બોલીવૂડનાં હીમેન તરીકે ઓળખાતા પ્રખ્યાત અભિનેતા, નિર્માતા અને રાજકારણી ધર્મેન્દ્રનો આજે જન્મદિવસ
આજ કલ ઓર આજ
તા. 8 ડિસેમ્બર 8 December
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)
બોલીવૂડનાં ‘હીમેન’ તરીકે ઓળખાતા પ્રખ્યાત અભિનેતા, નિર્માતા અને રાજકારણી ધર્મેન્દ્રનો આજે જન્મદિવસ
હિન્દી ફિલ્મજગત બોલીવુડનાં પ્રખ્યાત અભિનેતા, નિર્માતા અને રાજકારણી ધર્મેન્દ્રનો પંજાબનાં નસરાલીમાં જન્મ (1935)
તેઓ બોલીવૂડનાં ‘હીમેન’ તરીકે ઓળખાય છે ઈ.સ.1997માં તેમને હિન્દી સિનેમામાં પ્રદાન બદલ લાઈફટાઈમ એચિવમેન્ટ "ફિલ્મફેર એવોર્ડ" મળ્યો
ઈ.સ.2012માં તેમને ભારત સરકારે ‘પદ્મ ભૂષણ’થી સન્માનિત કર્યા હતાં
* ગુજરાત રાજ્યના મહેમદાવાદ શહેરનો સ્થાપના દિવસ
* ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત સહિત 13 ના તમિલનાડુના કુન્નૂર ખાતે બનેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયા
* પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંઘ બાદલનો જન્મ (1927)
તેઓ ચાર વખત 1970, 1977, 2002 અને 2007માં પંજાબના મુખ્યમંત્રી બન્યા
1995માં તેઓને પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા છે
* વર્ષ ૨૦૨૧નો જ્ઞાનપીઠ પુરસ્કાર અસમિયા લેખક નિલમણિ ફૂકનને અને ૨૦૨૨ નો જ્ઞાનપીઠ પુરસ્કાર કોંકણી લેખક દામોદર મૌજોને અપાશે (2021)
* બોલીવુડના અભિનેત્રી શર્મિલા ટાગોરનો જન્મ (1944)
* ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, વકીલ અને લિબરલ પાર્ટીનાં નેતા સર તેજબહાદુર સપ્રુનો ઉત્તરપ્રદેશનાં અલીગઢ ખાતે જન્મ (1875)
* યુએઈ - યુનાઈટેડ આરબ અમીરાત વિશ્ચનો પ્રથમ દેશ બનશે જે અઠવાડિક વર્કિંગ ડે તા. 1 જાન્યુઆરી 2022થી સાડા ચાર દિવસ કરશે. પ્રથમ સરકારી કચેરીઓમાં અમલ સાથે કામના કલાકો સોમથી ગુરુ સવારે 7.30થી બપોરે 3.30 અને શુક્રવારે સવારે 7.30થી બપોરે 12નો સમય રહેશે
* નાસા દ્વારા ભાવિ અવકાશ મિશન માટે ભારતીય મૂળના ચિકિત્સક અનિલ મેનનની અવકાશયાત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે, નાસા દ્વારા કુલ12 હજાર લોકોમાંથી 10 લોકોની પસંદગી કરાઈ છે (2021)
* બોટાદ જિલ્લાના 500+ ની વસ્તી ધરાવતા પાડાપણ ગામમાં રાજયમાં પંચાયત રાજની સ્થાપના બાદ કયારેય ગ્રામ પંચાયતની ચુંટણીઓ કરવામાં આવી નથી, તમામ વરણી બિનહરીફ થાય છે (2021)
* ગવર્નર શક્તિકાંત દાસ : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના વ્યાજદરોમાં કોઈ પણ બદલાવ નહિ,
રીવર્સ રેપો દર 3.35% પર સ્થિર છે, જયારે નીતિગત રેપો દર 4 % પર યથાવત રાખવામાં આવ્યા છે (2021)
* ધર્મેન્દ્ર, ઝીન્નત અમાન, શમ્મી કપૂર, પ્રેમનાથ, ડો. શ્રીરામ લાગુ અને અરુણા ઈરાની અભિનિત ફિલ્મ 'શાલિમાર' રિલીઝ થઈ (1978)
દિગ્દર્શક : ક્રિષ્ના શાહ
સંગીત : આર.ડી. બર્મન
જેમ્સ હેડલી ચેઝની નવલકથા 'The Vulture is a Patient Bird' ઉપરથી ભારત-અમેરિકાના સહયોગમાં બનેલ ફિલ્મના અંગ્રેજી વર્ઝનનું ટાઈટલ 'Raiders of the Sacred Stone' હતું.
તમામ દ્રશ્યો પહેલાં અંગ્રેજીમાં અને પછી હિન્દીમાં એમ બે વાર ફિલ્માવવામાં આવ્યા હતાં
* શ્રીદેવી (ડબલ રોલ), રજનીકાંત, સની દેઓલ, અનુપમ ખેર, રોહિણી હટંગડી, અનુ કપૂર, સઈદ જાફરી, શક્તિ કપૂર, કાદર ખાન, જહોની લીવર અભિનિત ફિલ્મ 'ચાલબાઝ' રિલીઝ થઈ (1989)
દિગ્દર્શક : પંકજ પરાશર
સંગીત :
'ચાલબાઝ' 1972ની સુપરહિટ ફિલ્મ 'સીતા ઔર ગીતા' ઉપર આધારિત હતી. જેમાં સનીના પિતા ધર્મેન્દ્રએ કામ કર્યું હતું
'ચાલબાઝ' માટે શ્રીદેવીને 'બેસ્ટ એક્ટ્રેસ' અને સરોજ ખાનને 'બેસ્ટ કોરિયોગ્રાફી' (કિસીકે હાથ ન આયેગી યે લડકી...) માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યાં
શ્રીદેવી એ વર્ષે 'ચાંદની' અને 'ચાલબાઝ' એમ બે ફિલ્મો માટે 'બેસ્ટ એક્ટ્રેસ' તરીકે નોમિનેટ થઈ હતી