20220806_074055

ઇતિહાસની કારમી અને કલંકિત દુર્ઘટનાઓ પૈકીની એક ઘટના

જાપાનનાં હિરોશિમા પર અમેરિકા દ્વારા પરમાણુ હુમલો કરવામાં આવ્યો (1945)

આજે તા. 6 ઓગસ્ટ

Today : 6 AUGUST  

તારીખ તવારીખ

સંકલન : વિજય એમ. ઠક્કર

* પદ્મ વિભૂષણથી સન્માનિત પૂર્વ કેન્દ્રીય મંત્રી, ભાજપના આગેવાન તથા સુપ્રીમ કોર્ટના વકીલ રહેલ સુષ્મા સ્વરાજનું નવી દિલ્હી ખાતે અવસાન (2019)
તેઓ 2009-14 લોકસભામાં વિપક્ષના નેતા હતા

 * ભારતના ગોસ્પેલ સંગીતકાર અને ઇન્સ્ટ્રુમેન્ટલ ગિટારવાદક બેની પ્રસાદનો બેંગલુરું ખાતે જન્મ (1975)
તેમણે બેન્ટાર ડિઝાઇન કર્યું જે વિશ્વનું પ્રથમ બોંગો ગિટાર છે
વિશ્વના તમામ 195 દેશોની મુલાકાત લેનાર અત્યાર સુધીનો સૌથી ઝડપી માણસ હોવાનો વિશ્વ રેકોર્ડ પણ તેના નામે છે જે પ્રવાસ પ્રસાદે પ્રેક્ષકો માટે પર્ફોર્મન્સ આપતા સમગ્ર વિશ્વમાં કર્યો છે

* મેગ્સેસે એવોર્ડ અને સ્ટોકહોમ વોટર પ્રાઈઝથી સન્માનિત "ભારતના વોટરમેન" તરીકે ઓળખાતા રાજસ્થાનના અલવર જિલ્લાના જળ સંરક્ષણવાદી અને પર્યાવરણવાદી રાજેન્દ્ર સિંહનો ઉત્તરપ્રદેશમાં બગપત ખાતે જન્મ (1959)
તેઓ 1975માં શરૂ કરવામાં આવેલ તરુણ ભારત સંઘ' નામની એનજીઓ ચલાવે છે

ફિઝિયોલોજી - મેડિસિનમાં નોબેલ પુરસ્કારથી સન્માનિત જીવવિજ્ઞાની અને ફાર્માકોલોજિસ્ટ એલેકઝાન્ડર ફ્લેમિંગનો સ્કોટલેન્ડમાં જન્મ (1881)
રોગજનક બેકટેરિયાનો નાશ કરતી એન્ટિબાયોટિક દવાઓની શરૂઆત પેનિસિલિનથી થઈ અને તેની શોધ ફ્લેમિંગએ કરી હતી 

• ગુજરાત, મધ્યપ્રદેશ અને કેન્દ્ર શાસિત પોન્ડિચેરીનાં રાજ્યપાલ રહેલ કે.એમ.ચાંડી (કીઝકાયલ મથાઇ ચાંડી)નો કેરળ રાજ્યમાં જન્મ (1921)

* ભારતીય-અમેરિકન અર્થશાસ્ત્રી અવિનાશ કમલાકર દીક્ષિતનો મુંબઈમાં જન્મ (1944)
તેઓ પ્રિન્સટન યુનિવર્સિટીમાં પ્રોફેસર, લિંગન યુનિવર્સિટી (હોંગકોંગ) ખાતે અર્થશાસ્ત્રના વિશિષ્ટ સહાયક પ્રોફેસર, ઓક્સફર્ડમાં વરિષ્ઠ સંશોધન સાથી અને સંજય લાલ વરિષ્ઠ વિઝિટિંગ રિસર્ચ છે 

* બોલિવૂડ પ્લેબેક સિંગર, ટેલિવિઝન હોસ્ટ અને અભિનેતા આદિત્ય નારાયણનો મુંબઈમાં જન્મ (1987)
તેમના પિતા ઉદિત નારાયણ ખુબ લોકપ્રિય ગાયક છે

* બોલીવુડ ફિલ્મ નિર્દેશક અને નિર્માતા ઉમેશ મહેરાનો મુંબઈમાં જન્મ (1953)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં અલીબાબા ઔર 40 ચોર, સોહની મહિવાલ, વર્દી, સબસે બડા ખિલાડી ખિલાડીઓ કા ખિલાડી, આંતરરાષ્ટ્રીય ખિલાડી વગેરેનો સમાવેશ થાય છે
  
* હિન્દી ટેલિવિઝન અભિનેત્રી અને બિગ બોસ 12 (2018)ના વિજેતા દીપિકા કક્કરનો પુના ખાતે જન્મ (1986)

* હિન્દી ફિલ્મ અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા અભિષેક કપૂરનો જન્મ (1971)

* વીજે અને બોલિવૂડ અભિનેતા સાયરસ સાહુકરનો ઇન્દોર ખાતે જન્મ (1980)

* હિન્દી ટીવી અભિનેત્રી અને મોડલ સારા ખાનનો ભોપાલ ખાતે જન્મ (1989)

* જાપાનનાં હિરોશિમા પર અમેરિકા દ્વારા પરમાણુ હુમલો કરવામાં આવ્યો (1945)
આ બીજા વિશ્વયુદ્ધની વરવી તથા ઇતિહાસની કારમી અને કલંકિત દુર્ઘટનાઓ પૈકીની એક છે
જેમાં એંસી હજાર લોકો આ પરમાણુ હુમલાને કારણે મૃત્યુ પામ્યા હતાં, જ્યારે રેડિયશનને કારણે થોડા જ સમયમાં મૃત્યુઆંક દસ હજારને પાર કરી ગયો હતો
દ્વિતિય વિશ્વયુદ્ધમાં અમેરિકા એકમાત્ર એવું રાષ્ટ્ર હતું જેણે એટમીક બૉમ્બનો પ્રયોગ કર્યો હતો. અમેરિકાનાં આ પગલાંને કારણે ભલે વિશ્વયુદ્ધનો અંત આવ્યો હોય પરંતુ વિદ્વાનોનું માનવું છે કે દ્વિતીય વિશ્વયુદ્ધનાં અંત સાથે હિરોશિમા પરનાં હુમલાએ શીત યુદ્ધને આહવાન આપ્યું