AnandToday
AnandToday
Sunday, 05 Nov 2023 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ

તારીખ તવારીખ : વિજય એમ. ઠક્કર 
તા. 6 નવેમ્બર : 6 NOVEMBER 

હિન્દી સિનેમાના મહાન અભિનેતા સંજીવ કુમારની આજે પુણ્યતિથિ

હિન્દી ફિલ્મોનાં એક પ્રસિદ્ધ અભિનેતા સંજીવ કુમાર (હરિહર જેઠાલાલ જરીવાલા )નું મુંબઈમાં અવસાન (1985)
સુરતમાં જન્મ બાદ પરિવાર મુંબઈ આવ્યો અને 1960માં અભિનય શાળાનાં બેનર હેઠળ બની રહેલી ‘હમ હિંદુસ્તાની’ નામની ફિલ્મમાં પ્રથમ ભૂમિકા મળી, લાંબો સંઘર્ષ કરી 1965માં ‘નિશાન’ ફિલ્મમાં મુખ્ય નાયકની ભૂમિકા મળી
ગુજરાતી ફિલ્મ ‘કલાપી’ (1966) અને બીજી ગુજરાતી ફિલ્મ ‘મારે જાવું પેલે પાર’ (1968) કરી હતી 
1970માં આવેલી ‘ખિલૌના’ ફિલ્મે તેમને સ્ટાર સ્ટેટસ આપ્યું, ‘કોશિશ’ (1972) ફિલ્મમાં મૂક-બધિરનો અદ્ભૂત કિરદાર માટે અને ‘દસ્તક’ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો, તેમનું શોલેના ઠાકુરવાળું પાત્ર સર્વાધિક પ્રસિદ્ધિ પામ્યું
ફિલ્મી દુનિયામાં સંજીવ કુમારે હીરો, વિલન અને ચરિત્ર કલાકારની ભૂમિકાઓ ભજવી અને તેમના અભિનયની જાણીતી ફિલ્મોમાં 'કોશિશ', 'શોલે', 'અંગૂર', 'ત્રિશૂલ', 'પારસ', 'અનામિકા', 'ટોયોના', 'મંચલી', 'ચેસરંજ કે ખિલાડી', 'સીતા ઔર ગીતા', ' આંધી, 'મૌસમ', 'વિધાતા', 'દસ્તક', 'નવો દિવસ, નવી રાત' મુખ્ય છે
સંજીવ કુમાર અભિનિત દસથી વધુ મૂવીઝ તેમનાં મૃત્યુ પછી રીલિઝ થઈ હતી

* ભૂતપૂર્વ ભારતીય પ્રશાસક અધિકારી, પૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન અને 2022માં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહેલ યશવંત સિંહાનો બિહારના પટના ખાતે જન્મ (1937)

* જમ્મુ અને કાશ્મીરની ઉધમપુર લોકસભા બેઠક પરથી સાંસદ, પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રાલય, વડાપ્રધાન કાર્યાલય, અણુ ઊર્જા વિભાગ અને અવકાશ વિભાગના રાજ્યમંત્રી, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય અને જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રવક્તા રહેલ જિતેન્દ્ર સિંહનો જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં જન્મ (1956)

* પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન (1972-77), પંજાબના રાજ્યપાલ તરીકે સેવા આપનાર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધાર્થ શંકર રેનું અવસાન (2010) 
તેઓ ભારતના ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની દેશબંધુ ચિત્તરંજન દાસના પૌત્ર હતા

* ભારતીય પર્વતારોહક, લેખક, સામાજિક કાર્યકર અને નિવૃત્ત ભારતીય સૈન્ય અધિકારી એચ. પી.એસ. અહલુવાલિયાનો જન્મ (1936)

* ગુજરાતી કવિ, વિવેચક અને નાટ્યકકાર અરદેશર ફરામજી ખબરદારનો દમણમાં જન્મ (1881)
તેમનાં દાદાને તેમની કાર્યદક્ષતા અને બાહોશીને લઇ મિત્રો ‘ખબરદાર’ કહેતાં, તેનાથી પ્રોત્સાહિત થઈ અરદેશરે શાળામાં જાતે જ ‘ખબરદાર’ અટક રાખી લીધી અને
‘ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત’ અને ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત’ જેવી અમર અને કહેવતરૂપ કાવ્યપંક્તિઓનાં સર્જકની કવિતામાં રાષ્ટ્રવાદ, અધ્યાત્મ, ગાંધીપ્રેમ અને ગુજરાત પ્રીતિ સ્પષ્ટ દેખાય

* એંગ્લો-ઈન્ડિયન - ભારતીય મૂળના બ્રિટિશ પ્રવાસ લેખિકા, શિક્ષક, સામાજિક કાર્યકર અને કેનેડા સ્થાઈ થયેલ અન્ના હેરિયેટ લિયોનોવેન્સનો ભારતમાં અહમદનગર ખાતે જન્મ (1831) 

* શ્રી આનંદ આશ્રમની સ્થાપના કરનાર બ્રહ્મનિષ્ઠ આચાર્ય નથુરામ શર્મા (કૃપનાથ)નું બીલખામાં અવસાન (1931)
સુરેન્દ્રનગર જિલ્લાનાં લીંબડી પાસેનાં મોજીદડ ગામમાં જન્મ (1858) તથા જાફરાબાદમાં શિક્ષક બન્યા બાદ નોકરી છોડીને માંગરોળ રાજ્યનાં દીવાનનાં શિરસ્તેદાર બન્યાં, છેલ્લે ભાવનગર નજીક આવેલી વરલ જાગીરનાં કારભારી રહ્યા, અવારનવાર ગિરનારનાં અરણ્યમાં સમાધિ તપ કરવા ચાલ્યા જતાં. યૌગિક ક્રિયાઓ દ્વારા ઘણાનાં અસાધ્ય રોગ તેઓ મટાડતાં
તેમણે પ્રાચીન વૈદિક સનાતન ધર્મ તથા કર્મ, ભક્તિ, જ્ઞાન, યોગમાર્ગ માટે ગ્રંથો અને ‘યોગકૌસ્તુભ’, ‘નાથસ્વરોદય’, ‘યોગપ્રભાકર’ જેવાં પુસ્તકોની રચના કરી 

* મેરીલેન્ડ રાજ્યના અમેરિકન રાજકારણી અને મોન્ટગોમરી કાઉન્ટીમાં લેજિસ્લેટિવ ડિસ્ટ્રિક્ટ 15નું પ્રતિનિધિત્વ કરતા મેરીલેન્ડ હાઉસ ઓફ ડેલિગેટ્સના ભૂતપૂર્વ સભ્ય અરુણા મિલરનો ભારતમાં હૈદરાબાદમાં જન્મ (1964)

* ભારતીય ફિલ્મના ચરિત્ર અભિનેતા અને સ્ટેજ અભિનેતા અને નિર્માતા મુંબઈમાં એંગ્લો-ઈન્ડિયન માતાપિતાને ત્યાં ડેન્ઝિલ લિયોનાર્ડ સ્મિથનો જન્મ (1960)
સ્ટેજ અને સ્ક્રીન રોલ માટે જાણીતા સ્મિથે 50 થી વધુ નાટકો અને 60 ફિલ્મોમાં અભિનય કર્યો 

* ગુજરાતી નવલકથાકાર, નાટ્યલેખક અને બાળસાહિત્યકાર પરમાર જયમલ્લ પ્રાગજીભાઈનો વાંકાનેરમાં જન્મ (1910)

* તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં અભિનેતા બોબી સિમ્હાનો જન્મ (1983)

* હિન્દી ફિલ્મોના ભારતીય સિનેમા અભિનેતા કરણ દીવાનનો જન્મ (1917)