AnandToday
AnandToday
Friday, 17 Nov 2023 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તારીખ તવારીખ : વિજય એમ. ઠક્કર 
18 NOVEMBER : તા. 18 નવેમ્બર 

ભારતની સૌપ્રથમ રંગીન ફિલ્મના નિર્માતા અને શાનદાર અભિનેતા વી. શાંતારામ (રાજારામ વાંકુદરે શાંતારામ )નો આજે જન્મદિવસ

‘દાદાસાહેબ ફાળકે પુરસ્કાર’ અને મરણોત્તર ‘પદ્મ વિભૂષણ’થી સન્માનિત હિન્દી અને મરાઠી ફિલ્મ નિર્દેશક, ફિલ્મકાર અને શાનદાર અભિનેતા મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં વી. શાંતારામ (રાજારામ વાંકુદરે શાંતારામ )નો જન્મ (1901)અભિનેતા અને ફિલ્મ નિર્માતા વી. શાંતારામે ભારતની સૌપ્રથમ રંગીન ફિલ્મ સૈરાંદ્રી (૧૯૩૧)નું નિર્માણ અને દિગ્દર્શન કર્યું હતું. તેમણે મરાઠી ભાષાની પ્રથમ બોલતી ફિલ્મ અયોધ્યાચા રાજા (૧૯૩૨) નું નિર્માણ અને દિગ્દર્શન પણ કર્યું હતું, અને ૫૦ વર્ષમાં લગભગ ૧૦૦ ફિલ્મો સાથે સંકળાયેલા હતા.
તેમણે 'સાવકરી પાશ' (1925)માં ખેડૂતનું પાત્ર સાથે કરેલ શરૂઆત બાદ નિર્દેશક તરીકે પહેલી ફિલ્મ 'નેતાજી પાલકર' બાદ વી.જી.દામલે, કે. આઈ.ધાઈબર, એમ. ફતેહલાલ અને એસ.બી.કુલકર્ણીની સાથે મળીને પ્રભાત ફિલ્મ કંપનીનું ગઠન કર્યું, ‘અમૃત મંથન’ (1934) ફિલ્મનું નિર્માણ કર્યુ, . હિંદી સિનેમાનાં શરૂઆતનાં સમયમાં ‘દુનિયા ન માને’ ફિલ્મ પ્રસિદ્ધ નીવડી. એ પછી તો ‘જનક જનક પાયલ બાજે’, ‘નવરંગ’, ‘ગીત ગાયા પથ્થરોં ને’ જેવી લોકપ્રિય ફિલ્મોનું નિર્માણ કર્યું. ‘શકુંતલા’, ‘નવરંગ’, ‘દો આંખે બારહ હાથ’, ‘પિંજરા’ વગેરે તેમનાં જીવનનાં ઉત્તરાર્ધમાં લોકપ્રિય ફિલ્મો હતી. હિન્દી અને મરાઠીમાં અનેક યાદગાર ફિલ્મો આપી

* મધ્ય પ્રદેશના 18મા મુખ્ય પ્રધાન તરીકે સેવા આપનાર કમલનાથનો જન્મ (1946)

* ‘નર્મદ સુવર્ણચંદ્રક’, ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’થી સન્માનિત ગુજરાતી સાહિત્યકાર અને કર્મશીલ જયંતી દલાલનો જન્મનો અમદાવાદમાં જન્મ (1909)
મહાગુજરાત આંદોલનનાં નેતા રહેલ જયંતી દલાલે 40થી વધુ પુસ્તકોનો અનુવાદો કર્યા
નાટ્યક્ષેત્રે અભિનય અને દિગ્દર્શનમાં સક્રિય રસ લીધો અને દ્રશ્યકલાની શક્યતાઓ પ્રત્યેનાં વિશ્વાસથી પ્રેરાઈ દિલ્હીનાં એક અંગ્રેજી ફિલ્મસાપ્તાહિકનું સંપાદન કરવા સાથે ‘બિખરે મોતી’ નામક ગુજરાતી ફિલ્મનું નિર્માણ કરવા સુધી પહોંચ્યાં હતાં

* ભારતીય ગાયક, સંગીત નિર્દેશક, સંગીતકાર, ગીતકાર, સંગીત નિર્માતા, અભિનેતા, ફિલ્મ નિર્દેશક, ફિલ્મ નિર્માતા, સ્ક્રિપ્ટ લેખક અને પરોપકારી ઝુબીન ગર્ગનો જન્મ (1972)

* ભારતીય ક્રાંતિકારી અને સ્વતંત્રતા ચળવળનાં લડવૈયા બટુકેશ્વર દત્તનો પશ્ચિમ બંગાળમાં જન્મ (1910)

* દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા અને પદ્મ ભૂષણ મેળવનાર બંગાળી સિનેમાના ફિલ્મ ઉદ્યોગસાહસિક, અભિનેતા, દિગ્દર્શક ધીરેન્દ્ર નાથ ગાંગુલીનું અવસાન (1978)

* ભારતીય યોગ ગુરુ, લેખક, કવિ, સંશોધક હતા અને હઠ યોગના આધુનિક પુનરુત્થાનમાં એક મહત્વપૂર્ણ વ્યક્તિ રહેલ શ્રી યોગેન્દ્રનો જન્મ (1897)

* હિન્દી ફિલ્મ ગાયિકા અને ગીતકાર નેહા ભસીનનો જન્મ (1982)

* રણજિતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી ઍવોર્ડથી સન્માનિત ગુજરાતી વિવેચક અને સંપાદક અનંતરાય મણિશંકર રાવળનું અવસાન (1988)
સાહિત્યક્ષેત્રે ખૂબ ખેડાણ કરવા છતાં તેમની આગવી ઓળખ સંનિષ્ઠ અધ્યાપક તરીકેની જ રહી

* ભારતીય ફિલ્મ લેખક, દિગ્દર્શક અને અભિનેતા અબરાર અલ્વીનું અવસાન (2009)

* મલયાલમ અને તમિલ ફિલ્મોમાં ભારતીય અભિનેત્રી બી. એસ. સરોજાનો જન્મ (1929)

* બંગાળી સિનેમામાં અભિનેતા અબીર ચેટર્જીનો જન્મ (1980)

* તમિલ, તેલુગુ અને મલયાલમ સિનેમામાં અભિનેત્રી નયનથારાનો જન્મ (1984)

* હિન્દી ટેલિવિઝન-ફિલ્મ અભિનેતા વિશાલ કરવલનો જન્મ (1984)

* હિન્દી ટીવી અભિનેતા, રેડિયો જોકી અને ટેલિવિઝન હોસ્ટ અપારશક્તિ ખુરાનાનો જન્મ (1987)

* વોલ્ટ ડિઝનીની સ્ટીમબોટ વિલી, પ્રથમ સંપૂર્ણ પોસ્ટ-ઉત્પાદિત સિંક્રનાઇઝ્ડ સાઉન્ડ એનિમેટેડ કાર્ટૂન, રિલીઝ થયું (1928)
પ્રથમ વખત, મિકી માઉસ તેની ફિલ્મ સ્ટીમબોટ વિલી સાથે મોટા પડદા પર દેખાયો

* વાઘને ભારતના રાષ્ટ્રીય પ્રાણી તરીકે પસંદ કરવામાં આવ્યો (1972)