રાજકારણ ઉપરાંત પ્રસિદ્ધ ક્રિકેટર, કમેંટેટર કીર્તિ આઝાદનો આજે જન્મદિવસ (૧૯૫૯)
આજના દિવસની વિશેષતા
આજે તા. 2 જાન્યુઆરી
Today : 2 January
તારીખ તવારીખ
સંકલન : વિજય ઠક્કર (આણંદ)
રાજકારણ ઉપરાંત પ્રસિદ્ધ ક્રિકેટર કમેંટેટર કીર્તિ આઝાદ નો આજે જન્મદિવસ (૧૯૫૯)
કીર્તિવર્ધન ભાગવત ઝા આઝાદને કીર્તિ આઝાદના નામથી ઓળખવામાં આવે છે. ક્રિકેટ, ખેલાડી અને રાજનેતા છે. તેમનો જન્મ બિહાર પૂર્ણિયામાં થયો હતો, જો કે દિલ્હીમાં તેમણે પોતાનો અભ્યાસ કર્યો. રાજકારણ ક્ષેત્રે તેમણે બિહારના દરભંગા ચૂંટણી ક્ષેત્રથી ભાજપની ટીકિટ પર ચૂંટણી લડી અને જીત હાંસલ કરી. જો કે 18 ફેબ્રુઆરી 2019ના રોજ તેમણે ભાજપ છોડી કોંગ્રેસ જોઈન્ટ કરી લીધી. રાજકારણ ઉપરાંત તેઓ પ્રસિદ્ધ ક્રિકેટ કમેંટેટર પણ છે. તેઓ હંમેશા વિવિધ સામાજીક પ્રવૃતિઓમાં જોડાયેલા રહે છે. તેઓ કર્મ સામાજીક કલ્યાણ સંગઠનના સંસ્થાપક અને સભ્ય છે. તેમના ક્રિકેટ કેરિયરના સ્વર્ણિમ સમયની વાત કરીએ તો 1983 વિશ્વકપ ઉપરાંત તેઓ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વિરુદ્ધ અનેક ઉલ્લેખનીય રમત રમ્યા બાદ તેઓ લોકપ્રિય બન્યા હતા.
*ઈલેક્ટ્રીક ઘડિયાળનાં શોધક એલેકઝાન્ડર બેનનું અવસાન (1877)
* ખેડા જિલ્લાનાં કપડવંજમાં જન્મેલ અને જ્ઞાનપીઠથી પુરસ્કૃત ગુજરાતી કવિ રાજેન્દ્ર કેશવલાલ શાહનું મુંબઈ ખાતે અવસાન (2010)
તેમનુ ‘કુમાર સુવર્ણ ચંદ્રક’ (1947), ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ (1956), ‘શાંત કોલાહલ’ માટે ‘રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી’ દિલ્હીનાં ઍવોર્ડ (1963), ગુજરાતી સાહિત્ય પરિષદનાં ઍવોર્ડ (1980), ‘નરસિંહ મહેતા ઍવોર્ડ' (1999માં ), ‘ધ્વનિ’ કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર (2001)થી સન્માન કરવામાં આવ્યું
* સુનિલ ગાવસ્કર એવા પ્રથમ ખેલાડી બન્યા કે જેમણે ત્રણ વખત એકજ ટેસ્ટ મેચમાં ડબલ સેંચુરી બનાવી હોય (1979)
* ભારતના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર રમણ લાંબાનો ઉત્તરપ્રદેશનાં મેરઠ શહેરમાં જન્મ (1960)
તેમણે બેટ્સમેન તરીકે 4 ટેસ્ટ અને 32 વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી
તેઓ બાંગ્લાદેશમાં ઢાકા પ્રીમિયર લીગમાં જોડાયાં અને લોકપ્રિય બન્યાં હતાં
‘દિ ડોન ઑફ ઢાકા’ તરીકે પ્રખ્યાત રમણ લાંબા નજીકમાં ફિલ્ડિંગ કરતી વખતે હેલ્મેટનો ઉપયોગ ન કરવા માટે જાણીતા હતાં, આ બેદરકારીની ટેવ તેમનાં મૃત્યુનું કારણ બની અને તા. 20 ફેબ્રુઆરી, 1998નાં રોજ ઢાકા બાંગબંધુ સ્ટેડિયમ ખાતે રમતા ફોરવર્ડ શોર્ટલેગ પર બોલ માથામાં વાગ્યો અને 23 ફેબ્રુઆરી, 1998નાં રોજ અવસાન થયું
* ગુજરાત રાજ્યનાં ગૌરવ પુરસ્કારથી સન્માનિત પ્રખ્યાત સંગીતકાર દિલીપ ધોળકિયાનું અવસાન (2011)
* ગુજરાતી સાહિત્યકારનાં પ્રસિદ્ધ વિદ્વાન, વિવેચક, કવિતાશિક્ષક અને યુગપ્રભાવક કવિ બળવંતરાય કલ્યાણરાય ઠાકોરનું મુંબઈમાં અવસાન (1952)
* ઉપનામ ‘બેફામ’થી જાણીતાં ગુજરાતી લેખક, કવિ અને ગઝલકાર બરકતઅલી ગુલામઅલી વિરાણીનું મુંબઈમાં અવસાન (1994)
* ભારતના વિદ્યાર્થી આગેવાન કનૈયા કુમારનો બિહાર રાજ્યમાં જન્મ (1987)
* જાણીતા ગુજરાતી સાહિત્યકાર પ્રહલાદ પારેખનું અવસાન (1962)
* ફિલ્મ અને ટીવી અભિનેતા અલી ફઝલ (1987) અભિનેત્રી ગોપીકા પૂર્ણિમા (1982) નો જન્મ