AnandToday
AnandToday
Wednesday, 24 May 2023 18:30 pm
AnandToday

AnandToday

ચોમાસા પહેલા ઉમરેઠ નગરપાલિકા વિસ્તારના જર્જરિત મિલકત/મકાન ઉતારી લેવા અપાઈ સૂચના

જર્જરિત મિલકતોના માલિકો/કબજેદારોને નગરપાલિકા દ્વારા અપાઇ સૂચના

આણંદ, 
 આગામી ચોમાસા દરમિયાન વાવાઝોડા કે અતિભારે વરસાદને લીધે જર્જરિત મિલકત/મકાન તૂટી પડવાથી જાન માલને નુકશાન ન થાય કે જાનહાનિ ન થાય તે માટે ઉમરેઠ નગરપાલિકાની હદમાં આવેલા જર્જરિત મિલકતોના માલિક/કબજેદારોને આવી મિલકત તાત્કાલિક ઉતારી લેવા અથવા સુરક્ષિત કરવા જણાવવામાં આવ્યું છે. જો કોઇ વ્યક્તિ આવું કરવામાં કસુરવાર ઠરશે તે તેનાથી નિપજતા પરિણામો જેવા કે જર્જરિત મિલકત તૂટી પાડવા કે ધરાશયી થવા તેમજ પોતાના કે અન્યના કિંમતી માલ-સમાન કે ધરવખરીને કોઈ નુકસાન થશે કે કોઈ અકસ્માત કે જાનહાની થશે તો તેની અંગત જવાબદારી મિલકત માલિક/કબજેદારની રહેશે તેમ, ઉમરેઠ નગરપાલિકાની એક યાદીમાં જણાવાયું છે.
*****