IMG_20231227_232534

દેશના સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસનો આજે 138 મો સ્થાપના દિવસ, એક અંગ્રેજ અધિકારીએ કરી હતી સ્થાપના

આજ કલ ઓર આજ 

તા. 28 ડિસેમ્બર 28 December
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષનો આજે 138 મો સ્થાપના દિન 

ભારત દેશને આઝાદી મળી તેના 62 વર્ષ અગાઉ વર્ષ 1885માં આજના દિવસે સ્કોટલેન્ડના એક નિવૃત અધિકારી એ.ઓ હ્યૂમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરી હતી. એ.ઓ હ્યૂમને તેમના જીવનકાળમાં ક્યારેય પક્ષના સંસ્થાપક તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો ન હતો. વર્ષ 1912માં તેમના મૃત્યુ બાદ એઓ હ્યૂમને કોંગ્રેસના સંસ્થાપક તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.કોંગ્રેસ પક્ષની સ્થાપના ભલે એક અંગ્રેજ દ્વારા કરવામાં આવી હતી, પણ તેના અધ્યક્ષ ભારતીય જ હતા. પક્ષના પ્રથમ અધ્યક્ષ કોલકાતા હાઈકોર્ટના બેરિસ્ટર વ્યોમેશ ચંદ્ર બેનર્જી હતા.વર્ષ 1915માં મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યાં. વર્ષ 1919માં અસહયોગ આંદોલનથી ગાંધીજી રાજકારણમાં આવ્યા. ત્યારબાદ બસ કોંગ્રેસ એટલે ગાંધીજી જ તેવો અર્થ થઈ ગયો. ગાંધીજીના નેતૃત્વમાં કોંગ્રેસે અનેક આંદોલન કર્યાં. કોંગ્રેસની તે લોકપ્રિયતા હતી કે ગુલામ ભારતમાં પણ પક્ષના 1.5 કરોડથી વધારે સભ્યો હતા અને 7 કરોડથી વધારે સમર્થકો હતા.વર્ષ 1885માં બનેલી કોંગ્રેસ પાર્ટીના અત્યાર સુધીમાં 89જેટલા અધ્યક્ષ રહી ચુક્યા છે. આ પૈકી 19 અધ્યક્ષ આઝાદી બાદ બન્યા છે. આઝાદી બાદ આ 73 વર્ષ પૈકી 38 વર્ષ નેહરું-ગાંધી પરિવાર પક્ષના અધ્યક્ષ પદ સંભાળ્યુ છે. જ્યારે 35 વર્ષ બિન-નેહરું-ગાંધી પરિવારે સુકાન સંભાળ્યુ છે.

* ‘મોટું વિચારો, ઝડપથી વિચારો અને સૌથી પહેલા વિચારો’ જેવા સૂત્રો આપનાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ફાઉન્ડર ચેરમેન અને 20મી સદીનાં ટોચનાં ઉદ્યોગપતિઓમાંના એક ધીરુભાઈ હિરાચંદ અંબાણીનો જૂનાગઢ જિલ્લાનાં માળીયા હાટીના તાલુકાનાં ચોરવાડ ગામમાં જન્મ (1932)
ઈ.સ.2016માં તેમને ‘પદ્મ વિભૂષણ’થી (મરણોત્તર) સન્માનિત કરવામાં આવ્યા

* ભારત દેશનાં અગ્રગણ્ય ઉદ્યોગપતિ અને પરોપકારી રતન નવલ ટાટાનો મહારાષ્ટ્રનાં મુંબઇ શહેરમાં પ્રખ્યાત ટાટા કુટુંબમાં જન્મ (1937)
જમશેદજી ટાટા દ્વારા સ્થાપિત કંપનીજુથ ટાટા ગ્રૂપનાં ચેરમેન તરીકે ઈ.સ.1991 થી 28 ડિસેમ્બર, 2012નાં રોજ નિવૃત્તિ સુધી ફરજ બજાવી
તેમને ઈ.સ.2000માં ‘પદ્મ ભૂષણ’ અને ઈ.સ.2008માં ‘પદ્મવિભૂષણ’થી સન્માનિત કરાયાં છે

* ભારત સરકારના પૂર્વ નાણામંત્રી અને ભાજપ આગેવાન અરુણ જેટલીનો દિલ્હીમાં જન્મ (1952)
ઈ.સ.2020માં તેમને મરણોત્તર પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યાં

* માત્ર 20 સે.મી.ની ઉંચાઇની મર્યાદામાં ગોઠવેલ 11 સળીયા (બાર) નીચેથી સ્કેટિંગ દ્વારા પસાર થવાની ચેલેન્જ સાથે નાગપુરની શ્રીષ્ટી શર્માએ આ ચેલેન્જ માત્ર 17.7 સેમી ઉંચી જગ્યામાંથી પસાર થઈ ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું (2017)

* પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ આગેવાન એ.કે. એન્ટોનીનો કેરાલા રાજ્યમાં જન્મ (1940)

* રાજ્ય સભાના સભ્ય જી. કે. વાસનનો તામિલનાડુ રાજ્યમાં જન્મ (1964)

* ભારતમાં ટીવી ક્વીઝના પિતામહ્ તરીકે ઓળખાયેલ સિધ્ધાર્થ બાસુનો કોલકત્તા ખાતે જન્મ (1954)

* બોલીવુડ સાથે બંગાળી અને નેપાળી ફિલ્મોના પ્લેબેક સિંગર અમિત પૉલનો મેઘાલય રાજ્યના સિલોંગ ખાતે જન્મ (1973)

* ગઝલ અને ગીતના ગાયક માસ્ટર મદનનો પંજાબમાં જન્મ (1927)

* પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડી ઈન્તિખાબ આલમનો ભારતમાં પંજાબના હોશિયારપુર ખાતે જન્મ (1941)
પોતાની ટેસ્ટ કેરિયરના આરંભે (1959) પાકિસ્તાન ટીમ તરફથી રમતા પ્રથમ બોલ ઉપર વિકેટ લેવાનો કિર્તિમાન બનાવ્યો
કોચ તરીકે તેમની યાદગાર કામગીરી મુજબ, પાકિસ્તાન એ 1992માં વર્લ્ડ કપ જીત્યો ત્યારે અને 2009માં ટી20 વર્લ્ડ કપ જીત્યો ત્યારે, એમ તે બંને વિનિંગ ટીમના કોચ હતા

* ભારત અને પાકિસ્તાન બંને દેશની ક્રિકેટ ટીમ માટે રમનાર કુલ ત્રણ ખેલાડીઓ પૈકીના આમીર ઈલાહીનું અવસાન (1980)

* ભારતની ટેસ્ટ ટીમના કપ્તાન (1936) અને ભારતના ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસના સૌથી વિવાદાસ્પદ ક્રિકેટર તરીકે ઓળખાયેલ મહારાજકુમાર ઓફ વિજયનગરમ્ ઉર્ફે વિજ્જી ( મુળનામ વિજય આનંદા ગજપતિ રાજુ)નો આંધ્ર પ્રદેશમાં જન્મ (1905)
તેમણે બીસીસીઆઈના એડમિનીસ્ટ્રેટર તરીકે ત્રણ વર્ષ (1954-57) સેવા આપી હતી
તેમનું ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણ એવોર્ડ (1958) દ્વારા અને ઈંગ્લેન્ડમાં નાઈટહૂડ ખિતાબથી (1936) સન્માનિત કરાયા છે
તેમણે ઈંગ્લેન્ડ ટુર (1936) દરમિયાન લાલા અમરનાથને કોઈ મેચ રમવા વિના પરત ભારત મોકલી આપ્યા અને સી. કે. નાયડુ સાથે ઝઘડો કર્યો
તેમના માટે ઈંગ્લેન્ડ ટુર (1936) દરમિયાન એવો પણ વિવાદ થયો હતો કે, તેમના વધુ સારા રન બને તે માટે સામેની ટીમના ખેલાડીઓને હળવા બોલ નાંખવા સોનાની ઘડિયાળ સહિતની ગીફ્ટ ઓફર કરતા

* હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના બાદ વ્યોમેશચંદ્ર બેનરજીનાં પ્રમુખપદે તેનું પ્રથમ અધિવેશન મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં મળ્યું (1885)

* ઓશો રજનીશના સ્પોકપર્સન (1981-85) માં આનંદ શિલા (મુળનામ શિલા અંબાલાલ પટેલ)નો વડોદરા ખાતે જન્મ (1949)
અઢાર વર્ષની વયે તે અમેરિકા અભ્યાસ માટે પહોંચ્યા અને અમેરિકામાં લગ્ન કર્યા અને 1972માં ધર્મના અભ્યાસ માટે પતિ સાથે પરત આવી રજનીશ સાથે જોડાયા તે દરમિયાન પતિનું અવસાન થતા બીજા લગ્ન કર્યા 
રજનીશે તેમને પર્સનલ સેક્રેટરી તરીકે નિમણૂક આપી અને પછી તે અમેરિકા આશ્રમ સ્થાપવા પહોંચ્યા, જ્યાં 1981માં 64000 એકર જમીન રજનીશપૂરમ્ આશ્રમ બનાવવા ખરીદી સ્થાનિક ચૂંટણીમાં રસ લીધો. 
અમેરિકાના વાસ્કો કન્ટરી કોર્ટ ખાતે ચૂંટણીમાં જીતવા બાયોટેરર એટેક (1984) કરવાનો તેમની ઉપર આક્ષેપ થયો તે દરમિયાન તે યુરોપમાં હતા અને અંતે જર્મનીથી તેમની ધરપકડ કરી અમેરિકા લવાયા અને આ કેસ ચાલી જતા તેમને 20 વર્ષ કેદની સજા કરવામાં આવી, એ જેલવાસ ભોગવતા કેદી તરીકેના સારા વ્યવહાર ને કારણે 39 મહિના બાદ તમને રિલીઝ કરાયા અને તે પછી તેમણે સ્વિઝરલેન્ડમાં વસવાટ શરૂ કર્યો 

* માત્ર 20 સે.મી.ની ઉંચાઇની મર્યાદામાં ગોઠવેલ 11 સળીયા નીચેથી સ્કેટિંગ દ્વારા પસાર થવાની ચેલેન્જ સાથે નાગપુરની શ્રીષ્ટી શર્માએ એ ચેલેન્જ માત્ર 17.7 સેમીની જગ્યા માંથી પાર કરી ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું (2017)

* ભારતમાં અંગ્રેજી ભાષાને શિક્ષણનાં માધ્યમ તરીકે લાવવામાં જેમનો મુખ્ય ફાળો છે તેવા બ્રિટિશ નેતા થોમસ બેબિંગ્ટન મેકોલેનું અવસાન ()
તેમણે ‘હિસ્ટરી ઑફ ઇંગ્લેન્ડ' નામે છ ભાગમાં ઇંગ્લેન્ડનો ઇતિહાસ લખ્યો અને તેમને ‘ઉમરાવપદ' એનાયત કરવામાં આવેલ

>>> જૂઠ અને કલ્પના વચ્ચે એક જ બારીક તફાવત છે. જૂઠ એકલવાયું હોય છે, કલ્પના સહિયારી હોય છે. જૂઠ એટલી એવી વાત, જે આપણને ખબર છે કે સાચી નથી, અને છતાં બીજી વ્યક્તિને છેતરવા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. કલ્પના એટલે એવી વાત, જેને આપણે સાચી માનીએ છીએ, અને બીજી વ્યક્તિ પણ એમાં માને, એટલા માટે તેનો પ્રચાર કરીએ છીએ. 

સંકલન : વિજય ઠક્કર (આણંદ)