ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા સ્મિતા પાટીલે ન્યૂઝ રીડર તરીકે કામ કર્યું હતું, આજે છે તેમની પુણ્યતિથિ
આજના દિવસની વિશેષતા
આજે તા. ૧૩ ડિસેમ્બર
Today-13 December
તારીખ તવારીખ
સંકલન : વિજય ઠક્કર (આણંદ)
બોલીવુડ અભિનેત્રી સ્મિતા પાટીલની આજે પુણ્યતિથિ
હિન્દી સિનેમાની જાણીતી એક્ટ્રેસ સ્મિતા પાટીલની આજે પુણ્યતિથિ છે. 13 ડિસેમ્બર 1986ના રોજ માત્ર 31 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.
સ્મિતા પાટિલ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શિવાજીરાવની પુત્રી હતી તેમણે 80થી વધુ ફિલ્મમાં કામ કર્યું હતું
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા સ્મિતા પાટીલે ન્યૂઝ રીડર તરીકે કામ કર્યું હતું
‘ભૂમિકા’ અને ‘ચક્ર’ ફિલ્મોની ભૂમિકા માટે એમને બે વાર રાષ્ટ્રીય પુરસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો
‘ચક્ર’ ફિલ્મ માટે તેઓ ‘ફિલ્મફેર એવૉર્ડ’થી સન્માનિત થયાં હતાં
ઈ.સ.1985માં તેઓ ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’થી સન્માનિત થયાં હતાં
સ્મિતા પાટીલે રાજ બબ્બર સાથે લગ્ન કર્યા હતાં અને પુત્ર પ્રતિકને જન્મ આપ્યાનાં 2 અઠવાડિયામાં જ તેમનું અવસાન થયું હતું
* ઈઝરાયેલમાં યોજાયેલી મિસ યુનિવર્સ 2021 સ્પર્ધામાં ભારતની હરનાઝ સંધુ પ્રથમ આવી અને ક્રાઉન વિજેતા બની છે (2021)
આ અગાઉ આ સન્માન માત્ર લારા દત્ત 2000માં અને 1994માં સુસ્મિતા સેન મેળવી વિજેતા બન્યા છે
* ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પારિકરનો જન્મ (1955)
તેમની 3 વખત 2000, 2012 અને 2017માં મુખ્યમંત્રી પદે વરણી થઈ હતી
* કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષ વર્ધનનો દિલ્હી ખાતે જન્મ (1954)
* દક્ષિણ ભારતના ફિલ્મ અભિનેત્રી લક્ષ્મી (મુળનામ : વાય. વી. મહાલક્ષ્મી)નો જન્મ (1952)
* તેલુગુ અભિનેતા વેંકટેશ દગ્ગુબાટીનો ચેન્નઈ ખાતે જન્મ (1960)
* આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડી કોર જેમ્સ એન્ડરસનનો ન્યુઝીલેન્ડમાં જન્મ (1990)
તે પોતાની કારકિર્દીમાં 13 ટેસ્ટ, 49 વન ડે અને 31 ટી20 મેચ રમ્યા છે
* અભિનેત્રી સ્મિતા પાટીલનું માત્ર એકત્રીસ વર્ષની નાની ઉંમરે અવસાન (1986)
સ્મિતા પાટીલના અવસાન બાદ તેમની મહત્વની ભૂમિકા સાથેની કુલ 17 ફિલ્મો રિલીઝ થઈ હતી
* ગુજરાતના જાણીતા રેડીઓ કલાકાર - અધિકારી - લેખિકા વસુબેન ભટ્ટનું અવસાન (2020)
જન્મ વસુબહેન રામપ્રસાદ શાસ્ત્રી રૂપે ૨૩ માર્ચ, ૧૯૨૪ના રોજ વડોદરામાં થયો હતો. તેમના પિતાશ્રી વડોદરા રાજ્યના સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના રાજકીય સચિવ હતા.
તેમણે પોતાનું નામ ‘વસુબહેન’ જ રાખ્યું. પિતાજી કે પતિની અટક સાથે લેવાનું તેમણે ટાળ્યું અને એકવાર સાહિત્ય પરિષદની ચૂંટણીમાં તેમણે પોતાનું પૂરું નામ ‘વસુબહેન’ આપ્યું. ચૂંટણી આયોજકોને તે અધૂરું લાગ્યું અને તેમનું આવેદનપત્ર રદ કર્યું. પછી વસુબહેને કાયદાકીય રીતે સાબિત કર્યું હતું કે માત્ર ‘વસુબહેન’ એ પૂરતું પૂરું નામ છે. પરિષદે તેમને કારોબારીમાં સમાવીને ભૂલ સુધારી હતી.
૧૯૪૯માં તેઓ આકાશવાણીમાં જોડાયાં હતાં. પછી તેઓ અમદાવાદ, રાજકોટ અને વડોદરા રેડિયો સ્ટેશનના ડિરેક્ટર બન્યાં હતાં. સુરતમાં વિવિધ ભારતી માટે તેમની નિમણૂંક થઇ હતી