IMG_20230419_195834

ચારૂસેટ સ્થિત ઈન્દુકાકા ઇપ્કોવાળા ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટનો 17મો વાર્ષિકોત્સવ સંપન

ચારૂસેટ સ્થિત ઈન્દુકાકા ઇપ્કોવાળા ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટનો 17મો વાર્ષિકોત્સવ સંપન

ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટીમાં ફૂટબોલમાં ચેમ્પિયનશિપ જીતવા બદલ 3 વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત

વિદ્યાર્થીઓ,35 ફેકલ્ટીઓ અને 3 વહીવટી કર્મચારીઓને ઉત્કૃષ્ટ કામગીરી બદલ એવોર્ડ એનાયત 

ચાંગા
ચાંગા સ્થિત વિશ્વવિખ્યાત ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારૂસેટ) સંલગ્ન ઈન્દુકાકા ઇપ્કોવાળા ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (IIIM)ના 17મા વાર્ષિકોત્સવની ઉજવણી  કરવામાં આવી હતી. આ વાર્ષિકોત્સવમાં ચારૂસેટ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો આર. વી. ઉપાધ્યાય, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના ઇન્ચાર્જ ડીન ડો. રેશ્મા સાબલે,  IIIM ના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. બિનિત પટેલ, ફેકલ્ટી ઓફ હ્યુમનિટીઝના ડીન ડો. ભાસ્કર પંડ્યા, ફેકલ્ટી, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.  
આ પ્રસંગે 36 વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે ઝળહળતી સિદ્ધિ બદલ રેન્ક 1, 2 અને 3 સ્ટ્રીમ વાઈઝની કેટેગરીમાં રોકડ પુરસ્કારો અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. 48 વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને સહ-અભ્યાસક્રમ અને અભ્યાસક્રમ પ્રવૃત્તિઓમાં સંસ્થાકીય સ્તરે ભાગ લેવા માટે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટીમાં ફૂટબોલમાં ચેમ્પિયનશિપ જીતવા બદલ 3 વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. 
વિદ્યાર્થીઓના બિઝનેસ અને મેનેજમેન્ટ-સંબંધિત કૌશલ્યો વિકસાવવા માટે "પ્રબંધન" ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેના માટે સંસ્થાના ચીફ પેટ્રોન શ્રી દેવાંગભાઈ પટેલ ઇપ્કોવાળાએ સહભાગીઓ અને વિજેતાઓ માટે વિવિધ કોઈન પ્રદાન કર્યા હતા  જે અંતર્ગત  44 વિદ્યાર્થીઓને ગોલ્ડ પ્લેટેડ કોઈન સાથે પ્રોડક્ટ/ફૂડ કેટેગરીમાં પ્રથમ ક્રમ આપવામાં આવ્યો હતો.  44 વિદ્યાર્થીઓને ગંગા જમુના કોઈન સાથે પ્રોડક્ટ/ફૂડ કેટેગરીમાં દ્વિતીય ક્રમ આપવામાં આવ્યો હતો.  37 વિદ્યાર્થીઓને ચાંદીના કોઈન સાથે પ્રોડક્ટ/ફૂડ કેટેગરીમાં ત્રીજો ક્રમ આપવામાં આવ્યો હતો. પ્રબંધનમાં ભાગ લેનાર 91 વિદ્યાર્થીઓને ચાંદીના નાના કોઈન આપવામાં આવ્યા હતા.
35 ફેકલ્ટીઓ અને 3 વહીવટી કર્મચારીઓને (ICSSR પ્રોજેક્ટ ગ્રાન્ટ, પીએચડી ડિગ્રી, પ્રકાશિત પેટન્ટ, અને સંશોધન પેપર પ્રકાશનો અને પ્રબંધન ઇવેન્ટ) તેમજ સમગ્ર વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.