IMG_20240128_053646

ગુજરાતી કવિ રાજેન્દ્ર કેશવલાલ શાહનો આજે જન્મદિવસ

આજ કલ ઓર આજ 

તા. 28 જાન્યુઆરી : 28 January 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

ગુજરાતી કવિ રાજેન્દ્ર કેશવલાલ શાહનો આજે જન્મદિવસ

જ્ઞાનપીઠથી પુરસ્કૃત ગુજરાતી કવિ રાજેન્દ્ર કેશવલાલ શાહનો ખેડા જિલ્લાનાં કપડવંજમાં જન્મ (1913)
તેમનુ ‘કુમાર સુવર્ણ ચંદ્રક’ (1947), ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ (1956), ‘શાંત કોલાહલ’ માટે ‘રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી’ દિલ્હીનાં ઍવોર્ડ (1963), ગુજરાતી સાહિત્ય પરિષદનાં ઍવોર્ડ (1980), ‘નરસિંહ મહેતા ઍવોર્ડ' (1999માં ), ‘ધ્વનિ’ કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર (2001)થી સન્માન કરવામાં આવ્યું
* ‘પદ્મશ્રી’, ‘પદ્મભૂષણ’ અને ‘પદ્મ વિભૂષણ’ પુરસ્કારથી સન્માનિત પરમાણુ ભૌતિકશાસ્ત્રી, સાહિત્ય અને ફિલસૂફીનાં વિદ્વાન રાજા રમન્નાનો કર્ણાટક રાજ્યનાં તમ્કુરમાં જન્મ (1925)
શાંતિસ્વરૂપ ભટ્ટનાગર પુરસ્કાર (1963) થી સન્માનિત રાજા રમન્નાને અણુ વિજ્ઞાનનો વિકાસ કરવામાં યોગદાન આપવામાં ભારતનાં શાંતિપૂર્ણ પરમાણુ વિસ્ફોટ પ્રયોગ છે

* ભારતીય લશ્કરનાં પ્રથમ ભારતીય કમાન્ડર-ઇન-ચીફ, ફિલ્ડ માર્શલ સર કોડાદેરા ‘કીપ્પર’ મડપ્પા કારિઅપ્પાનો કર્ણાટક રાજ્યનાં કોડાગુ ખાતે જન્મ (1899)

* ‘પદ્મશ્રી’, ‘પદ્મભૂષણ’ અને ‘પદ્મ વિભૂષણ’ પુરસ્કારથી સન્માનિત ક્લાસિકલ ગાયક પંડિત જસરાજનો હરિયાણાના ફતેહાબાદ ખાતે જન્મ (1930)

* ‘દાદાસાહેબ ફાળકે પુરસ્કાર’થી સન્માનિત હિન્દી ફિલ્મ દિગ્દર્શક અને અભિનેતા સોહરાબ મોદીનું અવસાન (1984)
તેમણે તાનારીરી (ગુજરાતી) ફિલ્મમાં પણ દિગ્દર્શન અને અભિનય કર્યો હતો
તેઓએ મિનરવા મૂવિટોન ફિલ્મ કંપનીનાં નેજા હેઠળ 37 ફિલ્મ કરી
ભારતની પહેલી ટેક્નિકલ ફિલ્મ ‘ઝાંસી કી રાની’ તેમણે બનાવી અને ‘પુકાર’ અને ‘ધ ગ્રેટ મુઘલ’ તેમની સીમાસ્તંભ ફિલ્મો રહી

* 'પંજાબ કેસરી’ તરીકે ઓળખાતા ક્રાંતિવીર લાલા લજપતરાયનો પંજાબનાં મોગા જિલ્લાનાં દુધિકે ગામમાં જન્મ (1865)
લાલ, બાલ અને પાલની ત્રિપુટી પૈકીના લાલા લજપતરાય વકીલ હતા

* લતા મંગેશકરના અવાજની સૌથી નજીક ગણાતા હિન્દી ફિલ્મોના ગાયિકા સુમન કલ્યાણપુરનો બાંગ્લાદેશના ઢાકા ખાતે જન્મ (1937)

* ન્યૂઝીલેન્ડ સામે રમતા સુરીન્દર અમરનાથ એ પોતાની કેરિયરની પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી (1976)
આ સાથે પિતા (લાલા અમરનાથ) અને પુત્ર બંનેએ પોતાની કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી હોવાનો કિર્તિમાન રચાયો, જે હજી પણ અણનમ રહ્યો છે
 
* ભારતના ક્રિકેટ ખેલાડીઓ સુરીન્દર અમરનાથ સાથે દિલીપ વેંગસરકર અને સઈદ કિરમાણી પોતાની કેરિયરની પ્રથમ ટેસ્ટ રમવા (ન્યૂઝીલેન્ડ ખાતેના) મેદાનમાં ઉતાર્યા, જે ટેસ્ટ સુનિલ ગાવસ્કરની કપ્તાન તરીકે પહેલી મેચ બની (1976)

* લાહોરમાં જન્મેલ અને બોલિવૂડ ફિલ્મ સંગીતકાર ઓ.પી.નૈયર (ઓમકારપ્રસાદ નૈયર)નું મુંબઈ ખાતે અવસાન (2007)

* બોલિવૂડ અને દક્ષિણ ભારતની ફિલ્મોના અભિનેત્રી શ્રુતિ હસન નો ચેનૈઈ ખાતે જન્મ (1986)

* ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ (2007-12) નિકોલસ સરકોઝીનો પેરિસ ખાતે જન્મ (1955)

* ભારતના ક્રિકેટ ખેલાડી (4 ટેસ્ટ અને 1 વન ડે રમનાર) પોચી ક્રિષ્નામૂર્તિનું અવસાન (1999)

* મુંબઈમાં જન્મેલ અને પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડી (4 ટેસ્ટ રમનાર) મોહમ્મદ મુનાફનું અવસાન (2020)

* વિવેચક અને સંપાદક જયંત સુખલાલ કોઠારીનો રાજકોટમાં જન્મ (1930) 
તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રકાશન ‘ગુજરાતી સાહિત્યકોશ’નાં સંપાદક તરીકે સેવા આપી હતી