b1a5d8c25f2e4ccec9a3115389043e03

દાદાના હુલામણા નામથી જાણીતા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલી નો આજે જન્મદિવસ

આજ કલ ઓર આજ 

તા. 8 જુલાઈ : 8 JULY 
તારીખ તવારીખ : વિજય એમ. ઠક્કર 

દાદાના હુલામણા નામથી જાણીતા  ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલી નો આજે જન્મદિવસ

પદ્મશ્રીથી સન્માનિત ભારતીય ક્રિકેટર, કોમેન્ટર અને ભારતની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટન રહેલ સૌરવ ગાંગુલી (દાદા)નો કલકત્તામાં જન્મ (1972)
હાલમાં ભારતના ક્રિકેટ બોર્ડના વર્તમાન પ્રમુખ અને વિઝડન ભારતના સંપાદકીય બોર્ડના અધ્યક્ષ છે
તે ‘ગૉડ ઓફ ધ ઓફ સાઈડ’ તરીકે પણ જાણીતાં છે, રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી જેવી ક્ષેત્રીય ટુર્નામેન્ટમાં સારા પ્રદર્શન બાદ ગાંગુલીએ રાષ્ટ્રીય ટીમ તરફથી 1992માં વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝ સામે અને 1996માં ટેસ્ટ ક્રિકેટમાં પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી
ટેસ્ટ કારકિર્દીમાં તેણે કુલ ૧૧૩ મેચમાં ૭૨૧૨ બનાવ્યા હતા. એકદિવસીય મેચમાં તેણે ૧૧,૦૦૦થી વધુ રન બનાવ્યા છે
ક્રિકેટ વર્લ્ડ કપ- 1999 માં તેમણે રાહુલ દ્રવિડ સાથે 318 રનની ભાગીદારી કરી હતી, જે વર્લ્ડ કપ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સર્વાધિક એકંદર ભાગીદારીનો સ્કોર છે
તે સચિન તેંડુલકર અને ઇન્ઝમામ ઉલ હક પછી, 10,000 રનની સીમાચિહ્ન પાર કરનાર ઇતિહાસના ત્રીજા બેટ્સમેન છે

* જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિન્ઝો આબે (67), નારા સિટીમાં ચૂંટણી પ્રચાર નિમિત્તે ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેત્સુયા યામાગામી (41)એ 10 મીટર દૂરથી ગોળીબાર કરી હત્યા કરી (2022)

આબે સૌથી લાંબા સમય માટે 2006થી 2007 અને 2012 થી 2020 સુધી જાપાનના પ્રધાનમંત્રી રહ્યા 

* ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)નાં સહ-સ્થાપક અને પશ્ચિમ બંગાળ રાજ્યનાં મુખ્ય પ્રધાન તરીકે (1977થી 2000) સેવા આપનાર જ્યોતિ બાસુનો કલકતામાં જન્મ (1914)

* ભારતના આઠમા વડાપ્રધાન તરીકે (1990-91) સેવા આપનાર ચંદ્ર શેખરનું દિલ્હી ખાતે અવસાન (2007)

* હિન્દી ફિલ્મોમાં અભિનેત્રી નીતુ સિંઘનો દિલ્હીમાં જન્મ (1958)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે દો કલીયા, વારિસ, પવિત્ર પાપી અને અભિનેત્રી તરીકે ખેલ ખેલ મે, રફૂ ચક્કર, દિવાર, કભી કભી, પરવરીશ, અમર અકબર એંથની, કસ્મે વાદે, ધ ગ્રેટ ગેબ્લર, કાલા પથ્થર, ધ બર્નિંગ ટ્રેન, લવ આજ કલ, બેશરમ, દો દુની ચાર વગેરે છે 
તેમના લગ્ન અભિનેતા રિશી કપૂર સાથે 1980માં થયા હતા અને દીકરો રણબીર કપૂર લોકપ્રિય બૉલીવુડ અભિનેતા છે

* ભારતમાં દિલ્હી ખાતે (1940) જન્મ અને પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડી (1 ટેસ્ટ રમનાર) રહ્યા બાદ અમ્પાયર (18 ટેસ્ટ અને 40 વનડે) બનેલ જાવેદ અખ્તરનું અવસાન (2016)

અમ્પાયર તરીકે ભારત સામે સાહિવાલ ખાતે 1978-79ની વિવાદાસ્પદ ODIનો સમાવેશ થાય છે
ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની હેડિંગલી ટેસ્ટ દરમિયાન તેમની સામે પક્ષપાત અને મેચ ફિક્સિંગના આરોપો થયા હતા જેને અખ્તરે નકારી કાઢતા તેને "માનવ ભૂલો" ગણાવી હતી

* અંગ્રેજી સાહિત્યમાં ઉત્કૃષ્ટ કાવ્યરચનાઓમાં નોંધપાત્ર પ્રદાન આપનાર અંગ્રેજી કવિયત્રી પરસી બીશ શેલીનું અવસાન (1822) 

* અંગ્રેજી ભાષાની નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓના ભારતીય અધ્યાત્મશાસ્ત્ર લેખક રાજા રાવનું અમેરિકામાં અવસાન (2006)

* ગુજરાતી સાહિત્યમાં હળવી શૈલીનાં ઉત્કૃષ્ટ હાસ્ય નિબંધસંગ્રહો આપનાર લેખક ચીનુભાઇ ભોગીલાલ પટવા ઉર્ફે ‘ફિલસુફ’નું અવસાન (1969)
ચા પીવાના શોખીન પટવાની ‘ચા પીતાં પીતાં’ની શ્રેણી તેમજ ‘પાન સોપારી’ની શ્રેણી વર્તમાનપત્રોમાં ભારે લોકપ્રિય નીવડી હતી 

* વન્યજીવન ફોટોગ્રાફર અને ચિત્રકાર એમ.ડી. પરાશરનો જન્મ (1961)

* સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કોંકણી કવિ, નિબંધકાર, વિવેચક, વક્તા અને કોંકણી ભાષા કાર્યકર્તા મેલ્વીન રોડ્રિગ્સનો મેંગ્લોર ખાતે જન્મ (1962)

* ભારતીય ફિલ્મ અભિનેત્રી અને દિગ્દર્શક રેવતીનો કોચી ખાતે જન્મ (1966)

* પંજાબી, હિન્દી અને ગુજરાતીમાં ગાયિકા, ગીતકાર અને સંગીતકાર જસલીન રોયલનો લુંઘીયાણા ખાતે જન્મ (1991)

* હિન્દી, તમિલ અને તેલુગુ -ભાષાની ફિલ્મોમાં અભિનેત્રી અને મોડલ મીરા ચોપરાનો દિલ્હી ખાતે જન્મ (1983)

* હિન્દી ટેલિવિઝન અભિનેત્રી રિચા સોનીનો બિહારના મુઝફરપુર ખાતે જન્મ (1985)

>>>> પ્રોબ્લેમથી દૂર ભાગવું એક એવી આવડત છે જે બધામાં ન હોય. જીવનમાં સફળતા પૂર્વક સમસ્યાઓની ઉપેક્ષા કરવી એ સૌથી મોટી સિદ્ધિ બનતી જાય છે. દેખવુંય નહીં ને દાઝવુંય નહિ. દરેક માણસ બીજા કોઈ માણસ માટે ખોટો હોય છે. લોકો કામ અને જવાબદારીના બોજમાં એટલા દબાઈ જાય છે કે જીવવાનું ભૂલી જાય છે. જીવનને બરબાદ કરવાના કારણોમાં પ્રથમ એ કે હંમેશાં બીજા લોકો ન કહે ત્યાં સુધી આપણા હોવાનો અર્થ નથી. તો પછી શું કરાય અને શું ન કરાય તેની ચિંતામાં અડધા થઈને શું કામ જીવવું? મોજ-મસ્તીમાં રહો. મજા ન આવતી હોય તો શાંતિ શું કામની? 

સંકલન : વિજય એમ. ઠક્કર