પદ્મવિભૂષણ, દાદાસાહેબ ફાળકે એવોર્ડ અને સાત વખત ફિલ્મફેર શ્રેષ્ઠ મહિલા પ્લેબેક એવોર્ડથી સન્માનિત લોકપ્રિય પાશ્ર્વગાયિકા આશા ભોંસલેનો મહારાષ્ટ્રમાં જન્મ (1933)
આજે તા. 8 સપ્ટેમ્બર
Today : 8 SEPTEMBER
આજના દિવસની વિશેષતા
તારીખ તવારીખ
વિશ્વ સાક્ષરતા દિન
સંકલન : વિજય એમ. ઠક્કર
* પદ્મવિભૂષણ, દાદાસાહેબ ફાળકે એવોર્ડ અને સાત વખત ફિલ્મફેર શ્રેષ્ઠ મહિલા પ્લેબેક એવોર્ડથી સન્માનિત લોકપ્રિય પાશ્ર્વગાયિકા આશા ભોંસલેનો મહારાષ્ટ્રમાં જન્મ (1933)
આશા ભોંસલે સ્વરનું વૈવિધ્ય ધરાવતાં ગાયિકા છે અને તેમણે ફિલ્મ મ્યુઝિક ઉપરાંત પોપ, ગઝલ, ભજન અને ભારતીય ક્લાસિકલ મ્યૂઝિક, લોકગીતો, કવ્વાલી, રવિન્દ્ર સંગીત વગેરે જેવી વિશાળ રેન્જમાં પોતાનાં કંઠનો જાદુ દર્શાવ્યો છે
છેલ્લા રેકોર્ડ મુજબ એમણે 14 જેટલી ભાષામાં 12,000થી વધુ ગીતો ગાયા છે
અલી અખ્તર ખાન સાથેનાં એમનાં આલબમ ‘લીગસી’ બદલ તેમનું ઈ.સ.1997માં ગ્રેમી એવોર્ડ માટે નોમિનેશન થયું હતું
* દાદા સાહેબ ફાળકે એવોર્ડ અને મરણોપરાંત ‘ભારતરત્ન’થી સન્માનિતથી સન્માનિત ગીતકાર, સંગીતકાર, ગાયક, કવિ અને ફિલ્મ નિર્માતા ભૂપેન હજારિકા (‘સુધાકંઠા’)નો આસામ રાજ્યમાં જન્મ (1926)
તેમણે હિન્દી સિનેમા દ્વારા રાષ્ટ્રીય સ્તરે અસમ અને ઉત્તરપૂર્વ ભારતની સંસ્કૃતિ અને લોકસંગીત રજૂ કર્યા
કોમી એકતા, વૈશ્વિક ન્યાય અને માનવતાભર્યાં તેમનાં ગીતો માટે પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ, સંગીત નાટક અકાદમી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતાં
ભૂપેન હજારિકાના જાદુઈ અવાજથી ઓ ગંગા તુ બહતિ કયો હૈ... અને દિલ હૂમ હૂમ કરે... જેવાં અનેક ગીતોએ લોકોના દિલોમાં કાયમ માટે સ્થાન મેળવ્યું છે
* હોકીનાં મહાન ભારતીય ખેલાડીઓમાંના એક રૂપસિંહનો મધ્યપ્રદેશનાં જબલપુરમાં જન્મ (1908)
રૂપસિંહનો હોકી પ્રત્યેનો લગાવ મોટાભાઈ ધ્યાનચંદનાં કારણે કેળવાયો હતો અને ભાઈ ધ્યાનચંદ સાથે રૂપસિંહનો હોકીનાં મેદાનમાં ગઝબનો તાલમેલ રહેતો હતો
તેઓ અમેરિકાનાં લોસ એન્જલસમાં ઓલિમ્પિક 1932 અને જર્મનીનાં બર્લિન ઓલિમ્પિક 1936ની ભારતીય હોકી ટીમનાં સભ્ય હતાં
* નોબેલ વિજેતા નાટ્યકાર અને ઑકીટન સાહિત્યનાં લેખક ફેડરિક મિસ્ત્રલનો ફ્રાંસમાં જન્મ (1830)
* અર્જુન એવોર્ડથી સન્માનિત ભારતના બેડમિન્ટન ખેલાડી પારુપલ્લી કશ્યપનો હૈદરાબાદ ખાતે જન્મ (1986)
* ભારતીય જિમનાસ્ટ વિવેક મિશ્રાનો ઉત્તર પ્રદેશના અલ્હાબાદ ખાતે જન્મ (1986)
* ઉદ્યોગસાહસિક, હિન્દી ફિલ્મ નિર્માતા અને પરોપકારી રોની સ્ક્રુવાલાનો મુંબઈ ખાતે જન્મ (1962)
* ઉદ્યોગસાહસિક, પરોપકારી અને શિક્ષણવિદ પ્રસાદ વી. પોટલુરી (પીવીપી)નો વિજયવાડા ખાતે જન્મ (1970)
* નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત બંગાળી સિનેમામાં ફિલ્મ નિર્દેશક અને સંગીત નિર્દેશક સંદિપ રેનો કોલકાતા ખાતે જન્મ (1953)
* થિયેટર, ફિલ્મ અને ટેલિવિઝનના અભિનેતા સબ્યસાચી ચક્રવર્તીનો કોલકાતા ખાતે જન્મ (1956)
* સંગીત નિર્માતા અને સંગીતકાર પ્રશાંત પિલ્લઈનો પુના ખાતે જન્મ (1981)
* મરાઠી ફિલ્મ અને હિન્દી ટીવી અભિનેત્રી, એમસી અને દિગ્દર્શક માનવા નાઈકનો મુંબઈ ખાતે જન્મ (1983)
* કન્નડ, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં અભિનેતા કબીર દુહાન સિંહનો ફરિદાબાદ ખાતે જન્મ (1986)
* હિન્દી ટેલિવિઝન અને ફિલ્મ અભિનેત્રી રીમ શેખનો મુંબઈ ખાતે જન્મ (2003)
* વિશ્વ સાક્ષરતા દિન *