ત્રણ વખતના વિશ્વ ચેમ્પિયન પેરા-બેડમિન્ટન ખેલાડી પારૂલ પરમારનો આજે જન્મદિવસ
આજ કલ ઓર આજ
તા. 20 માર્ચ : 20 March
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)
ત્રણ વખતના વિશ્વ ચેમ્પિયન પેરા-બેડમિન્ટન ખેલાડી પારૂલ પરમારનો આજે જન્મદિવસ
પેરા-બેડમિન્ટન ખેલાડી પારૂલ દલસુખભાઈ પરમારનો ગાાંધીનગર ખાતે જન્મ (1973)
પેરા-બેડમિન્ટન મહિલા સિંગલ્સ SL3 માં વિશ્વના પ્રથમ ક્રમાંકિત ખેલાડી રહ્યા
બેડમિન્ટન (પેરા સ્પોર્ટ્સ)ના અર્જુન એવોર્ડથી તેમનું સમ્માન થયું છે
તેઓ ત્રણ વખતના વિશ્વ ચેમ્પિયન છે અને તેમણે ૨૦૧૪માં દક્ષિણ કોરિયાના ઈંચિયોનમાં એશિયન પેરા ગેમ્સમાં સુવર્ણ પદક અને રજત પદક જીત્યા હતા
તેમણે ૨૦૧૭માં પેરા-બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સ અને ડબલ્સમાં સુવર્ણ પદક જીત્યો
૨૦૧૪ અને ૨૦૧૮ એશિયન પેરા ગેમ્સમાં મહિલા સિંગલમાં સુવર્ણ પદક જીત્યા છે
* નેશનલ ફિલ્મ એવોર્ડ અને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત હિન્દી અને ગુજરાતી સહિત અનેક ભાષાઓની ફિલ્મોના ગાયિકા અલકા યાજ્ઞિકનો કોલકાતા ખાતે ગુજરાતી પરિવારોમાં જન્મ (1966)
તેમના ગાયેલા એક દો તીન..., ચોલી કે પીછે ક્યા હૈ..., મેરી મેહબૂબા..., તાલ સે તાલ મીલા..., દિલ ને યે કહા હૈ દિલ સે..., ઓ રે છોરી..., હમ તુમ ... ગીતો માટે ફિલ્મફેર એવોર્ડ અને ઘુંઘટ કી આડ સે... અને કુછ કુછ હોતા હે... ગીતો માટે નેશનલ ફિલ્મ એવોર્ડ મળેલ છે
તેમણે ગાયેલ ગુજરાતી ફિલ્મ ગીત "ઓઢણી ઓઢુ ઓઢુ ને ઉડી જાય..." આજે પણ ખુબ લોકપ્રિય છે
* ભારતના ક્રિકેટ ખેલાડી (39 ટેસ્ટ અને 69 વન ડે રમનાર) મદન લાલનો અમૃતસર ખાતે જન્મ (1951)
તેઓ ડોમેસ્ટિક ક્રિકેટના સૌથી સફળ ખેલાડી સાબિત થયા છે અને તેમણે 232 મેચમાં 10 હજારથી વધુ રન બનાવ્યા છે અને 625 વિકેટ લીધી છે
તે વર્લ્ડ કપ 1983ની વિજેતા ભારતીય ક્રિકેટ ટીમના મહત્વના અને સફળ ખેલાડી રહ્યા છે અને તે સ્પર્ધામાં 17 વિકેટ લીધી હતી
પોતાની કારકિર્દીની અંતિમ વન ડે મેચ પણ તેઓ 1987માં પાકિસ્તાન સામે રમ્યા હતા
* પદ્મ વિભૂષણથી સન્માનિત પત્રકાર, લેખક, સંપાદક ખુશવંત સિંહનું અવસાન (2014)
તેમની 'ટ્રેન ટુ પાકિસ્તાન' નોવેલ ખૂબ જાણીતી બની
ઓપરેશન બ્લ્યૂ સ્ટારના વિરોધમાં તેમણે પદ્મ ભૂષણ સન્માન પરત કરેલ
* રાજસ્થાન પત્રિકા હિન્દી અખબાર સમૂહના સ્થાપક, કવિ અને લેખક કર્પૂરચંદ્ર કુલિશનો જન્મ (1926)
*
* પદ્મ વિભૂષણથી સન્માનિત બાયોકેમીસ્ટ અને બાયોટેકનોલોજીસ્ટ ગોવિંદરાજન પદ્મનાભનનો જન્મ (1938)
*
* ઓસ્કાર એવોર્ડ વિજેતા હોલિવૂડ ફિલ્મોના અભિનેતા વિલિયમ હર્ટનો અમેરિકામાં જન્મ (1950)
*
* ભારતીય બંધારણ સભાના સભ્ય અને પ્રસિદ્ધ હોકી ખેલાડી જયપાલસિંહ મુંડાનું અવસાન (1970)
*
* ભારતના ટેનિસ ખેલાડી આનંદ અમૃતરાજનો જન્મ (1952)
*
* સૌરવ ગાંગુલીએ સદી ફટકારતાં ક્રિકેટ વિશ્વકપની નોક આઉટ મેચમાં સદી ફટકારનાર પ્રથ ભારતીય ખેલાડી બન્યા (2003)
*
* વિશ્ચ ચકલી દિવસ *
*
>>>> યુદ્ધનો જો વિગતવાર હિસાબ-કિતાબ માંડવામાં આવે, તો અંતે એમાં દરેકનો પરાજય નજર આવે, જે વિજેતાઓ છે તેમનો પણ. યુદ્ધનાં અનેક ખરાબ પરિણામો આવે છે, પણ એનો 'ફાયદો' એક જ હોય છે; લોકોને શાંતિની કિંમત સમજાઈ જાય છે. એમાં કેટલાય પરિવારો, શહેરો, સમાજો, કેટલાય ધંધા-રોજગાર અને પ્રતિભાઓ ખતમ થઈ ગઈ હતી અને કેટલીય પેઢીઓ લંગડી થઈ ગઈ હતી. આપણે પુરા માનવ જીવનના ઇતિહાસનાં નાનાં-મોટાં યુદ્ધોનો હિસાબ-કિતાબ કરવા બેસીએ, તો તેની ખુવારી ગણતરીમાં કે દિમાગમાં ન બેસે એટલી હશે. આપણે 'શાંતિ'થી રહેવા યુદ્ધ કરીએ છીએ!
સંકલન : વિજય ઠક્કર (આણંદ)