AnandToday
AnandToday
Sunday, 21 Apr 2024 18:30 pm
AnandToday

AnandToday

ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની સમયમર્યાદા પૂર્ણ

 ખંભાત વિધાનસભા બેઠક પેટા ચૂંટણી માટે ૦૪ ઉમેદવારો મેદાનમા

ઉમેદવારોને પ્રતિકની ફાળવણી કરાઈ


આણંદ ટુડે | આણંદ,
૧૦૮- ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે આગામી તા. ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. ૧૦૮ ખંભાત વિધાનસભા બેઠક માટે કુલ ૧૦ ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાંથી ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ ૦૬ ઉમેદવારી પત્રો રદ થયા હતા. 

નોંધનીય છે કે, આજે તા.૨૨/૦૪/૨૦૨૪ ના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે એકપણ ઉમેદવાર દ્વારા ઉમેદવારી પત્ર પરત ન ખેંચાતા, ૧૦૮ ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી જંગમાં ૦૪ ઉમેદવારો રહ્યા છે. આ ૦૪ ઉમેદવારોને ચૂંટણી અધિકારીશ્રી ૧૦૮ – ખંભાત વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી ખંભાત સબ ડિવિઝન ખંભાત દ્વારા ચૂંટણી માટે પ્રતિક ફાળવવામાં આવ્યા છે. 

૧૦૮-ખંભાત વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણીમાં કુલ ૦૪ ઉમેદવારોની આખરી યાદી જોઈએ તો...

(૧)  ચિરાગકુમાર અરવિંદભાઈ પટેલ (ભારતીય જનતા પાર્ટી) – કમળ
(૨)  મહેન્દ્રસિંહ હરિસિંહ પરમાર (ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ), - હાથ
(૩)  ચૌહાણ મહિપતસિંહ કેસરીસિંહ (અપક્ષ), - કાચનો પ્યાલો
(૪)  મનુભાઈ જેઠાભાઈ વણકર (અપક્ષ) – ઓટોરીક્ષા

****