AnandToday
AnandToday
Thursday, 09 Nov 2023 18:30 pm
AnandToday

AnandToday

દિવાળી પર્વને લઇ માતર પોલીસ એલર્ટ, પેટ્રોલિંગ સઘન બનાવાયું 

માતર પી એસ આઇ કે ડી બારોટ દ્વારા 
લૂંટ-ચોરીના ગુના અટકાવવા ગ્રામજનો સાથે બેઠક યોજીને આપ્યું માર્ગદર્શન

સોસાયટીમાં કે બજારની અંદર રાતના સમયે કે દિવસે કોઈ શંકાસ્પદ વ્યક્તિ આંટા ફેરા મારતો જણાઈ આવે તો પોલીસનો તુરંત  સંપર્ક કરો.

આણંદ ટુડે I માતર  (તસવીર- મહંમદખાન પઠાણ)
દિવાળીના પર્વને લઇને ખેડા જિલ્લાનું માતર પોલીસ વિભાગ એલર્ટ થઈ ગયું છે. માતર   સહિત પંથકના વિસ્તારોમાં અસામાજિક તત્વો લૂંટ ચોરી કરતા રીઢા ગુનેગાર દ્વારા મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે માતર પોલીસ અધિકારી દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે. એટલું જ નહિ
પોલીસ દ્વારા  માતર ગામના આગેવાનો અને સરપંચને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી બેઠક યોજી હતી જેમાં માતર પી એસ આઇ કે ડી બારોટ દ્વારા ચોરીના બનાવો કેવી રીતે રોકવા તે વિશે ગામ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. પી એસ આઇ એ ગામના આગેવાનો ને જણાવ્યું હતું કે જવેલર્સ ની દુકાન આગળ બેંકો ની આગળ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ જણાવી આવે તો પોલીસનો સંપર્ક કરવો સાથે દિવાળીના વેકેશનમાં જે લોકો ફરવા માટે બહાર  જતા હોય તે લોકોએ પોતાના મકાન ની અંદર કોઈ કિંમતી સામાન રાખવો નહીં તેમજ મકાનને તાળું મારવું સાથે બહાર જતી સમયે પાડોશીને ધ્યાન દોરીને જવું સોસાયટીમાં કે બજારની અંદર રાતના સમયે કે દિવસે કોઈ શંકાસ્પદ વ્યક્તિ આંટા ફેરા મારતો જણાઈ આવે તો પોલીસનો સંપર્ક કરવો સાથે ગામના સરપંચને પણ ગામની અંદર સી સી ટીવી કેમેરા લગાવવા માટે પણ રજૂઆત કરી હતી.સાથે દિવાળીના તહેવાર ને લઈ સિનિયર સિટીઝન અને ગામના વૃદ્ધ લોકોએ બેંકો ની અંદર પૈસાની લેવડ દેવડ કરવા માટે જવું નહીં જેવી જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી માતર પોલીસ દ્વારા રાતના સમયે દિવાળીના તહેવારને લઈ અલગ અલગ વિસ્તારમાં પોલીસ પોઇન્ટો ગોઠવવામાં આવ્યા છે અને રાતના સમયે વાહનોનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે દિવાળીના તહેવારની અંદર વાહનોની અંદર કોઈપણ જાતની ગેરકાયદેસર ખાદ્યચીજ વસ્તુઓની કે નશા કારક વસ્તુઓની હેરાફેરી ના થાય તેને લઈને માતર પોલીસ દ્વારા રાતના સમયે વાહન પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.