AnandToday
AnandToday
Monday, 22 Apr 2024 18:30 pm
AnandToday

AnandToday

પેટલાદ મતવિસ્તારમાં મહિલા મતદારોને મતદાન માટે પ્રેરીત કરવોનો અનોખો પ્રયાસ

ઘરે ઘરે જઈને અનોખી પત્રિકા થકી મતદાન જાગૃતિના પ્રયાસ કરાયા

"સાસુ, નણંદ ને વહુ, મતદાન કરે બહુ તા.૭ મે,૨૦૨૪ સમય સવારે ૦૭-૦૦ થી સાજે ૦૬-૦૦ સુધી" નો સંદેશ ધરાવતી પત્રિકા  ઘરે-ઘરે પહોંચાડાઈ

આણંદ
લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુસંધાનમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન અંતર્ગત આણંદ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ તમામ મતદાર મથકોમાં મતદાર જાગૃતિના અથાક પ્રયત્નો થઈ રહ્યા છે. 

મતદાર જાગૃતિના પ્રયાસ સ્વરૂપે પેટલાદ વિધાનસભા મતવિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી પી. આર. જાની દ્વારા પેટલાદ મતવિસ્તારની મહિલા મતદારો લોકશાહીના મહાપર્વમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. 

પેટલાદ વિધાનસભા મતવિસ્તારમાં મહિલા મતદારો મતદાન કરવા માટે પ્રેરાય તે માટે અનોખી પત્રિકાનું ઘરે ઘરે જઈને વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ પત્રિકામાં "સાસુ,નણંદ ને વહુ, મતદાન કરે બહુ:: તા.૭ મે,૨૦૨૪ સમય સવારે ૦૭-૦૦ થી સાજે ૦૬-૦૦ સુધી"ના સંદેશ સાથે મહિલા મતદાનની ટકાવારી વધે તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને મહિલા મતદારોને જાગૃત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદ સંસદીય મતવિસ્તારની કુલ ૮,૬૫,૩૧૭ મહિલા મતદારો પૈકી પેટલાદમાં કુલ ૧,૧૬,૯૭૧ મહિલા  મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બની મતદાન કરી ઉજવણી કરે તેવા ચૂંટણી તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે.
-૦-૦-૦-