AnandToday
AnandToday
Sunday, 14 Jun 2026 00:00 am
AnandToday

AnandToday

ચારૂસેટને TCSની ‘પ્રાયોરિટી ઇન્સ્ટિટ્યૂટ’ તરીકે માન્યતા, 201 વિદ્યાર્થીઓને મળી પ્લેસમેન્ટ ઓફર

વર્ષ 2027ની ભરતી પ્રક્રિયામાં ગુજરાતમાં પ્રથમ પસંદગી બન્યું ચારૂસેટ કેમ્પસ

આણંદ ટુડે | ચાંગા
ચારુસેટ યુનિવર્સિટીએ પ્લેસમેન્ટ ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. વર્ષ 2027ની બેચ માટેની ભરતી પ્રક્રિયામાં દેશની અગ્રણી આઈટી કંપની TCS દ્વારા ચારુસેટને ‘પ્રાયોરિટી ઇન્સ્ટિટ્યૂટ’ તરીકે માન્યતા આપવામાં આવી છે. ગુજરાતમાં TCSએ પોતાની પ્રથમ પસંદગી તરીકે ચારુસેટ કેમ્પસને પસંદ કરીને કુલ 201 વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ ઓફર આપી છે.
31 મે, 2026ના રોજ યોજાયેલી TCS નેશનલ ક્વોલિફાયર ટેસ્ટ (NQT)માં 560 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી 260 વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ રાઉન્ડ માટે ક્વોલિફાય થયા હતા. ત્યારબાદ 4 જૂનના રોજ ચારુસેટ કેમ્પસ ખાતે યોજાયેલી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા બાદ 201 વિદ્યાર્થીઓને Prime, Digital અને Ninja કેટેગરીમાં ઓફર લેટર આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ તથા ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સના વિદ્યાર્થીઓ માટે અત્યાર સુધીમાં 15થી વધુ અગ્રણી કંપનીઓએ કેમ્પસ પ્લેસમેન્ટ પ્રક્રિયા હાથ ધરી છે, જેમાં 110થી વધુ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ સાથે પ્રી-પ્લેસમેન્ટ ઓફર (PPO) પ્રાપ્ત થઈ છે.
ચારુસેટના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલ, રજીસ્ટ્રાર ડો. બિનીત પટેલ સહિત ચારુસેટ પરિવારે પસંદગી પામેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.