AnandToday
AnandToday
Friday, 01 Dec 2023 18:30 pm
AnandToday

AnandToday

બોરસદના વાસણા G.I.D.C માં આવેલ પરી સેલ્સ ખાતેથી લીધેલ વિમલ ફ્રેશ નમકીન મસાલા સેવ મમરા નો નમૂનો મીસ બ્રાન્ડેડ જાહેર

ઉત્પાદક પેઢીને રૂ. ૫૦ હજાર, સપ્લાયર પેઢીને રૂ. ૫૦ હજાર, પ્રમુખ સેલ્સના માલિકને રૂ. ૨૫ હજાર અને નમૂનો આપનાર પેઢીના માલિકને રૂ. ૧૦ હજાર નો દંડ કરાયો

આણંદ ટુડે I આણંદ, 
 આણંદના ખોરાક અને ઔષધીય તંત્રના ફૂડ સેફટી ઓફિસર દ્વારા બોરસદ તાલુકાના વાસણા ખાતેની જી.આઇ.ડી.સી.માં આવેલ પરી સેલ્સ ખાતેથી સાક્ષીની રૂબરૂમાં "વિમલ ફ્રેશ નમકીન મસાલા સેવ મમરા (૩૫ ગ્રામ વજન, કંપની પેક)" ની ખરીદી કરી જથ્થાના નમુનાનો એક ભાગ ફૂડ એનાલિસ્ટશ્રી, રાજકોટને મોકલવામાં આવેલ હતો, જે મીસ બ્રાન્ડેડ જાહેર થયેલ છે. 

આમ, મીસ બ્રાન્ડેડ ખાદ્ય ચીજનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરતા હોવાનું સ્પષ્ટપણે પુરવાર થતું હોય આણંદના એડજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરશ્રી ઋતુરાજ દેસાઈ દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અંતર્ગત કરવામાં આવેલ હુકમ મુજબ વાસણા જી.આઇ.ડી.સી.માં આવેલ પરી સેલ્સના માલિક દિનેશભાઈ કાલુરામ પ્રજાપતિને રૂ. ૧૦,૦૦૦/-, વાસણા જી.આઇ.ડી.સી.માં આવેલ પ્રમુખ સેલ્સના માલિક ઉમેશભાઈ કાલુરામ પ્રજાપતિને રૂ. ૨૫,૦૦૦/-, મહેસાણા ખાતેની વિમલ ડેરી લિમિટેડને રૂ. ૫૦,૦૦૦/- તથા મહેસાણા ખાતેની ઉત્પાદક પેઢી વિમલ ઓઇલ એન્ડ ફૂડ્સ લિમિટેડને રૂ. ૫૦,૦૦૦/- નો દંડ કરવામાં આવ્યો છે.

નોંધ-પ્રતિકાત્મક તસવીર સોર્સ બાય google
******