AnandToday
AnandToday
Wednesday, 24 Apr 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 25 એપ્રિલ : 25 April
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

બૉલીવુડના આજના સૌથી સફળ અને લોકપ્રિય પ્લેબેક સિંગર અરિજિત સિંગનો આજે જન્મદિવસ

નેશનલ ફિલ્મ પુરસ્કાર અને છ વખત ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત, બૉલીવુડના આજના સૌથી સફળ અને લોકપ્રિય પ્લેબેક સિંગર અરિજિત સિંગનો પશ્ચિમ બંગાળ રાજ્યમાં જન્મ (1987)

* ભારતીય-અમેરિકન રાજકીય વિવેચક, લેખક અને ફિલ્મ નિર્માતા દિનેશ જોસેફ ડિસોઝાનો અને ખાતે કાવત (1968)
ડીસોઝાએ એક ડઝનથી વધુ પુસ્તકો લખ્યા છે, જેમાંથી ઘણા ન્યૂયોર્ક ટાઈમ્સના બેસ્ટ સેલર છે.

* કાલો હરિન તરીકે પ્રખ્યાત અને ભારતીય રાષ્ટ્રીય ફૂટબોલ ટીમનું નેતૃત્વ કરનાર આઈ. એમ. (ઇનિવલપ્પિલ મણિ) વિજયનનો જન્મ (1969)

* હિન્દી અને મરાઠી ફિલ્મોમાં ધાર્મિક પાત્રો ભજવવા માટે જાણીતા અભિનેતા શાહુ મોદકનો જન્મ (1918)

* ભારતીય ચેસ ખેલાડી જયશ્રી ખાડીલકર પાંડેનો મુંબઈ ખાતે જન્મ (1962)
જેમને 1979 માં વુમન ઇન્ટરનેશનલ માસ્ટરનું FIDE ખિતાબ હાંસલ કરનાર તે પ્રથમ ભારતીય મહિલા છે અને તેમણે ચાર વખત ભારતીય મહિલા ચેમ્પિયનશિપ જીતી છે

* ઋષિકેશમાં ડિવાઇન લાઇફ સોસાયટીના જનરલ સેક્રેટરી તરીકે (1958 - 2001) સેવા આપનાર સ્વામી કૃષ્ણાનંદ સરસ્વતીનો જન્મ (1922)

* પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી (1973-75) રહેલા હેમવતી નંદન બહુગુણાનો જન્મ (1919)

* પાકિસ્તાનમાં જન્મેલ અને પટિયાલા ઘરાનાના ભારતીય હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયક બડે ગુલામ અલી ખાનનું અવસાન (1968)

* ફિલ્મ અને સ્ટેજના અભિનેત્રી શ્રીયા પીલગાંકરનો મુંબઈ ખાતે જન્મ (1989)
તેમના પિતા અભિનેતા સચિન અને માતા સુપ્રિયા અભિનેત્રી તરીકે સફળ અને લોકપ્રિય છે

* હિન્દી ફિલ્મોના અભિનેતા, લેખક અને નિર્દેશક કરણ રાઝદાનનો જન્મ (1961)

* વિશ્વ મેલેરિયા દિવસ *

>>>> પ્રેમ છે એનો અર્થ એ નથી કે સામેની વ્યક્તિ પરફેક્ટ છે. પરફેક્શન પ્રોસેસ છે. પ્રેમ એ પ્રોસેસને શરૂ કરે છે. પ્રેમ કરનારી વ્યક્તિઓમાં અનેક પ્રકારની માનસિક, ભાવનાત્મક અને શારીરિક અસુરક્ષાની ભાવનાઓ હોય છે. એ એકલા પ્રેમથી નથી ઉકેલાતી. એના માટે સહાનુભૂતિ, પ્રમાણિકતા, સમર્પણ, ખુદને બદલવાની તૈયારી, ઈમોશનલ મેચ્યોરિટી, માઈન્ડસેટ જરૂરી છે. આ બધું ન હોય, અને ખાલી પ્રેમ હોય, તો જીવનનું એ વિમાન ક્રેશ થઈ જવાની પુરી સંભાવના હોય છે.

સંકલન : વિજય ઠક્કર (આણંદ)