*
>>>> પ્રેમનું ગણિત અટપટું છે. વ્યવહારિક જગતમાં ય જેને માટે અનેક પ્રકારે ભોગ આપ્યો હોય એ લોકો વિશ્વાસભંગ કરે છે. તુટેલા સંબંધને રેણ થઇ શકતું નથી. ઉમાશંકર કહે છે તેમ 'માનવી ના હૈયા ને નંદવાતાં વાર શી...' સામાપક્ષે સમગ્ર માણસજાતનો વહીવંચો જોઇએ તો વિશ્વાસે અનેક વહાણો ચાલ્યાના પુરાવા પણ મોજુદ છે.
સંકલન : વિજય ઠક્કર (આણંદ)