AnandToday
AnandToday
Friday, 19 Apr 2024 18:30 pm
AnandToday

AnandToday

આણંદ લોક્સભા બેઠક માટે કુલ ૦૭ ઉમેદવારોના  ઉમેદવારી પત્રો માન્ય કરાયા

બે ડમી ઉમેદવારોના અને એક અપક્ષનું ઉમેદવારી પત્ર રદ કરાયું

આણંદ,
લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ૧૬-આણંદ સંસદીય મત વિભાગ માટે આજે ઉમેદવારી પત્રો ચકાસણી કરવામાં આવ્યા હતા. આણંદ સંસદીય મત વિભાગમાં કુલ ૧૦ ઉમેદવારો દ્વારા કુલ ૧૮ ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા. તે પૈકી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તા. ૨૦-૦૪-૨૦૨૪ના રોજ ફોર્મ ચકાસણીના અંતે કુલ ૦૭ ઉમેદવારોના ઉમેદવારી પત્રો માન્ય કરાયા છે. 

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ નામંજૂર કરાયેલા ઉમેદવારી પત્રોની વિગતો જોઈએ તો, અપક્ષ ઉમેદવાર શ્રી અવિનાશભાઈ ભીખુભાઈ આહીર દ્વારા નિયત નમુનાનું સોગંદનામું નિયત સમય પહેલા રજૂ કરવામાં આવ્યું ન હોય તેમનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત મુખ્ય ઉમેદવારના ઉમેદવારી પત્રો મંજૂર થતા બે ડમી ઉમેદવારો શ્રી રાજેન્દ્રસિંહ ધીરસિંહ પરમાર અને દિનેશભાઈ રણછોડભાઈ પઢિયારના ઉમેદવારી પત્રો રદ થયા છે. 

આમ, ૧૬- આણંદ લોકસભા મત વિસ્તારમાં માન્ય કરવામાં આવેલ (૦૭) ઉમેદવારોના ઉમેદવારી પત્રોની આખરી યાદી જોઈએ તો.... 

(૧). મિતેષભાઇ રમેશભાઈ પટેલ - ભારતીય જનતા પાર્ટી, 

(૨). અમિતભાઈ અજીતભાઈ ચાવડા -ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ

(૩). સુરેશભાઈ ધુળાભાઈ પટેલ -બહુજન સમાજ પાર્ટી, 

(૪). ધીરજકુમાર રામબરન ક્ષત્રિય -ગરીબ કલ્યાણ પાર્ટી,

(૫). ભટ્ટ સુનીલકુમાર નરેન્દ્રભાઈ -રાઇટ ટુ રીકોલ પાર્ટી, 

(૬). પટેલ કેયુરભાઈ પ્રવિણભાઈ – અપક્ષ

(૭). ભોઈ આશિષકુમાર ઠાકોરભાઈ -અપક્ષ,
-૦-૦-૦-