10 વર્ષના સંઘર્ષ બાદ ફિલ્મ 'કયામત સે કયામત તક'નું 'પાપા કહેતે હૈ બડા નામ કરેગા' નું સુપરહિટ ગીત આપ્યું અને ભાગ્ય બદલાયું,
આજના દિવસની વિશેષતા
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર
Today - 1 DECEMBER
આજે- તા. 1 ડિસેમ્બર
બોલીવુડ ફિલ્મોમાં પ્લેબેક સિંગર ઉદિત નારાયણનો આજે જન્મદિવસ
90ના દાયકામાં ઉદિત નારાયણ નો મધુર અવાજ બધાને દિવાના બનાવી દેતો હતો, તે સમયે તે રોમેન્ટિક ગીતોનો બાદશાહ માનવામાં આવતો હતો. ઉદિત નારાયણનો જન્મ 1 ડિસેમ્બર 1955ના રોજ બિહારના સુપૌલમાં થયો હતો. તેમનો જન્મ મૈથિલી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. આજે ઉદિત નારાયણ નોજન્મદિવસ છે.
* ડબલ ટ્રેપ અને ટ્રેપમાં નિષ્ણાત ભારતીય સ્પોર્ટ શૂટર મનશેર જોય સિંઘનો જન્મ (1965)
* હિન્દી ફિલ્મ અભિનેતા અને મોડલ સૌરભ રાજ જૈનનો જન્મ (1985)
* ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા, સમાજ સુધારક, પત્રકાર અને ફિલસૂફીના પ્રસિદ્ધ અનુયાયી કાકા કાલેલકરનો જન્મ (1885)
* ભારતીય સ્વતંત્રતા સેનાની, પત્રકાર, લેખક, ક્રાંતિકારી, ભારતની કામચલાઉ સરકારમાં રાષ્ટ્રપતિ રહેલ મહેન્દ્ર પ્રતાપ સિંહનો જન્મ (1886)
* ભારતીય સેનાના અધિકારી અને પરમવીર ચક્ર પ્રાપ્તકર્તા મેજર શૈતાન સિંહ ભાટીનો જન્મ (1924)
* ભારતીય સામાજિક કાર્યકર મેધા પાટકરનો જન્મ (1954)
* ફિઝિયોલોજી, જીનેટિક્સ, ઇવોલ્યુશનરી બાયોલોજી અને ગણિતમાં તેમના કાર્યો માટે જાણીતા બ્રિટિશ-ભારતીય વૈજ્ઞાનિક જ્હોન બર્ડન સેન્ડરસન હેલ્ડેનનું અવસાન (1964)
* ભારતીય સ્વતંત્રતા સેનાની અને રાજકારણી સુચેતા કૃપાલાનીનું અવસાન (1974)
* ભારતીય રાજદ્વારી અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે ચૂંટાયેલ વિજયા લક્ષ્મી પંડિતનું અવસાન (1990)
* ભારતીય કાર્ટૂનિસ્ટ, પત્રકાર અને લેખક અટ્ટુપુરાથુ મેથ્યુ અબ્રાહમ (અબુ)નું અવસાન (2002)
* ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા અને ઓડિશાના મુખ્ય પ્રધાન રહેલ હેમાનંદ બિસ્વાલનો જન્મ (1939)
* આસામના રાજ્યપાલ રહેલ અને ભાજપ અને આરએસએસના સભ્ય જગદીશ મુખીનો જન્મ (1942)