હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી પ્રિટી ઝીન્ટા નો આજે જન્મદિવસ
આજ કલ ઓર આજ
તા. 31 જાન્યુઆરી : 31 January
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)
હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી પ્રિટી ઝીન્ટા નો આજે જન્મદિવસ
બેસ્ટ નવોદિત અભિનેત્રી માટેના ફિલ્મફેર એવોર્ડ દ્વારા સન્માનિત અભિનેત્રી પ્રિટી ઝીન્ટા નો શિમલા ખાતે જન્મ (1975)
* ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’, ‘નરસિંહ મહેતા ઍવોર્ડ, ‘સાહિત્ય ગૌરવ’ પુરસ્કારથી સન્માનિત ગુજરાતી કવિ, નવલકથાકાર, નિબંધકાર, ચરિત્રકાર અને અધ્યાત્મસાધક મકરંદ દવેનું વલસાડમાં અવસાન (2005)
* ત્રણ વખત રાજયસભાના સાંસદ અને આંધ્ર પ્રદેશના પૂર્વ રાજ્યપાલ (1985-90) કુમુદબેન મણિશંકર જોશીનો ગુજરાતમાં જન્મ (1934)
* બોલિવૂડ ફિલ્મોના વિખ્યાત અભિનેત્રી અને પ્લેબેક સિંગર સુરૈયા (સુરૈયા જમાલ શેખ)નું અવસાન (2004)
તેમની ફિલ્મ ‘મિર્ઝા ગાલિબ’ (1954) ‘રાષ્ટ્રપતિનાં સુવર્ણચંદ્રક’ અને બીજો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો
ઈ.સ.1996માં સુરૈયાને સ્ક્રીન લાઇફટાઇમ એચિવમેન્ટ ઍવોર્ડથી નવાજવામાં આવ્યા હતાં
* 'પંજાબ કેસરી' ન્યૂઝ પેપર સંસ્થાના સીઈઓ અને ચીફ એડિટર વિજયકુમાર ચોપરાનો લાહોર ખાતે જન્મ (1932)
* 'શ્રી બાબુ’નાં નામથી પણ ઓળખાતા બિહાર રાજ્યનાં પ્રથમ મુખ્યપ્રધાન શ્રીકૃષ્ણ સિંહાનું અવસાન (1961)
મીઠાનાં સત્યાગ્રહ અને સાયમન કમિશનનાં બહિષ્કાર સમયે તેમણે નેતૃત્વ પૂરું પાડ્યું અને પ્રશંસકોએ તેમને ‘બિહાર કેસરી’નું બિરુદ આપી સન્માન્યા,
તેઓ ભારતની બંધારણસભાનાં સભ્ય હતાં
* ભારતનાં સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર પરમવીર ચક્ર મેળવનાર પ્રથમ વ્યક્તિ મેજર સોમનાથ શર્માનો પંજાબનાં કાંગરા જિલ્લાનાં દધ ખાતે જન્મ (1923)
* હિન્દી ફિલ્મોના અભિનેતા કે. એન. સિંગ (ક્રિષ્ન નિરંજન)નું મુંબઈ ખાતે અવસાન (2000)
* પાકિસ્તાનના ક્રિકેટર શાહિદ આફ્રિદી એ સફેદ બોલને દાંત લગાડી ખરાબ કરતા તેના પર બે ટી-20 રમવા માટે પ્રતિબંધ મુકાયો (2010)
* હિન્દી, તમિલ અને તેલુગુ ફિલ્મોના બ્રિટીશ અભિનેત્રી એમી જેકસનનો ડગલસ ખાતે જન્મ (1991)
* હરારે ખાતે રમાયેલ ઝિમ્બાબ્વે અને પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ મેચમાં ટોસ બે વખત ઉછાળવો પડ્યો (1995)
સામાન્ય રીતે ટોસ ઉછાળવા સમયે હેડ અને ટેલ બેમાંથી એક બોલવાનું હોય છે, પણ સલિમ મલિક આ સમયે 'બર્ડ' શબ્દ બોલ્યો હોવાથી વિવાદ થયો, હકીકતમાં આ કોઈન ઉપર ઝિમ્બાબ્વેના રાષ્ટ્રીય પક્ષી ઈગલનું ચિત્ર હોય છે અને કોઈન નીચે આવ્યો ત્યારે ઈગલ આવતા ટોસ પાકિસ્તાન જીત્યુ, પણ ફરી ટોસ ઉછાળતા ટોસ ઝિમ્બાબ્વે જીત્યું અને ટેસ્ટ મેચ પણ જીત્યુ
* ઈન્ડો-જાઝ મ્યુઝિક સાથે જોડાયેલા ભારતના વિખ્યાત તબલા વાદક કેશવ સાઠેનો મુંબઈ ખાતે જન્મ (1934)
* રાજકોટ જિલ્લાનાં વીરપુરમાં જન્મેલ, ભારત સરકાર દ્વારા શ્રેષ્ઠ નાટ્યકારના ઍવોર્ડથી સન્માનિત ગુજરાતી નાટ્યકાર, ‘નાટ્ય મહર્ષિ’ પ્રભુલાલ દયારામ દ્વિવેદીનું અવસાન (1962)
* ભારતની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમના ખેલાડી (૪ ટેસ્ટ રમનાર) સુબ્રતા ગુહાનો કોલકાતા ખાતે જન્મ (1949)
* ભારતની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમના ખેલાડી (બે ટી-20 રમનાર) રુતુરાજ ગાયકવાડનો પુના ખાતે જન્મ (1997)
* બોલિવૂડ અભિનેત્રી નમ્રતા અરોરાનો લદાખ ખાતે જન્મ (1978)
* ગુજરાતી ફિલ્મોના અભિનેતા અને 'જીતુ-મંગુ'ના કોમેડી વિડિયો સાથે સોશિયલ મીડિયામાં ખૂબ લોકપ્રિય થયેલ જીતુ જે. પંડ્યાનો જન્મ
***************************