AnandToday
AnandToday
Monday, 18 Sep 2023 00:00 am
AnandToday

AnandToday

મહી નદીમાં પાણીનો પ્રવાહ વધતા

 બોરસદ અને આંકલાવ તાલુકાના નીચાણ વાળા ગામોના ૫૫૮ જેટલા વ્યક્તિને સલામત સ્થળે ખસેડાયા

ગાજણા ગામ ખાતેથી ૧૭ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરતી એસડીઆરએફની ટીમ

આણંદ ટુડે I આણંદ, 
મહી નદીમાં વધેલા પાણીના પ્રવાહને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. 

જિલ્લા કલેકટર શ્રી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી શ્રી બોરસદ  તથા આંકલાવ અને બોરસદના મામલતદાર શ્રી અને તેમની ટીમ તથા પોલીસ અને પંચાયત વિભાગ ની ટીમ પણ રાહત બચાવ કામગીરીમાં જોડાયા છે. 

એસ ડી આર એફ ની એક ટીમ તથા સ્થાનિક ગ્રામજનોના સહયોગથી ગાજણા ગામ ખાતેથી ૧૭ વ્યક્તિઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. 

જ્યારે અગમ ચેતીના ભાગરૂપે આમરોલ, ભેટાસી વાંટા, ગંભીરા અને ઉમેટા ગામમાંથી ભારે વરસાદ થવાને કારણે  એ ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ વધવાથી પ્રભાવિત થનાર ૫૫૮  લોકોને પ્રાથમિક શાળા ખાતે બનાવવામાં આવેલા શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે. 

આમ, બોરસદ અને આંકલાવ તાલુકાના આમરોલ, સારોલ,  ગાજણા, ગંભીરા, કહાનવાડી, બામણગામ અને ભાણપુરા ખાતેથી ૧૫૯ જેટલા વ્યક્તિઓને શેલ્ટર હોમમાં લઇ જવામાં આવ્યા છે. 

બોરસદ પ્રાંત અધિકારી શ્રી જય કુમાર બારોટ એ જણાવ્યું કે,  સારોલ ખાતેથી ચાર વ્યક્તિઓ, ગાજણા ખાતેથી ૧૭ વ્યક્તિઓના અને આમરોલ ખાતેથી ૭૨ લોકોને સાવચેતીના પગલાં રૂપે  નિચાણ વાળા વિસ્તારોમાંથી સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે. 

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપાયેલ સૂચના મુજબ આરોગ્ય વિભાગની ટીમ રેસક્યુ કરાયેલા અને સ્થળાંતરિત કરાયેલા તમામ લોકોના આરોગ્યની ચકાસણી કરી રહી છે, ઉપરાંત આ તમામ લોકોને રહેવા અને જમવાની સુવિધા વહીવટી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. 

હાલ પાણીના પ્રવાહ મા ઘટાડો થઇ રહ્યો છે અને હાલ કોઈ પણ વિસ્તારમાં પાણીની અંદર માણસો ફસાયા નથી. 

સર્વે નાગરિકોને ઉંચાણ વાળા વિસ્તારોમાં રહેવા અને નીચાંણ વાળા વિસ્તારોમાં ના જવા બોરસદ પ્રાંત  અધિકારી શ્રી જય કુમાર બારોટએ અપીલ કરી છે.
******