1u5cs9o_asrani-_625x300_02_August_22

હિંદી તથા ગુજરાતી ચલચિત્રના જાણીતા અભિનેતા અસરાની નું ખરું નામ ગોવર્ધન છે. તેમનો આજે જન્મદિવસ છે

આજના દિવસની વિશેષતા

તારીખ તવારીખ 

સંકલન : વિજય એમ. ઠક્કર

આજે તા. 1 જાન્યુઆરી 

Today Dt. 1 JANUARY 

HAPPY NEW YEAR

બૉલીવુડ અભિનેતા (ગોવર્ધન) અસરાનીનો આજે જન્મદિવસ

અસરાની એ એક જાણીતા હિંદી તથા ગુજરાતી ચલચિત્ર અભિનેતા છે. તેમનું ખરું નામ ગોવર્ધન અસરાની છે. તેમનો જન્મ ૧ જાન્યુઆરી ૧૯૪૧ના રોજ જયપુરમાં થયો હતો. એમની પત્ની પણ એક અભિનેત્રી છે જેનું નામ મંજુ બંસલ છે. એમના પુત્રનું નામ નવીન અસરાની છે જે અમદાવાદમાં દંતચિકિત્સક તરીકે પ્રેકટીસ કરે છે. તેમણે મુખ્ય નાયક તરીકે, હાસ્ય કલાકાર તરીકે, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ઘણાં ગુજરાતી તથા હિંદી ચલચિત્રોમાં અભિનય કર્યો છે. અસરાની આજે પણ ફિલ્મોમાં સક્રિય છે. 350 જેટલી ફિલ્મોમાં અભિનય સાથે તેમણે ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે
હિન્દી ફિલ્મોમાં હાસ્ય કલાકાર (1966 થી 2013), હીરોના નજીકના મિત્ર તરીકે સહાયક અભિનેતા (1972-94), કેરેક્ટર એક્ટર તરીકે (1985 થી 2012)ની ભૂમિકા ભજવી અને છ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું ને ચલા મુરારી હીરો બનને અને સલામ મેમસાબ જેવી કેટલીક હિન્દી ફિલ્મોમાં, મુખ્ય મુખ્ય હીરોની ભૂમિકા ભજવી તેમણે ગુજરાતી ફિલ્મોમાં 1972 થી 1984 દરમિયાન મુખ્ય નાયકની ભૂમિકા ભજવી હતી

* સ્વતંત્રતાસેનાની, પ્રખર રાષ્ટ્રવાદી, ચરિત્રલેખક, ડાયરીલેખક, અનુવાદક અને મહાત્મા ગાંધીજીનાં અંગત મંત્રી મહાદેવભાઈ દેસાઈનો સુરત જિલ્લાનાં સરસ ગામમાં જન્મ (1892)

* 'પદ્મ વિભૂષણ’થી સન્માનિત ભારતીય ભૌતિકશાસ્ત્રી સત્યેન્દ્રનાથ બોઝનો કોલકાત્તામાં જન્મ (1894)

* હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાનો જન્મ (1935)

* કેન્દ્રીય મંત્રી જ્યોતિદરાય સિંધિયાનો મુંબઈ ખાતે જન્મ (1971)

* ઉર્દૂ શાયર અને બૉલીવુડ ફિલ્મ ગીતકાર રાહત ઈન્દોરી (કુરેશી)નો ઈન્દોર ખાતે જન્મ (1950)

* બૉલીવુડ ફિલ્મ ગીતકાર ઈન્દીવર (શ્યામલાલ બાબુ રાય)નો ઝાંસી ખાતે જન્મ (1924) 
તેમને મલ્હાર (1951)થી ઓળખ મળી, જ્યાં તેમણે "બડે અરમાનો સે રખા હૈ બલમ તેરી કસમ..." લખ્યું અને ત્યારબાદ તેમણે ચાર દાયકાથી વધુની કારકિર્દીમાં 300 થી વધુ ફિલ્મોમાં એક હજારથી વધુ ગીતો લખ્યા

* પોતાના સુપર 30 પ્રોગ્રામ માટે વિખ્યાત ભારતના ગણીતના ટીચર આનંદ કુમારનો પટના ખાતે જન્મ (1973)

* ભારત સરકાર દ્વારા લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવૉર્ડથી સન્માનિત તસવીરકાર પ્રાણલાલ પટેલનો જન્મ (1910)

* ભારત સરકારમાં વિદેશ મંત્રાલયના પૂર્વ કેબિનેટ મંત્રી, વરિષ્ઠ વકીલ, લેખક, કાયદાના શિક્ષક અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડાયેલા રાજકારણી સલમાન ખુરશીદ આલમ ખાનનો જન્મ (1953) 

* ભારતીય સેનાના જવાન, દોડવીર અને પછી બાગી બનેલ પાનસિંગ તોમરનો જન્મ (1932)

* પદ્મશ્રીથી સન્માનિત હિન્દી અને મરાઠી સિનેમામાં અભિનેતા, લેખક અને ફિલ્મ નિર્માતા નાના પાટેકર (વિશ્વનાથ પાટેકર)નો મહારાષ્ટ્ર રાજ્યમાં જન્મ (1951)
ભૂતપૂર્વ ભારતીય પ્રાદેશિક આર્મી અધિકારી નાના પાટેકરને ભારતીય સિનેમાના શ્રેષ્ઠ અને પ્રભાવશાળી અભિનેતાઓમાંના એક તરીકે ગણવામાં આવે છે અને 1990 ના દાયકાની ઘણી વ્યાપારી રીતે સફળ ફિલ્મોમાં તેમના અભિનય માટે ટીકાકારોની પ્રશંસા મેળવી છે
પાટેકરને તેમના અભિનય માટે ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને ચાર ફિલ્મફેર પુરસ્કારો પ્રાપ્ત થયા છે, 1988 માં એકેડેમી એવોર્ડ-નોમિનેટેડ સલામ બોમ્બેમાં અભિનય કર્યો ને તેમણે પ્રહારઃ ધ ફાઈનલ એટેક (1991) માં અભિનય સાથે દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી છે 

* હિન્દી ફિલ્મ અને ટીવી અભિનેતા પરિક્ષિત સહાનીનો પાકિસ્તાનમાં જન્મ (1944)

* બૉલીવુડ ફિલ્મોના દિગ્દર્શક અને કેનેડામાં વસવાટ કરી ફિલ્મો આપનાર દિપા મહેતાનો અમૃતસર ખાતે જન્મ (1950)

* પદ્મશ્રી, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને છ ફિલ્મફેર પુરસ્કારથી સન્માનિત બૉલીવુડ ફિલ્મ અભિનેત્રી વિદ્યા બાલનનો જન્મ (1979)

* બૉલીવુડ ફિલ્મ અભિનેત્રી સોનાલી બેન્દ્રનો જન્મ (1975)

* હિન્દી ફિલ્મ અભિનેત્રી શકીલાનો અફઘાનિસ્તાનમાં જન્મ (1935)

* હિન્દી ટીવી અભિનેત્રી રૂપલ પટેલનો જન્મ (1975)

* આપણે જે કેલેન્ડરને અનુસરીએ છીએ તેની શરૂઆત 1 જાન્યુઆરી ઈ.સ.પૂર્વે 46થી થઈ હતી. અને 1582માં ગ્રેગોરિયન કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું અને લિપયરનો સમાવેશ કરવામાં આવ્યો

* બ્રિટિશ સરકારે ઇન્ડિયન સ્ટેન્ડર્ડ સિસ્ટમ સ્વીકારી (1906)

* મહાત્મા ગાંધીને દક્ષિણ આફ્રિકામાં તેમના કાર્ય માટે વાઈસરોય દ્વારા 'કેસર-એ-હિંદ' પુરસ્કાર આપવામાં આવ્યો (1915)

* વાઘને ભારતના રાષ્ટ્રીય પ્રાણી તરીકે પસંદ કરવામાં આવ્યો (1972)

* જાપાન પછી સિંગાપોર એશિયામાં બીજો વિકસિત દેશ બન્યો (1996)

*  કલકત્તાનું સત્તાવાર નામ બદલીને કોલકાતા કરવામાં આવ્યું (2001)