AnandToday
AnandToday
Friday, 06 Nov 2026 18:30 pm
AnandToday

AnandToday

ત્રણ ક્ષેત્રે કાઠું કાઢ્યા બાદ હવે ગુજરાતી સિનેમામાં ડૉ. કલ્પેશ પટેલની ધમાકેદાર એન્ટ્રી

રાજકારણથી પત્રકારત્વ અને હવે ગુજરાતી સિનેજગતમાં નામના મેળવવા સજ્જ ડૉ. કલ્પેશ પટેલ

 ‘એ સિને મીડિયા ફિલ્મ્સ’ના નેજા હેઠળ ફિલ્મ નિર્માણ ક્ષેત્રે નવી ઇનિંગ્સનો પ્રારંભ

આણંદ ટુડે | આણંદ

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ચીખલોડ ગામના વતની અને સરખેજ (અમદાવાદ) ખાતે જન્મેલા ડૉ. કલ્પેશ પટેલે જીવનમાં વિવિધ ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. રાજકારણથી કારકિર્દીની શરૂઆત કરી પત્રકારત્વમાં પોતાની પ્રતિભાનો પરિચય આપ્યા બાદ હવે તેઓ ગુજરાતી ફિલ્મ નિર્માણ ક્ષેત્રે નવી ઇનિંગ્સ શરૂ કરવા જઈ રહ્યા છે.

રાજકારણ અને કલમથી કેમેરા સુધીની સફર 

હાલ આણંદને પોતાની કર્મભૂમિ બનાવનાર ડૉ. કલ્પેશ પટેલ નમસ્કાર ગુજરાત દૈનિકના મેનેજિંગ તંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. સાથે જ અમદાવાદ સ્થિત સિને મીડિયા ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે પણ કાર્યરત છે. હવે તેમણે 'એ સિને મીડિયા ફિલ્મ્સ' નામે ફિલ્મ પ્રોડક્શન કંપનીની સ્થાપના કરી અને IMPPA (ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશન)માં રજિસ્ટ્રેશન કરાવી ફિલ્મ નિર્માતા તરીકે ગુજરાતી સિનેજગતમાં પ્રવેશ કર્યો છે.
ડૉ. કલ્પેશ પટેલની શૈક્ષણિક સફર પણ વિશેષ રહી છે. ધોરણ 10 બાદ ITIમાં MMVનો અભ્યાસ, ત્યારબાદ ધોરણ 12 અને કોલેજનું શિક્ષણ પૂર્ણ કરી પત્રકારત્વ વિષયમાં ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરી છે. શિક્ષણ અને અનુભવના સમન્વય સાથે તેમણે ગુજરાતના અનેક શહેરોમાં કાર્ય કરીને પોતાની કાર્યક્ષમતા સાબિત કરી છે.
પત્રકારત્વ ક્ષેત્રે તેમણે ગુજરાત સમાચાર દૈનિક, સમભાવ, દિવ્ય ભાસ્કર અને ગુજરાત મિત્ર જેવા અખબારોમાં પત્રકાર તથા બ્યુરો ચીફ તરીકે સેવાઓ આપી છે. આ ઉપરાંત ન્યૂઝ ઓનલાઈન ગ્રૂપના તંત્રી અને ન્યૂઝ ઓબ્ઝર્વર સાપ્તાહિકના મેનેજિંગ તંત્રી તરીકે પણ કામગીરી કરી છે. કપડવંજ પ્રેસ ક્લબના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળવા ઉપરાંત વિવિધ એવોર્ડ શો અને સન્માન સમારોહનું સફળ આયોજન કરી પોતાની સંગઠનશક્તિનો પરિચય આપ્યો છે.
રાજકીય ક્ષેત્રે પણ તેઓ સક્રિય રહ્યા છે. ભાજપ તરફથી કપડવંજ તાલુકા પંચાયતની 21-વડોલ બેઠકના સભ્ય તરીકે ચૂંટાઈને લોકસેવાની કામગીરી કરી હતી. સાથે ખેડા જિલ્લા ભાજપ મીડિયા સેલના સહ-કન્વીનર તરીકે પણ જવાબદારી નિભાવી હતી.
ગુજરાતી આલ્બમ સોંગમાં અભિનેતા અને નિર્માતા તરીકે પણ તેમણે અનુભવ મેળવ્યો છે. હવે ફિલ્મ નિર્માણના ક્ષેત્રે ઔપચારિક પ્રવેશ સાથે તેમની કારકિર્દીમાં નવું પ્રકરણ ઉમેરાયું છે. રાજકારણ, પત્રકારત્વ, સંગીત અને હવે સિનેમા એમ વિવિધ ક્ષેત્રોમાં પોતાની ઓળખ ઊભી કરનાર ડૉ. કલ્પેશ પટેલની ગુજરાતી ફિલ્મોની સફર સફળતાના નવા શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ.


રાજકીય ક્ષેત્રે પણ નોંધાવી ચૂક્યા છે પોતાની હાજરી

ભાજપના કાર્યકર તરીકે રાજકીય સફર શરૂ કરી કપડવંજ તાલુકા પંચાયતની 21-વડોલ બેઠકના સભ્ય બન્યા. ખેડા જિલ્લા ભાજપ મીડિયા સેલના સહ-કન્વીનર તરીકે પણ જવાબદારી નિભાવી. રાજકારણ અને પત્રકારત્વના અનુભવથી સામાજિક તથા જાહેર જીવનમાં આગવી ઓળખ બનાવી.

‘એ સિને મીડિયા ફિલ્મ્સ’ સાથે ફિલ્મી સફરનો શુભારંભ

ગુજરાતી આલ્બમ સોંગમાં અભિનેતા અને નિર્માતા તરીકે કામ કર્યા બાદ હવે ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પદાર્પણ. 'એ સિને મીડિયા ફિલ્મ્સ'નું IMPPAમાં રજિસ્ટ્રેશન કરાવી ગુજરાતી ફિલ્મોના નિર્માણ માટે નવા સપનાને સાકાર કરવાની દિશામાં ડૉ. કલ્પેશ પટેલનું મહત્વપૂર્ણ પગલું.