રંગભેદની બેડીઓ તોડીને આફ્રિકાનાં દેશના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બનનારા આફ્રિકાનાં ગાંધી તરીકે ઓળખાયેલ નેલ્સન મંડેલા ની આજે પુણ્યતિથિ
આજના દિવસની વિશેષતા
તારીખ તવારીખ
આજે તા. 5 ડિસેમ્બર
Today - 5, December
સંકલન : વિજય ઠક્કર (આણંદ)
આફ્રિકાનાં ગાંધી તરીકે ઓળખાયેલ નેલ્સન મંડેલાનું અવસાન (2013)
10 મે, 1994નાં રોજ નેલ્સન મંડેલા સૌથી મોટી 75 વર્ષની ઉંમરે દ.આફ્રિકાના સૌપ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બન્યાં હતા
ઈ.સ.1990માં ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ‘ભારત રત્ન’થી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું
* આજે વિશ્વ માટી દિવસ
* ટીવી પત્રકાર, એન્કર અને એનડીટીવીના સિનિયર એક્ઝિક્યુટિવ એડિટર રવિશકુમારનો ચંપારણ ખાતે જન્મ (1974)
2019 માં તેમનું રોમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે
* ગુજરાતી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર અને વિવેચક રઘુવીર ચૌધરીનો જન્મ (1938)
વર્ષ 2015નો દેશમાં સાહિત્ય ક્ષેત્ર માટેનો સર્વોચ્ચ પુરસ્કાર ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ ડૉ. રઘુવીર ચૌધરીને આપવામાં આવ્યો હતો અને ઈ.સ.1975માં રણજીતરામ સુવર્ણચંદ્રક વગેરે અનેક પુરસ્કારોથી સન્માનિત કરાયા છે
* બોલીવુડ અભિનેત્રી નાદિરાનો બગદાદમાં જન્મ (1932)
* શુટીંગના આંતરરાષ્ટ્રીય ભારતીય ખેલાડી અંજલિ ભાગવતનો જન્મ (1969)
* વિખ્યાત ગઝલ સિંગર અને બોલીવુડ ગાયક ઉસ્તાદ ગુલામ અલી નો જન્મ (1940)
* ભારતના ફેશન ડિઝાઇનર મનિષ મલ્હોત્રા નો મુંબઈમાં જન્મ (1966)
* ભારતની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમના ખેલાડી શિખર ધવનનો દિલ્હીમાં જન્મ (1985)
* હંગેરી દેશની રાજધાની બુડાપેસ્ટમાં જન્મેલ, પેરિસમાં સૌથી યુવાન અને એકમાત્ર એશિયાઈ કલાકાર તરીકે પણ જાણીતાં થયેલ પ્રસિદ્ધ ભારતીય ચિત્રકાર અમૃતા શેરગિલનું આકસ્મિક અવસાન (1941)
ભારત સરકારે એમનાં ચિત્રોને ‘રાષ્ટ્રીય કલા ખજાના’ તરીકે જાહેર કર્યા હતાં
તેમનાં પિતા સરદાર ઉમરાવસિંહ શેરગિલ સંસ્કૃત-પર્શિયનનાં વિદ્વાન અને માતા મેરી એન્ટોનિયા યહૂદી હંગેરિયન ઓપેરા સિંગર હતાં
તેમણે પેરિસની જાણીતી કલાસંસ્થામાં પોલ સેઝાને, પોલ ગોગ્વિન, લ્યુસિયન સાયમન, પિયેર વેઈલન્ટ જેવા કલાકારો પાસે ચિત્રકળાનો વિશેષ અભ્યાસ કર્યો હતો
વર્ષ 1941માં તેઓ લાહોર રહેવા ગયાં, જ્યાં તેમણે ‘આર્ટ એન્ડ કલ્ચર સેન્ટર’ ઊભું કર્યું હતું
ઈ.સ.2010માં ઑસ્ટ્રેલિયા સામે રમીને વન-ડે ક્રિકેટમાં પદાર્પણ કર્યું, ટી-20 કરિયરનો પ્રારંભ 2011માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમીને કર્યો અને ટેસ્ટ મેચની શરૂઆત માર્ચ, 2013માં મોહાલીમાં ઑસ્ટ્રેલિયા સામે રમીને થઈ હતી, જ્યાં તેમણે ટેસ્ટ ડેબ્યૂ પર સૌથી ઝડપી સદી ફટકારી હતી
* કવિ, વિદ્વાન, અભ્યાસુ, અને ફિલોસોફર મહર્ષિ ઓરોબિંદો (શ્રી અરવિંદ)નું પોંડિચેરીમાં અવસાન (1950)
ઈ.સ.1926માં તેમણે પ્રખ્યાત ‘શ્રી ઓરોબિંદો આશ્રમ’ની સ્થાપના કરી હતી
વિખ્યાત અદ્યાત્મિક ગુરુ અને વડોદરાનું ઘરેણું છે એવા મહર્ષિ ઓરોબિંદો વડોદરામાં શિક્ષણ કાર્ય સાથે જોડાયેલા હતા અને તેમના જીવનકાળના મહત્વપૂર્ણ ૧૩ વર્ષ અહીં પસાર કર્યા અને બાદમાં વડોદરામાં જ તેમને દિવ્ય અનુભૂતિ થઇ હતી
* જીતેન્દ્ર, આશા પારેખ, અરુણા ઈરાની, મદન પુરી અભિનિત ફિલ્મ 'કારવાં' રિલીઝ થઈ (1971)
દિગ્દર્શક : નાસીર હુસૈન
સંગીત : આર. ડી. બર્મન
'પિયા તું અબ તો આજા...' ગીત માટે આશા ભોંસલેને 'બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર'નો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો
* રાજેશ ખન્ના, મુમતાઝ, બલરાજ સાહની, પ્રેમ ચોપરા, કામિની કૌશલ, બિંદુ અભિનિત ફિલ્મ 'દો રાસ્તે' રિલીઝ થઈ (1969)
દિગ્દર્શક : રાજ ખોસલા
સંગીત : લક્ષ્મીકાંત પ્યારેલાલ
'બિંદીયા ચમકેગી...' ગીત બિનાકા ગીતમાલાની સર્વાધિક લોકપ્રિય ગીતોની વાર્ષિક (1970ની) યાદીમાં (લતા મંગેશકર) વર્ષનું સૌથી લોકપ્રિય નંબર 1 "સરતાજ ગીત" બન્યું હતું