Nelson-Mandela-Birthday

સાઉથ આફ્રિકાના ગાંધી નેલ્સન મંડેલા ને ભારત રત્ન અને નોબેલ શાંતિ પુરસ્કારથી કરાયા હતા સન્માનિત

આજ કલ ઓર આજ 

તા. 10 મે : 10 May 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

સાઉથ આફ્રિકાના ગાંધી નેલ્સન મંડેલા ને ભારત રત્ન અને નોબેલ શાંતિ પુરસ્કારથી કરાયા હતા  સન્માનિત  

આજના દિવસ નેલશન મંડેલા દક્ષિણ આફ્રિકા ના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા (1994)

તેઓ પ્રથમ અસ્વેત રાષ્ટ્રપતિ છે 
મંડેલા પ્રથમ એક એવા વિદેશી શખ્સ હતાં, જેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યાં. તેમજ નેલ્સન મંડેલાને નોબેલ શાંતિ પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યાં હતા. 5 ડિસેમ્બર 2013ના રોજ 95 વર્ષની વયે નેલ્સન મંડેલાનું નિધન થયું હતું. મંડેલાએ દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વાળી સરકારની બદલે એક લોકતાંત્રિક બહુજાતીય સરકાર બનાવવા માટે લાંબો સંઘર્ષ કર્યો હતો. આ આંદોલનને કારણે 27 વર્ષ સુધી તેમણે જેલમાં રહેવાની નોબત આવી પડી હતી. તેમને કૅપટાઉન પાસે એક જેલમાં રાખવામાં આવ્યા હતાં. જ્યારે તે બહાર આવ્યાં ત્યારે સંપૂર્ણ જીત સાથે આવ્યાં હતા, અને તે આફ્રિકાના પહેલા રાષ્ટ્રપતિ બન્યા હતાં. 

* ઉર્દૂ શાયર અને હિન્દી ફિલ્મ ગીતકાર કૈફી આઝમીનું મુંબઈ ખાતે અવસાન (2002)
તેમને હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ઉર્દૂ સાહિત્ય લાવનાર તરીકે યાદ કરવામાં આવે છે
તેમના પત્ની શૌક્ત આઝમી અને દીકરી શબાના આઝમી ફિલ્મ અભિનેત્રી રહ્યાં છે 

* ગુજરાતી લેખક, કવિ, અને કટારલેખક અનિલ ચાવડાનો જન્મ (1985)
તેમનું સાહિત્ય એકેડેમી દ્વારા યુવા પુરસ્કાર -2014, શયદા એવોર્ડ 2010, ગુજરાત સાહિત્ય એકેડેમીએ 2013માં યુવા ગૌરવ પુરષ્કાર અને રાજીવ પટેલ એવોર્ડથી સન્માન થયું છે

* ભારતના ક્રિકેટ ખેલાડી (2 ટેસ્ટ અને 19 વનડે રમનાર) વિજય દહીંયાનો દિલ્હી ખાતે જન્મ (1973)

* પદ્મશ્રી, અર્જુન એવોર્ડથી સન્માનીત ભારતીય હોકી ખેલાડી અને કેપ્ટન રહેલા ઇગ્નેસ (ઇગ્નેશિયસ) ટિર્કીનો ઓડિશા રાજ્યમાં જન્મ (1981)
તે ઈન્ડિયન આર્મીમાં કમિશન્ડ ઓફિસર તરીકે પણ સેવા આપે છે

* ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને મુસ્લિમ લીગના ભૂતપૂર્વ પ્રમુખ તથા જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના સ્થાપકોમાંના એક મુખ્તાર અહેમદ અંસારીનું અવસાન (1936)

* સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત અને અંગ્રેજીમાં લખતા ભારતીય સાહિત્યકાર નયનતારા સેહગલનો ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રયાગરાજ ખાતે જન્મ (1927)

* હિન્દી અને બંગાળી ફિલ્મોના સંગીતકાર, ગાયક અને અભિનેતા પંકજ મલિકનો કોલકાતા ખાતે જન્મ (1905)

* રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દ્વારા સન્માનિત કન્નડ અભિનેત્રી ઉમાશ્રીનો જન્મ (1957)

* સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત સાહિત્યકાર પી. કે. ચંદ્રનનો કેરાલા રાજ્યમાં જન્મ (1952)

* રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત તેલુગુ ફિલ્મોના ગાયિકા અને વોઇસ આર્ટિસ્ટ સુનિતાનો આંધ્ર પ્રદેશ રાજ્યમાં જન્મ (1978)

* હિન્દી ફિલ્મ અભિનેતા મેક મોહનનું મુંબઈ ખાતે અવસાન (2010)

* બૉલીવુડ ફિલ્મ અભિનેત્રી રિષિતા ભટ્ટનો મુંબઈ ખાતે જન્મ (1981)

* ભારતની વસ્તી 1 અબજ થઇ (2000) 

>>>> આજે જ્યારે સમય અને સંજોગો બદલાઈ રહ્યા છે અને આધુનિકતાનો પવન ફૂંકાઈ રહ્યો છે તેવા સંજોગોમાં પુરાણા મૂલ્યો પણ આધુનિકતાના સંદર્ભમાં બદલાવા જોઈએ અને તે નવું રુપ ધારણ કરવા જોઈએ. પણ આ નવું રુપ એવું હોવું જોઈએ કે જે પ્રાચીનતાનો સમન્વય અર્વાચીન સાથે કરે. આજની યુવાપેઢી દંભ વગરની છે અને તેની પાસે નવા નવા વિચારો અને આઇડિયા છે.

સંકલન : વિજય ઠક્કર (આણંદ)