1001468371

આણંદ મહાનગરપાલિકાનું દબાણ હટાવ અભિયાન જારી..

આણંદ મહાનગરપાલિકાનું દબાણ હટાવ અભિયાન જારી..

આણંદ સ્ટેશન રોડ અને વિદ્યાનગર રોડ પરના લારી ગલ્લાના દબાણો દૂર કરાયા

આણંદ ટુડે | આણંદ,
 આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જાહેર રસ્તાઓ ઉપર ખોટી રીતે અને લોકોને અગવડ પડે તે રીતે મૂકવામાં આવતા લારી ગલ્લા ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય તે રીતે મૂકવા માટે જાણ કરવામાં આવે છે. 

આમ છતાં પણ સ્ટેશન રોડ મોટી શાકમાર્કેટ પાસે ફ્રુટનો ધંધો કરતા લારીવાળાઓ લોકોને અગવડ પડે તે રીતે, ટ્રાફિક થાય તે રીતે અને લોકોને નડતરરૂપ થાય તે રીતે જાહેર રસ્તાઓ ઉપર દબાણ કરીને લારીઓ ઊભા રહેતા હોય છે. 

આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ઓચિંતી રીતે ચેકિંગ કરતા જે લારીઓ વાળા લોકોને નડે તે રીતે અને જાહેર રસ્તા ઉપર લારીઓ મૂકવામાં આવી હતી, તે એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવી છે, તેવી જ રીતે વિદ્યાનગર રોડ ઉપર એ પી સી સર્કલ પાસે ખાઉધરી ગલી પાસે પણ લોકોને અડચણરૂપ થાય તે રીતે લારી ગલ્લા અને ખુરશીઓ મૂકવામાં આવેલી નજરે ચડતા તે પણ એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવી છે. 

સરકારી જગ્યા ઉપર ખોટી રીતે લોકોને નડતરરૂપ થાય તે રીતે અને ટ્રાફિક ની સમસ્યા થાય તે રીતે મૂકવામાં આવેલ લારી ગલ્લાઓ ને જપ્ત કર્યા બાદ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે, તેમ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા જણાવાયું છે. 

વધુમાં આણંદ મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈપણ લારી ગલ્લાવાળા અને વેપાર ધંધો કરતા લોકો જાહેર રસ્તાઓ ઉપર લોકોને અડચણરૂપ  થાય તે રીતે, ટ્રાફિકની સમસ્યા ઊભી થાય તે રીતે લારી ગલ્લાઓ ઊભા રાખવા નહીં, અન્યથા કાયદાની જોગવાઈને  આધિન મનપા ની ટીમ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. 
***