24s1

બોલીવુડ ફિલ્મજગતનાં પહેલા સુપરસ્ટાર અને રાજકારણી રાજેશ ખન્ના (જતીન ખન્ના) ની આજે જન્મ જયંતી

આજના દિવસની વિશેષતા

તારીખ તવારીખ

સંકલન: વિજય એમ. ઠક્કર

આજે તા. 29 ડિસેમ્બર

Tiday-29 DECEMBER 

શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ 3 વખત મેળવનાર અને પદ્મ ભૂષણ (મરણોત્તર)થી સન્માનિત બોલીવુડ ફિલ્મજગતનાં પહેલા સુપરસ્ટાર અને રાજકારણી રાજેશ ખન્ના (જતીન ખન્ના)નો અમૃતસરમાં જન્મ (1942)

ઈ.સ.1969થી 1971 વચ્ચે રાજેશ ખન્નાએ સતત 15 હીટ ફિલ્મો આપી અને ‘આરાધના’ ફિલ્મથી રાજેશ ખન્નાને ‘સુપરસ્ટાર’ બિરુદ મળ્યું
ચાહકો તેમને 'કાકા’ના હુલામણા નામથી બોલાવતા
તેમની ફિલ્મ કેરિયરની શરૂઆત 1966માં આખરી ખત ફિલ્મ સાથે થઇ, જે ફિલ્મ 1967માં ભારતની પ્રથમ સત્તાવાર ઓસ્કાર એન્ટ્રી હતી
તેઓ નવી દિલ્હી લોકસભા મતવિસ્તારની પેટાચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના (1992-96) 10મી લોકસભામાં સંસદ સભ્ય હતા
તેમણે માર્ચ 1973માં ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કર્યા, જે ડિમ્પલની પ્રથમ ફિલ્મ બોબી રિલીઝ થઈ તેના આઠ મહિના પહેલા હતા અને લગ્નથી તેમને બે પુત્રીઓ મોટી ટ્વિંકલ ખન્ના અભિનેત્રી છે, જેણે અભિનેતા અક્ષય કુમાર સાથે લગ્ન કર્યા છે, જ્યારે તેમની એક નાની પુત્રી રિંકી ખન્ના છે

* ભારતના ક્રિકેટ ખેલાડી, વર્લ્ડ કપ 1983ના શ્રેષ્ઠ વિકેટ કીપર તરીકે સન્માનિત સઈદ કિરમાણી (સૈયદ મુજતબા હુસૈન કિરમાણી)નો ચેનૈઈ ખાતે જન્મ (1949)
કુલ 198 વિકેટ સાથે કિરમાણી, એમ. એસ. ધોની (300 વિકેટ) પહેલાના સૌથી શ્રેષ્ઠ વિકેટ કીપર તરીકે ઓળખાતા હતા
1971માં ઈંગ્લેન્ડના પ્રવાસમાં લઈ જવા છતાં તેમનો સત્તાવાર પ્રવેશ 1976માં ન્યુઝીલેન્ડ સામે રમવા સાથે થયો
એક ટેસ્ટ મેચમાં વિકેટ કીપર તરીકે 6 વિકેટ (એક સ્ટમ્પિંગ અને 5 કેચ) લેનાર ભારતના પ્રથમ ખેલાડી બન્યા અને તે 1976નો રેકોર્ડ હજી તૂટ્યો નથી, ધોની અને રિદ્ધિમન સહાએ એ 6 વિકેટ લેવાની બરાબરી કરી છે
તેમણે અનેક ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે

* પદ્મશ્રી અને સંગીત નાટક અકાદમી એવોર્ડથી સન્માનિત ભારતનાં મહાન સંગીતકાર અને સંગીત શિક્ષક ઓમકારનાથ ગૌરીશંકર ઠાકુર - પંડિતજીનું અવસાન (1967)

* 'પદ્મશ્રી’થી સન્માનિત ફિલ્મ અને ટીવી સિરિયલના નિર્માતા - નિર્દેશક રામાનંદ સાગર (ચંદ્રમૌલી ચોપરા)નો જન્મ (1917)
તેઓ હિન્દી ફિલ્મો ઉપરાંત રામાયણ ટેલિવિઝન શ્રેણી બનાવવા માટે વધુ પ્રખ્યાત થયા અને પછીની ટીવી સીરીયલો ‘શ્રીકૃષ્ણા’, ‘લુવ-કુશ’ અને ‘વિક્રમ ઔર વેતાલ’ વગેરે

* ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ બૂનનો જન્મ (1960)
તેમણે પોતાની ક્રિકેટ કેરિયરમાં 107 ટેસ્ટ અને 181 વન ડે રમવાનો અનુભવ છે તેઓ 2011ની સાલથી આઈસીસીના રેફરી તરીકે સેવા આપે છે

* કેનેડાની ઈન્ટરનેશનલ ટીમના ખેલાડી જીમી (અમરબીરસિંગ) હંસરાનો ભારતના લુધિયાણા ખાતે જન્મ (1984)
તેમણે પોતાની ક્રિકેટ કેરિયરમાં 24 વન ડે અને 8 ટી20 રમવાનો અનુભવ છે

* ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ તથા ‘નર્મદ સુવર્ણચંદ્રક’થી સન્માનિત ગુજરાતી નવલકથાકાર, નવલિકાકાર, નાટ્યકાર, વિવેચક અને કવિ ચુનીલાલ કાળિદાસ મડિયાનું અવસાન (1968)

* પર્ફોર્મન્સ અને મેગા ભીંતચિત્રો માટે સહયોગી કલાની પહેલ કરનાર ભારતના કલાકાર માનવ ગુપ્તાનો જન્મ (1967)

* ભારતીય ફીલ્ડ હોકી ખેલાડી અને રાષ્ટ્રીય ટીમની ભૂતપૂર્વ કેપ્ટન રિતુ રાનીનો જન્મ (1991)

* ભારતીય સાહિત્યકાર, લેખક અને સંગીતકાર ઇન્દિરા દેવી ચૌધરાણીનો જન્મ (1873)

* દક્ષિણ આફ્રિકામાં જન્મેલ, ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિકેટર અને કોમેન્ટેટર ટોની ગ્રેગનું ઓસ્ટ્રેલિયામાં અવસાન (2012)
6'6"ની ઉંચાઇ ધરાવનાર આ ખેલાડીને પોતાની ક્રિકેટ કેરિયરમાં 28 ટેસ્ટ અને 22 વન ડે રમવાનો અનુભવ છે

* પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડી શકલીન મુસ્તાકનો લાહોર ખાતે જન્મ (1976)
'દૂસરા' પ્રકારની બોલિંગ માટે આ નામ પહેલા નંબરે મુકવામાં આવે છે
10 વિકેટ લેવાનો રેકોર્ડ ત્રણ વખત બનાવવા સાથે તેમણે પોતાની ક્રિકેટ 49 વન ડે અને 14 વર્લ્ડ કપ મેચ સાથે 169 વન ડે રમવાનો અનુભવ છે

* આધુનિક શરીરશાસ્ત્રનાં મહત્ત્વપૂર્ણ સંશોધનોમાં લુડવિગે યોગદાન આપનાર વિજ્ઞાની અને સંશોધક કાર્લ ફ્રેડરિક વિલ્હેમ લુડવિગનો જર્મનીમાં જન્મ (1816)

* અમેરિકનાં 17માં રાષ્ટ્રપ્રમુખ (1857) એન્ડ્રુ જહોનસનનો ઉત્તર કેરોલિનાનાં રેલેમાં જન્મ (1808)
મહાભિયોગનાં તેમની ઉપર સેનેટ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો અને એક મતથી નિર્દોષ છૂટી ગયાં હતાં

* ક્રિકેટ ઈતિહાસના સૌથી ફાસ્ટ બોલર તરીકે ઓળખાયેલ ઓસ્ટ્રેલિયાના બોલર જેફ થોમસનની ટેસ્ટ ક્રિકેટ કેરિયરનો આરંભ (1972)
માત્ર 28 વર્ષની ઉંમરમાં 51 ટેસ્ટ રમી 200 વિકેટ લેવાનો કિર્તિમાન બનાવ્યો હતો

* ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં પ્રથમ પ્રમુખ વ્યોમેશચંદ્ર બેનરજીનો કલકત્તામાં જન્મ (1844)

* બૉલીવુડ અભિનેત્રી, કટારલેખક, ઇન્ટિરિયર ડિઝાઇનર અને ફિલ્મ નિર્માતા ટ્વીન્કલ ખન્નાનો જન્મ  (1974)

* બૉલીવુડ ફિલ્મ - હિન્દી ટેલિવિઝન અભિનેતા અને મોડેલ અભિનેતા પુલકિત સમ્રાટનો જન્મ  (1983) નો જન્મ

* મુંબઈમાં વિશ્વનું સૌથી મોટું ઓપન-એર થિયેટર 'ડ્રાઈવ' ખુલ્યું (1977)

* કોંગ્રેસે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી મોટી બહુમતી સાથે સંસદીય ચૂંટણી જીતી (1984)
તેલુગુ આ ચૂંટણીમાં 28 બેઠકો જીતીને દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટી તરીકે ઉભરી આવી

* બ્રિટનમાં મહિલાઓ અને પુરુષોના સમાન અધિકારો સંબંધિત કાયદો અમલમાં આવ્યો (1975)

* શ્રીલંકાએ 43,000 ભારતીયોને નાગરિકતા આપી (1985)