420454-nitin-zee

ફ્લાઈઓવર મેન' તરીકે ઓળખાતા,મોદી સરકારના સૌથી સફળ મંત્રીઓમાંના એક નીતિન ગડકરીનો આજે જન્મદિવસ

આજ કલ ઓર આજ

તા. 27 મે : 27 May 
તારીખ તવારીખ
સંકલન : વિજય ઠક્કર (આણંદ)

ભારતના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેના કેન્દ્રીય મંત્રી, મહારાષ્ટ્રના ભારતીય રાજકારણી અને ઉદ્યોગપતિ નિતિન ગડકરીનો આજે જન્મદિવસ

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી અને મોદી સરકારના સૌથી સફળ મંત્રીઓમાંના એક નીતિન ગડકરીનો આજે જન્મદિવસ છે. 
નિતિન ગડકરી ભારતીય જનતા પાર્ટીના એક વરિષ્ઠ નેતા છે. વર્તમાનમાં તેઓ ભારત સરકારના રોડ પરિવહન અને રાજમાર્ગ, જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પના મંત્રી છે. રોડ, ફ્લાઈઓવર બનાવવાના તેમના કામને કારણે તેમને 'ફ્લાઈઓવર મેન' તરીકે ઓળખવામાં આવે છે. ગડકરીનો જન્મ 27 મે, 1957માં મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં એક બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે જી.એસ. વાણિજ્ય કૉલેજ, નાગપુર વિશ્વવિદ્યાલય અને વિશ્વવિદ્યાલય કૉલેજ ઓફ લૉ, મુખ્ય શાખા નાગપુરથી પોતાનું શિક્ષણ મેળવ્યુ. 18 ડિસેમ્બર 1984માં તેમણે કંચન ગડકરી સાથે લગ્ન કર્યા. તેમને 3 બાળકો છે. જેમાં બે દિકરા અને એક દિકરી છે. ગડકરી 1976માં વિદ્યાર્થી રાજકીય સંગઠન અખિલ ભારતીય પરિષદ(એબીવીપી)માં શામેલ થયા. તેમણે એબીવીપીના 28માં રાષ્ટ્રૂીય સંમેલનનું આયોજન કર્યુ. માત્ર 24 વર્ષની ઉંમરમાં તેમને ભારતીય જનતા યુવા મોર્ચાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા.

* ભારતના ઓલરાઉંડર ક્રિકેટ ખેલાડી (80 ટેસ્ટ અને 150 વનડે રમનાર), પૂર્વ કોમેન્ટટર અને ભારતીય ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ રહેલ રવિ શાસ્ત્રી (રવિશંકર જયદ્રિષ્ઠ શાસ્ત્રી)નો મુંબઈમાં જન્મ (1962)
કપિલ દેવ સિવાય, રવિ શાસ્ત્રી એકમાત્ર ભારતીય ક્રિકેટર છે જેણે રમતના બંને ફોર્મેટ વનડે અને ટેસ્ટમાં 2,000 થી વધુ રન અને 100 વિકેટ લીધી છે 
તેમની કારકિર્દીની 80 ટેસ્ટમાં 3,830 રન અને 151 વિકેટોના યોગ્ય આંકડા છે.
ઈંગ્લેન્ડના એક જ પ્રવાસમાં બે સદી ફટકારનાર તે પ્રથમ ભારતીય ઓપનર છે 

* આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનું અવસાન (1964)

* ભારતીય ફીલ્ડ હોકી ગોલકીપર મુનીર સૈતનો જન્મ (1940)
1968માં મેક્સિકો ઓલમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર ભારતીય ટીમના સભ્ય હતા 

* રડાર તથા માઇક્રોવેવ તકનીકીના સ્થાપક અમેરિકન ભૌતિકશાસ્ત્રી અને પ્રોફેસર વિલિયમ વેબસ્ટર હેન્સનનો કેલિફોર્નિયામાં જન્મ (1909)

* ડૉ. ભીમરાવ આંબેડકરનાં પત્ની રમાબાઈ આંબેડકરનું અવસાન (1935) 

* તેલુગુ સિનેમા અને બોલિવૂડમાં ફિલ્મ સ્ક્રીન લેખક અને દિગ્દર્શક કે. વી. વિજયેન્દ્ર પ્રસાદનો જન્મ (1942)
તેમના પુત્ર એસ. એસ. રાજામૌલી સૌથી મોટા નિર્દેશક તરીકે લોકપ્રિય અને સફળ છે 

* અંગ્રેજીમાં ખુબ લાંબી ફ્લેમિંગો કવિતા લખનાર ભારતીય કવિ અને લેખક પેરુગુ રામકૃષ્ણનો આંધ્ર પ્રદેશ રાજ્યમાં જન્મ (1960)

* સૈદ્ધાંતિક ઉચ્ચ ઉર્જા ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રમાં સંશોધન કરી રહેલા ભારતીય વૈજ્ઞાનિક અને સાહિત્યના લેખક કે. શ્રીધરનો જન્મ (1961)

* હિન્દી ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા અંકુર નય્યરનો પઠાણકોટ ખાતે જન્મ (1977)

* મુંબઈ સ્થિત ફિલ્મ કાસ્ટિંગ ડિરેક્ટર, એક્ટિંગ વર્કશોપ ડિરેક્ટર મુકેશ છાબરાનો દિલ્હીમાં જન્મ (1980)