ભારતના આધુનિક ગાંધી તરીકે ઓળખાતા બાબા આમટેની આજે જન્મતિથિ
આજ કલ ઓર આજ
તા. 26 ડિસેમ્બર 26 December
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)
ભારતના આધુનિક ગાંધી તરીકે ઓળખાતા બાબા આમટેની આજે જન્મતિથિ
‘રેમન મેગ્સેસે એવૉર્ડ’, ‘ટેમ્પલટન પ્રાઇઝ’, ‘ગાંધી પીસ પ્રાઈઝ’, ‘પદ્મશ્રી’ અને ‘પદ્મ વિભૂષણ’થી સન્માનિત અને ગાંધીવાદીની વિચારધારાને અખંડ રાખનાર બાબા આમટે (મૂળનામ મુરલીધર દેવીદાસ આમટે)નો મહારાષ્ટ્રનાં વર્ધા પાસે હિંગલગઢ ખાતે જન્મ (1914)
બાબા આમટે પર્યાવરણ સમતુલાની જાગૃતિ, નર્મદા બચાવો આંદોલન, વન સંરક્ષણ અને ભારત જોડો અભિયાન સાથે ગાઢ રીતે સંકળાયેલાં હતાં
પોતાના જીવનને લોકોની સેવામાં સમર્પિત કરનાર બાબા આમટેએ ૯ ફેબ્રુઆરી, ૨૦૦૮ના રોજ ૯૪ વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું હતું.
* ભારતીય મૂળના વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમના ખેલાડી રોહન કાન્હાઈનો જન્મ (1935)
બહારથી આવેલ ટીમના ખેલાડી દ્વારા ભારત સામે સૌથી વધુ (256) રન નોંધાવવાનો 1985નો તેમનો કીર્તિમાન સતત 47 વર્ષ સુધી કોઈ તોડી ન શક્યુ અને એ સૌથી વધુ રન કોલકત્તાના ઈડન ગાર્ડન મેદાન ખાતે પણ સૌથી મોટો સ્કોર કરવાનો તેમનો આ રેકોર્ડ 43 વર્ષ સુધી અમર રહ્યો
વર્લ્ડ કપ 1975ની ફાઈનલ વિજેતા વેસ્ટ ઇન્ડીઝ ટીમ તરફથી તેમણે 50 રન નોંધાવ્યા અને ક્લાઈવ લોઈડ સાથે 149 રનની ભાગીદારી કરી
તેઓ ભારતીય મૂળના પ્રથમ ખેલાડી હતા કે જેમણે (1974-75 દરમિયાન) વેસ્ટ ઇન્ડીઝ ટીમના કપ્તાન તરીકે (13 ટેસ્ટ મેચમાં) ફરજ બજાવી
* ઉધમસિંહનો પંજાબનાં સંગરૂર જિલ્લાનાં સુનામ ગામમાં જન્મ (1899)
જલિયાંવાલા બાગના હત્યાકાંડના 21 વર્ષ પછી 13 માર્ચ, 1940માં રોયલ એશિયન સોસાયટીની લંડનના કાકસ્ટન હોલમાં બેઠક પુરી થયા બાદ ઉધમસિંહએ 2 ગોળીઓ મારી અને માઇકલ ઓડવાયરનું તાત્કાલિક અવસાન થયું, ઉધમસિંહ ત્યાંથી ભાગ્યા નહી અને તેઓએ આત્મસર્મપણ કરી દીધું, તેમના પર મુકદમો ચાલ્યો અને તા. 4 જૂન, 1940નાં રોજ ઉધમસિંહને હત્યાનાં ગુનામાં ફાંસીની સજા આપવામાં આવી
* નોબેલ શાંતિ પુરસ્કાર અને ભારત સરકાર દ્વારા ગાંધી શાંતિ પુરસ્કારથી સન્માનિત, દક્ષિણ આફ્રિકાના સમાજસેવી રાજનેતા અને કેપ ટાઉન શહેરના પ્રથમ બ્લેક આફ્રિકન આર્ચબિશપ ડેશમંડ ટૂટૂનું અવસાન (2021)
* ભારતનાં નવમાં રાષ્ટ્રપતિ (25 જુલાઈ, 1992 થી 25 જુલાઈ, 1997) શંકર દયાલ શર્માનું અવસાન (1999)
* ‘‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’ અને પદ્મશ્રી’થી સન્માનિત પ્રખ્યાત ગુજરાતી નાટ્યલેખક અને હાસ્યલેખક તારક મહેતાનો અમદાવાદમાં જન્મ (1929)
* ભારતના ક્રિકેટ ખેલાડી ઈકબાલ સિદદકીનો મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતે જન્મ (1974)
કેરિયરની એકમાત્ર ટેસ્ટ (2001માં) રમનાર આ ખેલાડી ટીમના 12મા ખેલાડી હોવા છતાં તેમને ઓપનિંગ બોલિંગ અને બેટિંગ માટે તક મળી અને વિનિંગ શોટ મારવાનો પણ અવસર મળ્યો હતો
* ભારતના ક્રિકેટ ખેલાડી નિખિલ ચોપરાનો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (અલ્હાબાદ) ખાતે જન્મ (1973)
પોતાની આંતરરાષ્ટ્રીય કેરિયરમાં 1 ટેસ્ટ અને 39 વન ડે મેચ રમવાનો અનુભવ ધરાવે છે
* ‘પદ્મભૂષણ'થી વિભૂષિત હિન્દી સાહિત્યનાં મૂર્ધન્ય સાહિત્યકાર યશપાલનું અવસાન (1976)
* બોક્સિંગ ડે ટેસ્ટ (2014) સાથે કે. એલ. રાહુલે ટેસ્ટ ક્રિકેટ રમવાનો આરંભ કર્યો અને બોક્સિંગ ડે ટેસ્ટ (2021) સાથે તે ભારતની ટીમના વાઈસ કેપ્ટન તરીકે પ્રથમ મેચ રમ્યો
* ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના કેપ્ટન બનેલ સ્ટીવ વોઘની ટેસ્ટ કેરિયરનો ભારત સામેની મેચ સાથે આરંભ થયો (1985)
* ચીનમાં સામ્યવાદી ક્રાંતિનાં પ્રણેતા માઓત્સે તુંગનો ચીનનાં હુનાન પ્રાંતનાં શાઓશનમાં જન્મ (1893)
* હિંદ મહાસાગરમાં સુમાત્રાથી 160 માઈલ દક્ષિણે સમુદ્રનાં પેટાળમાં ત્સુનામીને કારણે ઇન્ડોનેશિયામાં મૃત્યુઆંક આશરે 1,60,000 જેટલો નોંધાયો, થાઇલેન્ડમાં લગભગ 8 હજાર, શ્રીલંકામાં આશરે 35,000 લોકો અને ભારતમાં આશરે 15,000 લોકો મૃત્યુ પામ્યાં, લાખો લોકો બેઘર બન્યા (2004)
* વિશ્ચની પ્રથમ બોક્સિંગ ડે ક્રિકેટ ટેસ્ટ મેચ દક્ષિણ આફ્રિકામાં ઈંગ્લેન્ડ સામે રમવામાં આવી (1913)
* બોક્સિંગ ડે *
>>> બે વ્યક્તિઓ મળે ત્યારે એકબીજાને ભેટે છે એ માણસની સૌથી જૂનામાં જૂની વૃતિમાં ઓકસીટોસીન નામનું કેમિકલ સક્રિય થાય છે જે આનંદનું અને વિશ્વાસનું કેમિકલ છે. આપણે કોઈને સ્પર્શ કરીએ, નજદીક બેસીએ અથવા ભેટીએ, તો આપણે રિલેક્સ થઈએ છીએ, બેચેની ઘટાડે છે, સ્નાયુમાંથી તનાવ ઓછો કરે છે, સલામતી અને આત્મસન્માનનો ભાવ મજબૂત કરે છે.
સંકલન : વિજય ઠક્કર (આણંદ)