આણંદજિલ્લાના સ્વાતંત્ર સેનાની અને પૂર્વ સાંસદ ઇશ્વરભાઈ ચાવડાની આજે પુણ્યતિથિ
આજ કલ ઓર આજ
તા. 20 મે : 20 May
તારીખ તવારીખ
સંકલન : વિજય ઠક્કર (આણંદ)
આણંદ જિલ્લાના સ્વાતંત્ર સેનાની અને પૂર્વ સાંસદ ઇશ્વરભાઈ ચાવડાની આજે પુણ્યતિથિ
દેશની આઝાદી ચળવળના સ્વતંત્રતા સેનાની, ગાંધીવાદી વિચારોના પ્રખર પ્રચારક, કેળવણીકાર અને સતત પાંચ ટર્મ સુંધી સંસદમાં પ્રતિનિધિત્વ કરનાર પૂર્વ સાંસદ ઈશ્વરભાઈ ચાવડાનું અવસાન (2007)
આજે વર્લ્ડ મેટ્રોલોજી ડે
આજે વિશ્વ મધમાખી દિવસ
* પદ્મશ્રી અને અર્જુન એવોર્ડથી સન્માનિત ભારતના મહિલા ક્રિકેટ ખેલાડી (12 ટેસ્ટ, 127 વન ડે અને 18 ટી -20 રમનાર) તથા કપ્તાન રહેલ અંજુમ ચોપરાનો દિલ્હી ખાતે જન્મ (1977)
તેમની સાથે જોડાયેલા મહત્વના રેકોર્ડમાં ભારત માટે વનડે સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી,
વિદેશમાં ટેસ્ટ સિરીઝ જીતનાર પ્રથમ મહિલા કેપ્ટન, ભારતમાં ઇંગ્લેન્ડ સામે હોમ સિરીઝ 5-0થી વ્હાઇટવોશ જીતનાર પ્રથમ કેપ્ટન, ભારત માટે 100 વનડે રમનાર પ્રથમ મહિલા ખેલાડી, ચાર ODI વર્લ્ડ કપ અને બે T20સાથે ભારત માટે 6 વર્લ્ડ કપ રમનાર પ્રથમ છે
આધુનિક ક્રિકેટમાં એકમાત્ર ખેલાડી જેણે ODI અને T20 સાથે 12 ટેસ્ટ મેચ રમી હોય અને ટેકનિકલ સલાહકાર તરીકે ક્રિકેટ દક્ષિણ આફ્રિકા મહિલા ટીમ સાથે કામ કરતી વખતે આંતરરાષ્ટ્રીય નિમણૂક મેળવનાર પ્રથમ ખેલાડી હોવા સાથે પુરૂષોની ક્રિકેટ મેચો પર કોમેન્ટ્રી કરનાર પ્રથમ મહિલા સ્પોર્ટ્સકાસ્ટર અને મહિલા ખેલાડી છે
* અમેરિકન અર્થશાસ્ત્રી, ભૂતપૂર્વ લોબીસ્ટ અને જાહેર અધિકારી સોનલ આર. શાહનો મુંબઈ ખાતે જન્મ (1968)
તેણીએ 2020 યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મેયર પીટ બટિગીગની દોડ માટે રાષ્ટ્રીય નીતિ નિર્દેશક તરીકે સેવા આપી હતી
* ભારતના ક્રિકેટ ખેલાડી (1 વન ડે રમનાર) ગોપાલ બોઝનો કોલકાતા ખાતે જન્મ (1947)
કોલમ લખવા સાથે કોચ તરીકે પણ સેવા આપનાર ગોપાલ બોઝ અન્ડર 19 કપ જીતનાર વિરાટ કોહલીની ટીમના મેનેજર હતા
* પદ્મ ભૂષણ અને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કવિ સુમિત્રાનંદન પંતનો ઉત્તરાખંડ રાજ્યમાં જન્મ (1900)
* ભૂતપૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી અનંત કુમાર હેગડેનો કર્ણાટક રાજ્યમાં જન્મ (1968)
* પાકિસ્તાનમાં જન્મેલા અને ભારતના હોકી ખેલાડી પ્રિથીપાલ સિંહનું લુંઘીયાણા ખાતે અવસાન (1983)
તેમણે 3 વખત ઓલમ્પિકમાં ભાગ લીધો અને દરેક વખતે સૌથી વધુ ગોલ કર્યાનો રેકોર્ડ બનાવ્યો હતો
* ભારતના ક્રિકેટ ખેલાડી (2 ટેસ્ટ અને 31 વન ડે રમનાર) રમેશ પવારનો મુંબઈ ખાતે જન્મ (1978)
* તેલુગુ અને હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા અને ટેલિવિઝન વ્યક્તિત્વ એન.ટી. રામા રાવ જુનિયરનો હૈદરાબાદ ખાતે જન્મ (1983)
* શ્રીલંકામાં જન્મેલા અને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત ભારતીય સિનેમેટોગ્રાફર, દિગ્દર્શક, પટકથા લેખક અને ફિલ્મ સંપાદક બાલુ મહેન્દ્રનો જન્મ (1939)
* તમિલનાડુના ભારતીય મહિલા વ્યાવસાયિક ફૂટબોલર સંધ્યા રંગનાથનનો જન્મ (1996)
* ભારતીય સંગીત રચયિતા અને દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ફલપ્રદ વાંસળીવાદક વિષ્ણુ વિજયનો જન્મ (1989)
* કવિ અને તેલુગુ સિનેમાના ગીતકાર સિરીવેનેલા સીતારામા શાસ્ત્રીનો જન્મ (1955)
* બંગાળી ફિલ્મ નિર્માતા, લેખક અને અભિનેતા શિબોપ્રસાદ મુખર્જીનો જન્મ (1974)
* હિન્દી અને પંજાબી ફિલ્મોના સંગીતકાર હંસરાજ બહેલનું અવસાન (1984)