AnandToday
AnandToday
Friday, 29 Sep 2023 00:00 am
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ

તા. 29 સપ્ટેમ્બર : 29 SEPTEMBER 
તારીખ તવારીખ 
સંકલન : વિજય એમ. ઠક્કર

આજે વિશ્વ હૃદય દિવસ 

40થી ઓછી વયના યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું 

દર વર્ષે 29મી સપ્ટેમ્બરે વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાય છે. સ્વિત્ઝર લેન્ડના જિનિવામાં 1972માં સ્થપાયેલ બિન સરકારી સંસ્થા વિશ્વ હૃદય સંગઠન દ્વારા આ દિવસની ઉજવણીની શરૂઆત કરાઈ હતી

* હૃદયરોગનાં નિદાન માટે ખુબ ઉપયોગી કાર્ડિયોગ્રામ શોધીને માનવજાતની અમૂલ્ય સેવા કરનાર અને નોબેલ ઈનામથી સન્માનિત ઈસીજીનાં શોધક વિલેમ આઈન્થોવનનું નેધરલેન્ડનાં આમ્સડાર્મ ખાતે અવસાન (1927)
માણસનું હૃદય બરાબર કામ કરે છે કે નહીં તે જાણવા માટે ઈલેક્ટ્રો કાર્ડિયોગ્રામ - ઈસીજી કાઢવા માટેનું મશીન હૃદયનાં ધબકારાને ઇલેક્ટ્રીક પ્રવાહમાં ફેરવે, એ ધબકારામાં થતાં ફેરફાર મુજબ ઈલેક્ટ્રીક પ્રવાહમાં પણ ફેરફાર થાય છે તેની નોંધ કાગળની પટ્ટી પર ગ્રાફ નોંધાય છે એ મશીનની શોધ વિલેમ આઈન્થોવન નામનાં વિજ્ઞાનીએ કરી હતી જે મશીન સાદું ગેલ્વેનોમીટર હતું કે ઇલેક્ટ્રીક પ્રવાહનાં નાના ફેરફારોની નોંધ લઇ શકે. દર્દીની છાતી પર ઇલેક્ટ્રોડનાં વાયર ચોંટાડીને હૃદયનાં ધબકારાનાં મોજાંને નોંધી શકાય તેવું સાદું મશીન હતું, ને આજે કેથોડ રે ટ્યુબનો ઉપયોગ સાથે આધુનિક ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ મશીન આ જ સિદ્ધાંત પર કામ કરે છે

* હિન્દી ફિલ્મ અભિનેતા, ગાયક, દિગ્દર્શક અને નિર્માતા મહેમૂદ (અલી)નો મુંબઈમાં જન્મ (1932)
જેઓ હિન્દી ફિલ્મોમાં હાસ્યની ભૂમિકા ભજવવા માટે વધુ જાણીતા હતા અને ચાર દાયકાથી વધુની તેમની કારકિર્દી દરમિયાન, તેમણે 300 થી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું
મેહમૂદને ફિલ્મ ફેર એવોર્ડ માટે 25 નોમિનેશન મળ્યા, 19 'બેસ્ટ પર્ફોર્મન્સ ઇન અ કોમિક રોલ' માટે, જ્યારે એવોર્ડ્સ 1954માં શરૂ થયા, બેસ્ટ કોમેડિયન કેટેગરીના એવોર્ડ્સ 1967માં જ શરૂ થયા
મેહમૂદે સુપ્રસિદ્ધ અભિનેત્રી મીના કુમારીની નાની બહેન મધુ સાથે લગ્ન કર્યા હતા

* ભારતના પ્રથમ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના મુખ્ય સચિવ અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દ્વારકા પ્રસાદ મિશ્રાના પુત્ર બ્રિજેશ મિશ્રાનો દિલ્હીમાં જન્મ (1928)
અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન, તેમણે રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિને ધ્યેયલક્ષી દિશા આપવામાં કેન્દ્રીય ભૂમિકા ભજવી તે પહેલા તેઓ વિદેશ મંત્રાલયના સચિવ તરીકે નિવૃત્ત થયા બાદ તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ તરીકે કામ કર્યું
મિશ્રાએ 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન વાજપેયીને મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી
બ્રિજેશ મિશ્રાએ વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે થયેલા પરમાણુ કરારનું સમર્થન કર્યું હતું અને તેઓ ભારત અને અમેરિકા વચ્ચેના ગાઢ સંબંધોના અસાધારણ હિમાયતી હતા

* તેલુગુ, મલયાલમ, તમિલ અને કન્નડ ફિલ્મોમાં અભિનેત્રી, રાજકારણી, ફિલ્મ નિર્માતા અને ટેલિવિઝન પ્રસ્તુતકર્તા ખુશ્બુ સુંદર (નખત ખાન)નો મુંબઈમાં જન્મ (1970) 

* ગુજરાતી સાહિત્યકાર અને મોટીવેશનલ સ્પીકર કાજલ ઓઝા-વૈદ્યનો મુંબઇ ખાતે જન્મ (1966)
પિતાનુ નામ દિગંત ઓઝા સફળ પત્રકાર હતા અને ફોટોગ્રાફર સંજય વૈદ્ય કાજલના પતિ છે 

* બોલપેન જેવી અગત્યની અને મહત્વની શોધ માટે વિશ્વભરમાં આદરને પાત્ર બનેલાં લેઝલી બિરોનો હંગેરીનાં બુડાપેસ્ટમાં જન્મ (1899)
'બિરો'ના નામે જ ઓળખતાં લેઝલીએ કાર માટે ઓટોમેટિક ગિયરબોક્સની શોધ પણ કરેલી

* ગુજરાતી ફિલ્મ, ટેલિવિઝન અને સ્ટેજ અભિનેતા દર્શન જરીવાલાનો જન્મ (1958)

* હિન્દી ફિલ્મ અભિનેત્રી અને મોડલ ફ્લોરા સૈનીનો જન્મ (1978)

* ભોજપુરી ભાષાની ફિલ્મોમાં અભિનેતા વિક્રાંત સિંહ રાજપૂતનો જન્મ (1986)

* કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં અભિનેત્રી અને મોડલ શ્રદ્ધા શ્રીનાથનો જન્મ (1990) 

* મલયાલમ ફિલ્મોમાં અભિનેતા ગોકુલ સુરેશનો જન્મ (1993)

* મલયાલમ સિનેમા ઉદ્યોગમાં અભિનેત્રી મનસા રાધાકૃષ્ણનનો જન્મ (1998)

* હિન્દી ફિલ્મ અભિનેતા અને રાજકારણી તાપસ પોલનો જન્મ (1958)

* તમિલ ફિલ્મોમાં અભિનેતા કુણાલ સિંહનો જન્મ (1977)

* 'કોમાગાતા મારુ' ઘટના બની જેણે ગદર ચળવળને જન્મ આપ્યો (1914)
પંજાબના 376 મુસાફરો હોંગકોંગથી બાબા ગુરદિત સિંહની આગેવાની હેઠળ ‘કોમાગાટા મારુ’ નામની જાપાની સ્ટીમશિપ પર કેનેડાના વેનકુવર માટે રવાના થયા પણ બ્રિટિશ સત્તાવાળાઓએ તેમને કેનેડામાં ઉતરવાની મંજૂરી આપી ન હતી અને જહાજને પરત ફરવા દબાણ કરતા, કોમાગાટા મારુ કલકત્તાના બજ બજ પર આવી પહોંચ્યો. આ દિવસે પોલીસ સાથે હિંસક અથડામણ થઈ હતી જેના પરિણામે 19 મુસાફરો માર્યા ગયા હતા