જુલાઇ મહિનાને દેશભરમાં કિસાન માસ તરીકે ઉજવશે બેંક ઑફ ઇંડિયા
જુલાઇ મહિનાને દેશભરમાં કિસાન માસ તરીકે ઉજવશે બેંક ઑફ ઇંડિયા
બેંક ઑફ ઇંડિયા કિસાન માસ દરમ્યાન અલગ અલગ ગામના ખેડૂતોના સમૂહો સાથે સંગોષ્ઠી કરીને બેંકની વિભિન્ન ખેડૂત લક્ષી યોજનાની વિગતો આપીને તેઓને ટર્મ લોન, કિસાન વાહન, ખેતીનાં યાંત્રિકીકરણ, સૂક્ષ્મ સિંચાઇ, કિસાન ઘર, કિસાન તત્કાલ લોન નો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે
આણંદ
બેંક ઑફ ઇંડિયા છેલ્લા 117 વર્ષ થી દેશ તેમજ વિદેશના ગ્રાહકો ની સેવામાં સતત કાર્યરત ભારત સરકારની અગ્રણી અંતરરાષ્ટ્રીય બેંક છે જે ભારત સિવાય વિશ્વના અનેક દેશોમાં પણ શાખાઓ ધરાવે છે. બેંક ઑફ ઇંડિયા દ્વારા શહેરથી લઇને ગ્રામ્ય વિસ્તારોમાં રોકાણકારો તેમજ ઋણધારકો ને અલગ-અલગ યોજનાઓ વડે ઉત્કૃષ્ટ સેવાઓ આપી રહી છે. તેમજ બેંક ઑફ ઇંડિયા દ્વારા સરકાર ની વિવિધ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, અટલ પેંશન, પ્રધાનમંત્રી મુદ્રા યોજનાઓ ઉપર શહેરથી લઇને ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ સફળતાપૂર્વક કાર્ય કરી રહી છે. આ સિવાય બેંક દ્વારા મહિલાઓ દ્રારા સંચાલિત અનેક સ્વયં સહાયતા સમૂહોને આર્થિક સહાયતા પ્રદાન કરીને મહિલા સશક્તિકરણની દિશામાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે. સરકાર દ્વારા રજુ કરવામાં આવેલ સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત ખાતાઓ ખોલીને બેંક દ્વારા કન્યાઓના ઉજ્જવળ ભવિષ્યની દિશામાં સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલ કદમ ની સાથે કદમ મિલાવેલ છે. સાથે-સાથે બેંકે સ્ટાર્ટ અપ ઇંડિયા, મેક ઇન ઇંડિયા, સ્ટેન્ડ અપ ઇંડિયા જેવી સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓમાં સિંહફાળો આપીને આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને મૂર્તિમંત કરવા ઉદ્યોગકારો તથા નવા ઉદ્યોગ સાહસિકોને સમર્થન અને સહાય પૂરી પાડી છે. બેંકના મેનેજિંગ ડિરક્ટર તથા સીઈઓ શ્રી રજનીશ કર્નાટકના કુશળ નેતૃત્વમાં હાલમાં જ બેંક ઑફ ઇંડિયાએ તેના કુલ મિક્સ કારોબાર 12 લાખ કરોડ રૂપિયા ના વિક્રમી આંકડાને આંબી જઇને ભારત સરકારની સૌથી મજબૂત અને સૌથી વિશ્વસનીય બેંક તરીકે પોતાનું સ્થાન સુનિશ્ચિત કરીને પોતાની સિદ્ધિઓમાં એક વધુ મોરપીંછ ઉમેર્યું છે. બેંક ઑફ ઇંડિયા હાલમાં દેશ અને વિદેશમાં વસતા પોતાના લાખો ગ્રાહકો ની નિષ્ઠાપૂર્વક સેવા કરી રહી છે.
દેશના ખેડૂતને આર્થિક રીતે સશક્ત બનાવીને તેના જીવન ધોરણને ઉંચું લાવવાના હેતુથી તથા સ્વ. લાલ બહાદુર શાસ્ત્રીના જય જવાન જય કિસાન મંત્રને મૂર્તિમંત કરવાના ઉદ્ધેશ્યથી બેંકના મેનેજિંગ ડિરક્ટર તથા સીઈઓ શ્રી રજનીશ કર્નાટકના કુશળ નેતૃત્વમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બેંક ઑફ ઇંડિયામાં જુલાઇ મહિનાને દેશભરમાં કિસાન માસ તરીકે ઉજવવાનો નિર્ણય કરવામાં આવેલ છે. તેમાંય 19 જુલાઇના રોજ કિસાન દિવસ આવતો હોઇ કિસાન માસની ઉજવણીનું મહત્વ વધી જાય છે.
બેંક ઑફ ઇંડિયા દ્વારા જુલાઇ માસમાં ઉજવવામાં આવનાર કિસાન માસ અંગે માહિતી આપતાં બેંક ઑફ ઇંડિયા, વડોદરા ઝોનના ઝોનલ મેનેજર શ્રી અજય કડુ એ જણાવ્યું હતું કે સમગ્ર જુલાઇ મહિના દરમ્યાન ઉજવવામાં આવનાર કિસાન માસ દરમ્યાન અલગ અલગ ગામના ખેડૂતોના સમૂહો સાથે સંગોષ્ઠી કરીને બેંકની વિભિન્ન ખેડૂત લક્ષી યોજનાની વિગતો આપીને તેઓને ટર્મ લોન, કિસાન વાહન, ખેતીનાં યાંત્રિકીકરણ, સૂક્ષ્મ સિંચાઇ, કિસાન ઘર, કિસાન તત્કાલ લોન નો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને લોન સંવિતરણ કેમ્પ પણ યોજવામાં આવશે. આ મિટિંગમાં બિયારણ, ફર્ટિલાઇજર, ખેતી વિષયક ઓજારો અને મશીનરી ના વિક્રેતા, ટ્રેક્ટરના ડિલરો તથા સ્વયં સહાયતા સમૂહોને પણ આમંત્રિત કરાશે. શ્રી કડુ એ જણાવ્યું કે જિલ્લાના દરેક ગામની ગ્રામપંચાયતોમાં પણ આ પ્રકારના કાર્યક્રમોનું મોટા સ્તરે આયોજન હાથ ધરીને બેંક ઑફ ઇંડિયા દ્વારા ઉજવવામાં આવી રહેલ કિસાન માસને લોકોપયોગી બનાવવામાં આવશે. શ્રી કડુ એ જિલ્લાના તમામ ખેડૂતોને બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઉજવવા માં આવી રહેલ કિસાન માસની ઉજવણીમાં સહભાગી થવા અપીલ કરેલ છે.